________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ ભૂલે તે છેલ્લા છે
વહેલા તે પહેલા !!!
શ્રી વર્ધમાન-તપ
નોંધ- નીચે જણાવેલી બિના પર વાચકોએ ખાસ ધ્યાન આપવું !
શાસનના શણગાર-રૂપ સંસ્થાના હેવાલો વાંચી, તમારાં તન-મન-ધન તે સંસ્થાઓમાં સમર્પણ કરી કૃતાર્થ થાઓ
સમગ્ર સમાજની જાણ ખાતર દરેક ગામની સંસ્થાના વિગતવાર હેવાલ પ્રગટ થવાની ખાસ જરૂર છે. મોકલાવવામાં આળસ રાખવી નહીં. કાયમ તિથિઓ, મકાન વિગેરેની માંગણીઓ સમાપ્ત થયે તમે જરૂર રહી જશો !! માટે વહેલા તે પહેલા !!
લી. સિ–સા-પ્ર-સમિતિ. મુંબઇ-શ્રી અત્રેના શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતામાં ત્રીસ હજાર ઉપરાંત વાર્ષિક આયંબીલ થાય છે, ખાતાને ચાર હજાર લગભગ વ્યાજની આવક છે, છ હજાર ભેટના પ્રથમ પરચુરણ રકમો ઉદાર ગૃહસ્થો પાસેથી આવતી હતી, હાલના વખા પ્રમાણે વિકટ સંજોગોને લીધે ભેટની રકમમાં પ્રથમ કરતાં તદન ઓછાશ છે. પ્રાયઃ ચાલુ વર્ષના ખર્ચમાં સંકડામણ છે. હજુ મુંબઈ જેવા શહેરમાં કાયમતિથિઓ ઘણી બાકી છે.
આ ઉપરથી કાયમતિથિઓ માટે ચતુર્વિધ સંઘે ધ્યાન રાખવું તે ખાસ જરૂરી છે.
મકાનની અગવડતાને લીધે જૈનોની વધુ વસ્તીવાળા લત્તામાં આ સંસ્થા પોતાનું કાર્ય કરી શકતી નથી તેથી લાભ લેનારાઓની અને દાતારોની ખાસ સગવડતા ખાતર પણ તાકીદે મકાનની જરૂરીયાત છે. મકાન માટે સખી ગૃહસ્થોએ આ મોહમયી મુમ્બાપુરીમા અમર નામ કરવા ઉદ્યમ કરવો આવશ્યક છે.
ઝીંઝુવાડા-ગામમાં સો ઘરની વસ્તી છે બહાર ગામની મદદ આવે તો જ આયંબીલ ખાતું નભી શકે તેમ છે.
અમદાવાદ-જૈનપુરીમાં બે ખાતાં છે, તે પૈકી એક અમદાવાદના મધ્ય વિભાગમાં જૈનોની ભરપુર વસ્તીવાળા પ્રદેશમાં આ ખાતું સારી સ્થિતિમાં છે. ખર્ચ પૂરતી આવક છે. વધારો વધે તો બહારગામના આયંબીલ ખાતાને મદદ કરવી આવશ્યક છે. હાલમાં ઓળીવાળાની સંખ્યા ૩૨ની છે, સીત્તેરમી ઓળીવાળા પણ છે.
જગ્યાની પૂરી અગવડતા છે જૈનપુરીમાં આ સંસ્થા મકાનની અગવડતા ભોગવે છે તો અત્રે રહેનારા સખી ગૃહસ્થોએ આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે.
મકાન માટે રૂા. ૨0000) વીસ હજાર જેવી નજીવી રકમમાં જૈનપુરીમાં અમર નામ રાખવું હોય તો કાર્યવાહકને લખો અગર આ સમિતિ સાથે પત્રવ્યવહારથી પૂછો