________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ ૧૨૫ અનાદિના ભવભ્રમણમાં ભટકતા ભવ્ય અને ભદ્રિક એવા ભાગ્યવાન ભવ્યાત્માઓને પણ .. ભવિષ્યના ભયંકરતા ભર્યા ભવભ્રમણની ભેરીના નાદો નહીં અટકવાનું કારણ એ જ છે કે હજુ
પણ તે સાચી ભૂલો સમજવા અને સુધારવા લલચાયો જ નથી ! ૧૨૬ સત્યને તથા સ્વરૂપે સમજવા હૃદય તૈયાર નથી ! ૧૨૭ નિર્મળ કાર્ય નિહાળવા ચહ્યું પણ નથી ! ૧૨૮ સુધરવાની સુંદર તક ગુમાવવી નહીં ! ૧૨૯ આત્મા કર્મરૂપી કટુ ફળોને હજુ સુધી દિનપ્રતિદિન પુષ્ટ જ બનાવતો રહ્યો છે !!! ૧૩૦ આત્મા પ્રજ્ઞાચક્ષુતા, બધિરતા અને નિવિવેકીપણાને સર્વથા દૂર કરી શકયો જ નથી એ ખ્યાલ
પ્રતિ પળે રહેવો જોઈએ ! ૧૩૧ હિત શિક્ષાને શ્રવણ કરતાં આત્મા કલુષિત થાય તો સમજવું કે ભાગ્યદશામાં ભોપાળું જ છે! ૧૩૨ મસ્તકને છેદવા ઇચ્છતો શત્રુ પણ ભૂલ કાઢે તે ભૂલ ભૂલરૂપે જ હોય તો તેનો પણ ઉપકાર
વાળવા જેવી તૈયારી થશે ત્યારે તો બાળકથી પણ બતાવાયેલી ભૂલને ભયંકર માની સુધારવાનું
માનસ ઘડાશે ! ૧૩૩ ખિસ્સામાંથી સરી પડેલો હીરાનો નેકલેસ ભલે શત્રુ બતાવે તો પણ લેવો જ રહે છે એમ સમજી
હીતના ગ્રાહક બનો !!! ૧૩૪ શાણા દુશ્મનનું શરણ સારું પણ મૂરખ મિત્રની તો મહેરબાની પણ મોંઘી પડશે ! ૧૩૫ હાર શોધી આપનારની કિંમતમાં શત્રુ પ્રત્યેનો શત્રુભાવ સંતાઈ જાય છે તેમ ભૂલને તસ્વરૂપે
ઓળખાવનાર શત્રુના પણ ઉપકારના બદલામાં ઓછામાં ઓછું શત્રુભાવને ભૂલવા જેટલું તો
તૈયાર રહેવું જ ઘટે ! ૧૩૬ આત્માને ઓળખ્યો તેણે સારા એ જગતને સારાસારપણે ઓળખેલ જ છે ! ૧૩૭ ગુણ એ શત્રુથી પણ ગ્રાહ્ય જ છે! ૧૩૮ હરપળે સોદાના કબાલા, અને મકાનના ચોક્કસ દસ્તાવેજની ચિંતામાં જ જીવન વેડફી
નાખનારાઓએ ખાસ ધ્યાનમાં રાખવું કે આયુષ્યના ખંડિત દસ્તાવેજને અખંડિત બનાવવાનું તો
વિસરી જ જવાના પરિણામે તે દસ્તાવેજનું પણ ભવોભવને વિષે લીલામ કરનાર પોતે જ છે. ૧૩૯ ચારે વર્ણાશ્રમને અનુક્રમે સેવવાની જ વાતો કરનારાઓએ વિચારવું કે તે ચારે આશ્રમોની
સંપૂર્ણતા કેળવી શકે તેટલા વરસ મરણ તો પોતાથી દૂર રહેવાની મહેરબાની કરશને ! ૧૪૦ વર્ણાશ્રમની જ વ્યવસ્થાના વલોપાતમાં વહેતું મૂકનારાઓ પણ જો સાચા કર્મવાદી હોય તો વૈરાગ્યને તો લેશ માત્ર પણ વિચારી શકે નહીં !
* * *