________________
૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ ભલામણ કરાય જ નહીં, દરેક આત્માઓના હિતનું જે સીધું જ કારણ તેને છોડી અન્ય લિંગ અને ગૃહલિંગના બહાના આપી ઉન્માર્ગે ચડાવાય જ નહીં અન્ય લિંગ અને ગૃહલિંગ સિદ્ધ જ કહી આપે છે કે કોઈક વખત જ (ઓર્ડીનન્સથી કામ સિદ્ધ થયાની માફક) અન્ય અને ગૃહલિંગે સિદ્ધિ થાય છે. આમ વસ્તુનું સ્વરૂપ સમજ્યા વિના ભરત સાધુપણા વગર મોક્ષે ગયા તેથી તે ગૃહલિંગ સિદ્ધ, વલ્કલચીરી સાધુપણામાં નહોતા અને મોક્ષે ગયેલા છે વિગેરેને આગળ કરી સ્વલિંગના સિદ્ધથી સાધુપણું સાબિત થતું કાપવું તે કેમ શોભે? તેવા આત્માઓની પણ પૂર્વની કરણી તો તપાસો ! અને તે ભવે સંસારમાં રહ્યા છતાં પણ તેની આખી એ જિંદગીની કાર્યવાહીને તમારી કાર્યવાહી સાથે સરખાવો પછી તેઓના ઉદાહરણ લ્યો !!
ઓર્ડીનન્સના દાખલાઓ જેમ જવલ્લે જ જડે છે તેવીજ રીતે સ્વલિંગ છોડીને મોક્ષે ગયા હોય, તેવા દ્રષ્ટાંત બહુ જુજ છતાં તેને કાયદાની જગા પર મૂકવા કેમ પ્રયત્ન થાય છે ?
મોક્ષના શુદ્ધ માર્ગે ચાલેલા મોક્ષે ગયા, અને અવળે રસ્તે ચાલેલા પણ કોઈક સંજોગે મોક્ષ પામ્યા, એમ કહેવામાં ગૃહલિંગ અને અન્યલિંગ સાંભળી સ્વલિંગ ઉપર ઈતરાજી કેમ થઈ શકે ? અને તેમ થાય તો એ શું બતાવે છે? દેવ તત્વની સાર્થકતા.
આ બધું સમુદ્રમંથન છતાં મેળવ્યું શું? “ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર.” આટલા કારખાના ખોલ્યા છતાં મેળવ્યું કંઈ નહીં ! બાર બાર મહિના દવા કરાવી પણ ફાયદો શું ? જીવનો આવતો આઘાત દૂર કરવા માટે, આ આત્માને કર્મોએ વ્યાઘાત કર્યો હતો અને તેની પ્રક્રિયા કહેવામાં આવી હતી. આ જીવ પણ સિદ્ધના સાધનો મેળવી તે સ્વરૂપ પ્રગટ કરે છે. અનંત જ્ઞાન, દર્શન, વિર્ય અને સુખ, આ ચાર ચીજ અનંતા આત્માઓને અનંતીવાર પ્રાપ્ત થઈ છે. પરંતુ જેઓને સંપૂર્ણ પ્રાપ્ત થયા
છે. એવા તો ફક્ત સિદ્ધ જ છે; માટે જેવું કાર્ય કરવું હોય તેવા વિચારવાળા બનો અને જેવા વિચારવાળા - થશો તેવા વર્તનવાળા બનશો ત્યારે જ તેવું ફળ મેળવી શકશો.
આત્માને અનંત ચતુષ્કવાળો કરવો જ હોય, તો અનંત ચતુષ્ક મેળવવાના રસ્તે જ ચાલો, અને તેનું જ ભજન કરો.
હંમેશા મનની શુદ્ધિદ્વારા ત્રિકરણ યોગથી જ સિદ્ધ ભગવાનનું ધ્યાન ધરો અને પછી જ તેવા શુદ્ધ સ્વરૂપની અભિલાષા કરો !!!
આ પ્રકારે દેવતત્વ સાકાર અને નિરાકારરૂપે જણાવ્યું હવે ગુરુતત્વનું આરાધન કેવી રીતે કરવું; ગુરુતત્વ કેટલા વિભાગમાં વહેચાયેલું છે તે માટે આવતો અંક જુઓ.
सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानसर्वधर्माणां, जैनंजयतिशासनं. ॥
: