SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ તા. ૧૩-૧૧-૩૨ શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः સાગર સમાધાન સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસી ગણી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. ૯૦ પ્રશ્ન- જ્ઞાનપૂજનમાં આવેલ દ્રવ્ય દુનિયાદારીના શિક્ષણ માટે વાપરી શકાય? સમાધાન- ના, કદી પણ વપરાય જ નહીં! કારણ એ જ કે તે દ્રવ્ય તો ફક્ત સમ્યકશ્રુતની વૃદ્ધિના જ હેતુ ભૂત છે. વ્યવહારિક જ્ઞાન એ સંસારની જ પુષ્ટિનું કારણ હોવાથી તેવા ઉત્તમ દ્રવ્યનો દુનિયાદારીના શિક્ષણ માટે વાપરનાર અને વપરાવનાર બન્ને પણ તે જ્ઞાનદ્રવ્યના ભક્ષક બને છે! “જ્ઞાનદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિણામ્યો, વિણસંતો ઉવેખ્યો”, અને છતી શક્તિ એ સાર સંભાળ ન કીધી.” એ પ્રમાણે અતિચારમાં જણાવેલી પાંચે બાબતોને મન વચન અને કાયાથકી, તથા કરવું કરાવવું અને અનુમોદવું તે વડે કરીને જેમ દેવદ્રવ્યના સંરક્ષણમાં તેમ આ જ્ઞાન દ્રવ્યના સંરક્ષણમાં ઉપયોગ નહીં રાખનારનું સમ્યકત્વ મલીન થાય છે. આમ છતાં પણ સ્વેચ્છાએ તેનો દુરૂપયોગ કરનારાઓ મુખ્યત્વથી ભ્રષ્ટ થાય છે !! ૯૧ પ્રશ્ન- જૈન શાસનમાં જ્ઞાનની વ્યાખ્યા કયા પ્રમાણે છે ? સમાધાન- એકાન્ત મોક્ષના જ હેતુભૂત એવું જીવાજીવાદિ તત્વોનું શુદ્ધજ્ઞાન તેનું નામ જ જ્ઞાન છે; સિવાયનું બધું એ અજ્ઞાન જ છે ! ૯૨ પ્રશ્ન- સાચું ચારિત્ર (સંયમ) આવે ક્યારે ? સમાધાન- અનંતવીર અને તે પણ ફક્ત જુદાં (દ્રવ્ય) ચારિત્ર સેવનના પરિણામે જ આત્માને એક સાચું ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને એનું નામ જ ભાવચારિત્ર કહેવાય છે. આત્માને ભાવચારિત્ર પ્રાપ્ત થાય પછી તો તેને વધારે વખત સેવવાનું રહેતું જ નથી. એટલે કે તેવું ચારિત્ર તો ફક્ત આઠ જ વખત આરાધવાને પરિણામે આત્મા અવશ્યમેવ મુક્તિ મેળવે છે !!! હજારો વખત જાત્રા અને “વાંકા ટૂંકા” એવા પણ લીટા કરનારો બાળક
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy