SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૭O , , , , , , , , , , , , , - , , શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૧-૩૨ તા. ક. શાહપુરમાં આયંબીલ ખાતું છે તે બાબત વિગતવાર સમાચાર હવે પછી. સમી-(રાધનપુર નજીક) આ ગામની વસ્તી અઢીસો માણસ ઉપરાંતની છે, અને સંસ્થાનું વાર્ષિક ખર્ચ રૂા. ૭૫૦) સાડી સાતસો આવક લગભગ રૂપિયા છસોની છે. દોઢસોની ઘટ વર્ષે પડે છે તે બાબત ધ્યાનમાં લેવા જેવું છે વાર્ષિક આયંબીલ રદoo) છત્રીસો થાય છે અને વીસે ઓળીવાળા ચાલુ છે આર્થિક સહાયકો માટે ઉત્તમ તક.' ૧૦૦) સો રૂપિયા દરેક માસની બીજ, પાંચમ, આઠમ, અગિયારશને ચૌદશ દરેક તિથિના ૭૫) પોણોસો રૂપિયા બાકીની તિથિના આજ દીન સુધીમાં આખા વર્ષ પૈકી કાયમતિથિ ફક્ત ૯૦) નેવું ભરાઈ છે, વાર્ષિક મદદ દોઢસો માટે અત્રેની મુંબઈની સંસ્થા પર વિનંતી પત્ર છે. બોટાદ-આ ગામ કાઠીયાવાડ પ્રદેશમાં ધર્મપ્રત્યે પૂર્ણ શ્રદ્ધાળુ છે. ઘર બસો છે નવસો ઉપરની વસ્તી પ્રાયઃ આંકી શકાય છે. આર્થિક સ્થિતિમાં સાધારણ છે ગઇ સાલમાં ૩૨00) બત્રીસો આયંબીલ થયા હતા. મદદ માટે તેમની વિનંતી ચાલુ છે, છતાં પણ ખર્ચ જોતાં તે ખાતાને સારી મદદની જરૂર જણાય છે. અત્ર બિરાજતા શાસન પ્રભાવકોને વિનંતી કરી આ ખાતાને પગભર બનાવવાની તાકીદે જરૂર છે. - આ ખાતાને અત્રેની આયંબીલ ખાતાની સંસ્થાએ રૂા. ૧૫o) દોઢસો મદદ માટે ગઇ સાલમાં મોકલ્યા છે માટે ખાતુ સારી રીતે નભી શકે તે માટે આર્થિક મદદથી ખાતાને પગભર બનાવવાની જરૂર છે. ચાણસ્મા-આ ખાતાની સ્થાપના ગયા વર્ષમાં થઈ છે, ગુજરાતના મહેસાણા પ્રાંતમાં ધર્મનિષ્ઠ ગામ છે. દરેક સ્થળના ખાતાં કરતાં આ ખાતામાં લાભ લેનારાની સંખ્યા સારા પ્રમાણમાં છે. હાલમાં પ૬) છપ્પન ઓળીવાળા છે, ઓળીવાળા સાથે માસિક આયંબીલ એક હજાર ઉપરાંત થાય છે. આ વર્ષે મુંબઈ આયંબીલ ખાતાના કાર્યવાહકોના પ્રયાસથી ટીપ થવાથી સારી રકમ મળી છે પણ વાર્ષિક ખર્ચને પ્રાયઃ પહોંચી શકે તેટલી તે રકમ નથી, ૮૧) રૂપિયા એકાશી પંચમી (સુદ), બે આઠમ, બે ચૌદશ દરેક માસની દરેક તિથિના. ૫૧) એકાવન રૂપિયા છે-છુટક તિથિના, મકાનની પણ આવશ્યકતા છે, સખી ગૃહસ્થોએ તિથિઓ તથા મકાન માટે અનુપમ લાભ લેવાની જરૂર છે. તા.ક. - તે ઉપરાંત નીચેના સ્થળોમાં ‘વર્ધમાન તપની આરાધના થઈ રહી છે. વિગતવાર હેવાલો આવતા અંકમાં પ્રગટ થશે. સ્થળનાં નામ :સુરત મહેસાણા સાણંદ ખેડા પાટણ છાણી સિદ્ધક્ષેત્ર વઢવાણ સીટી હળવદ કપડવંજ વઢવાણ કેમ્પ રાધનપુર ખંભાત જામનગર ભાવનગર લી. પ્રેમચંદ મોહનલાલ શ્રી-સિ-સા-પ્ર-સમિતિ, ઑ-કાર્યવાહક. પાટડી
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy