________________
૬૫
૯૩ પ્રશ્ન
સમાધાન-
૯૪ પ્રશ્ન
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ અને જેમ સાચા એકડામાં પ્રવેશ કરે છે; તેમજ દ્રવ્યથી પણ ચારિત્ર પાળનારો મનુષ્ય અન્ત (તેના સારરૂપ એવા) ભાવચારિત્રમાં પ્રવેશ કરવાને ભાગ્યશાળી બને છે ! આટલા માટે તો ભલે સંસ્કાર માત્રથી પણ ચારિત્ર પ્રત્યે સાધારણ જ સદભાવ થયેલ એવા આત્માને પણ સંયમના આરાધકોએ યથાપ્રવૃત્તિએ પણ સંયમમાં જોડવા એ જ સ્તુત્ય અને આદર્શ માર્ગ છે. શ્રી મરૂદેવા માતા એકપણ દ્રવ્ય ચારિત્ર પ્રાપ્ત કર્યા વિના ફક્ત એકેન્દ્રિયપણામાંથી જ આવી સીધા મોક્ષ પામ્યા તો તેમને ચારિત્ર દ્રવ્ય વિના પણ ભાવચારિત્ર કેમ પ્રાપ્ત થયું? આ બનાવને શ્રી પંચવસ્તુના રચયિતા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા આશ્ચર્ય રૂપે જ પ્રતિપાદન કરે છે; સાથે તેમાં પણ એવો પણ નિયમ કરે છે કે અનન્તા દ્રવ્યલિંગ કરનારને જ ભાવિલિંગ પ્રાપ્ત થાય છે ! ધર્મના પ્રરૂપકો (સ્થાપકો અગર આદિ પ્રવર્તકો) તો પુરૂષો જ હોઈ શકે એવું તો કહો છો, છતાં શ્રી મલ્લીનાથ સ્વામીએ સ્ત્રીપણે પણ ધર્મ કેમ પ્રરૂપ્યો ? એટલું જ નહીં, પણ તીર્થની સ્થાપના કરી તેનું કેમ ? મરૂદેવા માતાની માફક તેને પણ આશ્ચર્યમાં જ ગણેલ છે; આથી એ સ્પષ્ટ છે કે મૂળ નિયમને તે આશ્ચયો જરા પણ બાધક થતાં નથી !
ચારિત્ર એ મહેલ છે ને જ્ઞાન તે ધ્વજ છે” એ કેવી રીતે ? આત્મા પોતે જાદ એવા દ્રવ્યચારિત્ર સેવતો સેવતો પણ જ્યારે ભાવચારિત્રને સ્પર્શે છે. ત્યારે તેણે મોક્ષ મહેલનો પાયો નાંખ્યો છે એમ સમજવું. તે પછી જ્યારે ક્ષપક શ્રેણિમાંથી મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરે ત્યારે જે અવસ્થા તે ચારિત્રની સંપૂર્ણ અવસ્થા હોવાથી ત્યાં મોક્ષ મહેલની સંપૂર્ણતા થઇ મનાય છે !! (એટલે કે ઉચ્ચતમ ચારિત્રરૂપ પ્રસાદ પૂર્ણ થાય છે !) ત્યાર બાદ અંતમુહૂર્તમાં જે કેવળજ્ઞાન પ્રગટ થતું હોવાથી તે સર્વશ્રેષ્ઠ જ્ઞાનરૂપી સંપૂર્ણ સુશોભિત ધ્વજ તે મહેલ ઉપર ફરકે છે!! क्रियाहीनं च यद् ज्ञानं, ज्ञानहीना. च या क्रिया । ... મનયોરન્તt 7, ભાનુદોતવિ આ શ્લોકનો ભાવાર્થ શું ? શ્લોકનો ભાવાર્થ સમજો ! દરેક વસ્તુઓને દરેક આત્માઓ જો વસ્તુ સ્થિતિએ સમજે તો અત્યારે શાસનમાં વિના કારણે અને સંપૂર્ણ ગેરસમજને આધીન બની, તદન ઊલટા દોરવાઈ જઈ વિશ્વવંદવીર-વિભુએ પ્રતિપાદન કરેલી વસ્તુની યેનકેન પ્રકાસ્ય નિંદા કરી આત્માને ભારે કરનારા કેટલાએ મુગ્ધાત્માઓના મિથ્યા પ્રલાપો આપોઆપ શમી જાય !!! વસ્તુતઃ તેનો ભાવ એ છે કે “ક્રિયા વિનાનું જે જ્ઞાન, અને જ્ઞાન વિનાની જે ક્રિયા” એ બન્ને બાબતમાં એટલું તો દૂરપણું ને ફરક છે કે જેમ સૂર્ય અને ખદ્યોતમાં !
૫ પ્રશ્નસમાધાન
૯૬ પ્રશ્ન
સમાધાન