SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રી સિદ્ધચક્ર તા. ૧૩-૧૧-૩૨ ૧૦૪ પ્રશ્ન- સમ્યગદર્શન એ નૈમિત્તિક છે કે નિત્ય? સમાધાન- ભૂખ લાગે ત્યારે જ ભોજન ખાવું તે જેમ નૈમિત્તિક છે તેમ સમ્યગ્દર્શન નૈમિત્તિક નથી. (એટલે નિમિત્ત ક્રિયા રૂપ નથી પણ નિત્ય (ક્રિયારૂપ) જ છે; એથી જેમ શ્વાસોશ્વાસની "ક્રિયા અખંડ રાખવી જ પડે છે ને તે નિત્ય છે તેમ સમ્યગદર્શન ગુણ અને તેનાથી ઉત્પન્ન થતી શ્રદ્ધા વિગેરે અંતર રહિતપણે ધારવા જ જોઈએ. ૧૦૫ પ્રશ્ન- મોક્ષે ગયેલા દરેક આત્માઓ, માર્ગાનુસારપણાથી લઈ અનુક્રમે દેશવિરતિને પણ સ્પર્શે ખરા (આદરે ખરા) કે નહીં ? . સમાધાન- એકાન્ત મોક્ષનું કારણ સર્વવિરતિ જ આત્માને પ્રથમ સ્પર્શતી હોય અગર આવી જતી હોય તો તેણે તે ક્રમ સાચવવા માટે દેશવિરતિ આદિ લેવા રોકવાનું છે જ નહીં ! કારણ એ જ કે પૂર્વની મહાન શુભ કમાણીના યોગે આત્માને તુરતજ ચારિત્ર મળે છે. મોક્ષ પામેલા આત્માઓનો અસંખ્યાતમો ભાગ માર્ગાનુસારીને તો શું પણ દેશવિરતિને પણ સ્પશેલો જ નથી !!! ૧૦૬ પ્રશ્ન- તીર્થકરો, ગણધરો અને અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લીધા સિવાય ચારિત્ર લે છે ખરા? સમાધાન- તે મહાપુરૂષો દેશવિરતિ પામ્યા (લીધા) વિના જ ચારિત્ર લે છે; વળી બીજા પણ કંઈ આત્માઓ સમ્યકત્વની સાથે જ ચારિત્ર પામે છે. અને તેટલા જ માટે તો શાસ્ત્રકાર : મહારાજાઓએ “ગવં પુબિં સમત્ત” એમ કહેતાં ચારિત્ર અને સમ્યકત્વનો સહભાવ પણ છે એમ સ્પષ્ટ ફરમાવ્યું છે! અવધિજ્ઞાનવાળા આત્માઓ નવેસરથી કદીપણ દેશવિરતિ લેવાવાળા હોય જ નહીં તેથી (એ વાતથી) પણ એ નિયત થાય છે કે શ્રી તીર્થંકર મહારાજાથી માંડી અવધિજ્ઞાનવાળા કોઈપણ મહાત્માઓ ચારિત્ર અંગીકાર કરે તો દેશવિરતિ લીધા વિના જ સર્વ વિરતિ લે છે ! ૧૦૭ પ્રશ્ન- ઉત્કૃષ્ટ ગુણી એવા અરિહંતાદિક આરાધ્યનું આરાધાન-ગુણી દ્વારાએ બને કે ગુણોદ્ધારાએ! સમાધાન- જેમ શિક્ષકથી શિક્ષણ કદીએ જુદું રહી શકતું જ નથી; તેમ દર્શનાદિ જે ગુણો તે ગુણરૂપ એવા અરિહંતાદિકને છોડીને જાદા રહી શકતા જ નથી. સેવા કરનારાઓ જેમ શિક્ષકોની સેવા શિક્ષણને માટે જ કરે છે; તેમ સમ્યગુદર્શનાદિકની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિની પરકાષ્ટાની પ્રાપ્તિ માટે જ અરિહંતાદિક ગુણીની પૂજા, સેવા બહુમાન ઇત્યાદિ કરાય છે અને તે રૂપ આત્મશિક્ષણ પણ તે ભગવંતોમાં ગુણપણે રહેલા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ૧૦૮ પ્રશ્ન- ગુણ એ તો આત્મીય વિષય છે ! એટલે કે ચેતનવંત છે; છતાં પણ જડ એવા અશોકવૃક્ષ, ચામર, સિંહાસનાદિને અરિહંત ભગવાનના આઠ ગુણમાં કેમ ગયા ? સમાધાન- પ્રથમ તો તીર્થંકર મહારાજાઓ જ અરિહંતપદ તરીકે ગણાય છે એ ખ્યાલમાં રાખો ! અને તે તીર્થંકર મહારાજાને પણ જેમ ધાતિકર્મનો ક્ષય થાય પછી જ અપાય પગમાદિચાર ગુણો પ્રગટ થાય છે. કર્મનાક્ષયે ઉત્પન્ન થયેલા અપાયાપગમાદિ ચારે છે તે; જેમ ગુણો કહેવાય અને તે પરમપ્રભુને કેવળજ્ઞાન થયા પછી નિર્વાણ સુધી સાથે જ રહે છે, તેમ અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યો પણ કેવળજ્ઞાન પછીજ ઉત્પન્ન થયેલા અને નિર્વાણ સુધી સતતુ સાથેજ રહેતા હોવાથી એને પણ અરિહંત ભગવાનના ગુણો જ મનાય છે !! અર્થાત્ અશોકાદિ પ્રાતિહાર્ય-લક્ષમી દેખીને કંઈક જીવો સમ્યકત્વાદિ પામે છે ! અપૂર્ણ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy