SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૧-૩૨ આ સુધા-સાગર (નોંધ:- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક જ - પૂ. શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉષ્કૃત કરેલ સુધા આ સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય જ છે. તંત્રી.) ૧૧૫ સુખના અર્થી આત્માઓએ, હું કોણ ! ક્યાંથી આવ્યો ! કેવી રીતે આવ્યો ! ક્યા કુળનો ! મારો ધર્મ કયો! તે પામ્યો શાથી. મારું કર્તવ્ય શું ! આગામી સુખોને માટે મેં શું કર્યું ! આ બધીએ બાબતોને “શય્યા છોડતાં પહેલાં” પ્રથમ હૃદયપટ પર આલેખન કરો !! ૧૧૬ દેખાવમાં મોટો ! સંખ્યામાં સેંકડો ગુણો ! અને કળા કૌશલ્યમાં કુનેહબાજ એવા પણ શત્રુથી ગભરાઈને સત્ય તો છુપાવાય જ નહીં ! ૧૧૭ કષાયાદિ કરોડો મણની શીલા તળે આત્મા દબાયો છે, બળ અને કળથી પણ કાર્ય સિદ્ધિ જ કરો! iટાઇટલ પાનાં ત્રણ પરની અગત્યની સુચના જરૂરતું .. વાંચીને પ્રત્યુત્તર આપો . ... ૧૧૮ “રાજમાર્ગમાં રખડતા કિટકની માફક આત્મસિદ્ધિની જ ધૂનમાં આત્માઓ પાસે કર્મ તો સ્વતઃ - કચડાઈ જવાનું જ છે !!! ૧૧૯ ગુણો પ્રાપ્ત થયા પછી જ ગુણી પ્રત્યે બહુમાન, પ્રેમ અને સાચી સેવા સંપાદાન થાય છે માટે ગુણના ગ્રાહક બનો ! ૧૨૦ દોષોને દોષરૂપે જાણવા (ઓળખવા) પછી જ દોષ ઉપર અરૂચિ થાય છે ! ' ૧૨૧ મદોન્મત્ત માનાદિ હસ્તિઓને પણ મશહૂર મૃગાધિરાજ રૂપી માનવ માહત કરે જ છે ! ૧૨૨ દૂષણથી ડરનારો જ દોષથી દૂર થવામાં સફળ થાય છે ! ૧૨૩ સ્વસ્થાનની શુદ્ધિ સિવાય સુ અને કુ વસ્તુઓને તસ્વરૂપે ઓળખી શકાતી જ નથી ! ૧૨૪ ગુણીજનો પ્રત્યે બહુમાન અને આદરભાવ વિના આત્મભાવની સન્મુખ જવું એ પણ બહુ બહુ મુશ્કેલ છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy