________________
જીર્ણોદ્ધાર માટે અપીલ શ્રી પ્રાચીન તીર્થોદ્ધાર વાસ્તે દાન કરવા માટે ઉત્તમ સ્થાન. શ્રી મારવાડની મોટી પંચ તીર્થી - શ્રી રાણકપુરનું ભવ્ય દેવાલય.
શ્રી મારવાડના સાદડી ગામથી છ માઈલ દૂર શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનું જે » મારવાડ પંચ તિર્થોનું મુખ્ય સ્થાન શ્રી રણકપુર તિર્થ આવેલું છે. તે તિર્થનું ૧૪૪૪ સ્તબવાલું – આ વિશાલ મંદિર શ્રી નાદીયા ગામના ધનાશાહ પોરવાડે સ્વપ્નમાં જોયેલા શ્રી નલિની ગુલ્મ આ જ વિમાનના આકારનું પંદર કરોડ દ્રવ્ય ખરચી સંવત ૧૪૩૪માં બંધાવેલું અને તેમાં પ્રતિષ્ઠા જે શ્રી. સોમસૂરીજીએ સં. ૧૪૪૬માં કરેલી તે ભવ્ય દેરાસરની હાલ જીર્ણોદ્ધાર કરાવવાની છે ~ આવશ્યકતા છે. આવા વિશાળ મંદિરના જીર્ણોદ્ધારમાં નાણાની મોટી રકમની જરૂર પડે તે <>
સર્વ ભાઇઓની જાણમાં છે. આપણી પૂર્વ થઈ ગયેલા પુણ્યશાળી પુરુષોની જાહોજલાલીના આ નમૂના રૂપી આ મંદિરના ઉદ્ધારમાં સખી ગૃહસ્થોએ પોતાનો હાથ લંબાવી સારી રકમ Y આપવાનું પુણ્ય ઉપાર્જન કરવા વિનંતી છે.
૨. શ્રી એડનના દેરાસર તરફથી આ તિર્થના જીર્ણોદ્ધાર સારુ રૂ. ૨૦૦૦ની જે રકમ મોકલી આપવામાં આવી છે.
૩. જે રકમો મોકલો તે શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદના ઉપર મોકલી આ Y આપવા તસ્દી લેશોજી તા. ૮-૧૦-૩૨.
પ્રતાપસિંહ મોહોમાવાળા.
અગત્યની સુચના.. ૪ ૧. પૂજ્ય મુનિવરો પ્રત્યે :જે આજરોજ ચોમાસું પુરૂ થયું છે આપ હવે વિહાર કરવાના હશો તો આ પેપર હાલ જે » મોકલવું કે કેમ અગર કયા સ્થળે મોકલવું તે જણાવશો.
૨. આ પેપરનો ચોથો અંક જેના લવાજમ નહીં આવ્યા હોય તેને વિ. પિ. કરાશે. આ આ માટે યુવક મંડળ પત્રિકાના ગ્રાહકોએ રૂા. ૧ાા ત્યા નવા ગ્રાહકોએ રૂ. ૨) તરત મનીઓર્ડરથી જ મોકલવા અગર તેટલી ટીકીટો મોકલી આપવી. જે ૩. જાહેર ખબર આપનારાઓને :– આ પેપરમાં જાહેર ખબરો સાધારણ ભાવથી લેવાશે.
તમોને શાની જરૂર છે !!! જે જૈન ધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહીત્યની જરૂર છે? તો તુરત નીચેના જે સરનામે પત્રવ્યવહારથી પૂછો
દેવચંદ લાલભાઈ. જૈન પુ. ફંડ ગોપીપુરા, સુરત.