________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ એટલે સૂર્ય અને ખદ્યોતના પ્રકાશમાં આકાશ અને પાતાળ જેટલું અંતર છે. તેમજ “ક્રિયા વિનાનું જ્ઞાન, અને જ્ઞાન વિનાની ક્રિયા. એ બન્ને વાતોમાં પણ ગંભીર ભેદ ભરેલું અંતર છે ! આ શ્લોકમાં ક્રિયા વિનાનું જે જ્ઞાન સૂર્યસમાન ગણાવીને અને જ્ઞાન વિનાની ક્રિયા ખદ્યોત સમાન ગણાવેલી દેખીને શાસનમાં ક્રિયા શૂન્યપણે પણ ફક્ત જ્ઞાનની જ કિંમત છે. એવી વાતો કરનાર જ્યારે પોતાની માન્યતામાં જ દઢ બની, અરે અન્યને પણ ક્રિયાવિહોણા બનાવી પોતાનો પક્ષ મજબુત કરવા, જનતાની સન્મુખ આવા કલ્પિત ભાવાર્થોનું શરણું સ્વીકારી યથેચ્છ પ્રવૃત્તિઓ દ્વારા ક્રિયાઓની જડ કાઢવા મથે છે. !!! અને ત્યારે ફક્ત મોક્ષમાર્ગના ધ્યેયાનુસાર જ છતાં જ્ઞાનરહિતપણે ક્રિયા કરવાવાળા “જ્ઞાનવિનાની ક્રિયા એ ખદ્યોતસમાન છે” એ ભાવાર્થથી બહુ બહુ અકળાય છે, વહેમાય છે !! આમ થવાનું કારણ એ જ છે કે વાસ્તવિક રીતે બન્ને પક્ષ તે શ્લોકના યથાર્થ ભાવાર્થને પામ્યા જ નથી, તેની તો એ વિટંબણા છે ! અહીંયા ક્રિયા વિનાનું પણ સૂર્યસમાન જ્ઞાન એને કહ્યું છે કે જે આત્માઓની પૂર્વભવની શુભ આરાધનાને યોગે ઊતરી આવેલી (સાંપડેલી) ઉત્તમ સંસ્કારિતાના પ્રતાપે, અકસ્માતુ સંયોગે જાગેલી ભાવનાથી “સર્યસમાન એવું જે કેવળ જ્ઞાન” તેને પામેલા ગૃહિલિંગવાળા ભરતાદિક અને અન્યલિંગવાળા વલ્કલચીરી આદિકનું દ્રવ્ય ચારિત્ર રહિત છતાં પણ પ્રાપ્ત થયેલું (સર્વાપણું) કેવળજ્ઞાન તે જ્ઞાન ! નહીં કે શુકપાઠ છે એટલે કે તેવા પુણ્ય પુરુષના પ્રકર્ષપુણ્યના યોગે પરમ પ્રકાશપણે ક્રિયા વિના પણ અકસ્માત્ પ્રગટ થયેલું જે કેવળ જ્ઞાન તે સૂર્યસમાન છે ! વળી જ્ઞાનવિનાની જે ક્રિયા તે પતંગિયા જેવી કહી છે તેમાં પણ એ ભાવાર્થ છે કે જેઓ મોક્ષના ધ્યેય વિનાના કર્મક્ષયાદિના ઉદેશ વિનાના, જીવાજીવાદિના જ્ઞાન વિનાના, મોક્ષ માર્ગ તરીકે જણાવેલી સંવર અને નિર્જરાના આશયથી વિપરીત ભાવે ક્રિયાઓને પણ કરવાવાળા એટલે કે પૌગલિક પળની અપેક્ષાવાળી શાસ્ત્ર વિરુદ્ધ જે ક્રિયા “એટલે તેવા ઊલટા જ્ઞાનવાળી ક્રિયા” તે પતંગિયા (ખદ્યોત) સમાન ગણેલી છે. હવે એથી સ્પષ્ટ થયું કે પુણ્યહીણ આત્માઓના ક્રિયાશુન્યના શુકપાઠરૂપી જ્ઞાન કરતાં તો પૂર્વના પ્રબળ પુન્યના પ્રભાવે અકસ્માતુ મળેલું જે જ્ઞાન તે ક્રિયા શૂન્ય હોવા છતાં પણ સૂર્ય સમાન છે. વળી અહીં પણ પૂર્વ પુણ્યના સંયોગે મળેલી સામગ્રીથી મોક્ષના જ ધ્યેયવાળી ક્રિયાઓ તે જ્ઞાની પુરુષોએ દર્શાવેલી હોવાથી એને ગીતાર્થની નિશ્રાથી અજ્ઞાનપણે પણ મોક્ષના જ ધ્યેયથી આદરનારા આત્માઓની ક્રિયા તે સુર્યસમાન અને ઉપર જણાવેલ મોક્ષના ધ્યેયથી શૂન્ય ક્રિયાઓ તે પતંગિયા સમાન છે. એકલ વિહારી અગીતાર્થની ક્રિયાપણ ખદ્યોતવત્ અલ્પ પ્રકાશવાળી છે. અહીંયા બીજી બીના પણ સ્પષ્ટ થાય છે. જ્ઞાન એ સર્વ આરાધક અને ક્રિયા એ દેશ આરાધક જે કહેવાય છે તેમાં કયું જ્ઞાન અને કઈ કિયા તે ઉપરની બાબતથી સહેજે સમજાશે ! આથી જે જે અજ્ઞાનિઓ-સમ્યગ્ન-દૃષ્ટિ, ગુરુભક્ત અને જીવાદિના સામાન્ય જ્ઞાનને ધરાવનારા ભવ્યાત્માઓની ક્રિયાઓને યેનકેન પ્રકારેણ વગોવી રહેલા છે તે પ્રભુશાસનના મર્મને બિલકુલ સમજ્યા નથી એ પણ અત્રે સહેજે સમજાશે !!