________________
૬૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ તે અતીર્થ સિદ્ધ તીર્થ સિદ્ધ તે કાયદાના સિદ્ધ અને અતીર્થ સિદ્ધ એ ઓર્ડીનન્સના સિદ્ધ. વળી, કાયદો પણ જેમ એક જ પ્રકારનો ન હોય તેવી રીતે તીર્થસિદ્ધમાં પણ એક જ પ્રકાર નથી તેમાં પણ પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ વિગેરે વિગેરે, પણ મુખ્યતાએ તેના બે જ પ્રકાર છે.
જેમ કોઈ પણ વસ્તુની મુખ્ય કિંમત વસ્તુના તત્ય અને ઘાટ ઉપર છે; તેમ મુખ્ય સિદ્ધપણ પણ આત્માના કર્મરહિતપણા ઉપર અને ભવ્ય જાતિ ઉપર જ છે અને સિદ્ધના પણ પંદર ભેદો પ્રસિદ્ધ છે. ત્યાં પ્રશ્ન એ ઉદ્ભવશે કે ગૃહલિંગ અને અન્યલિંગે પણ સિદ્ધ તો થાય જ છે; તો પછી કેવળ સાધુપણા ઉપર જ ભાર કેમ મૂકાય છે ? તેનો ઉત્તર એ જ છે કે ઓર્ડીનન્સથી કાર્ય તો સિદ્ધ થાય છે છતાં સરકાર કાયદા ઘડવાની તસ્દી શા માટે લે છે ?
પણ સત્ય બીના એ છે કે ઓર્ડીનન્સ એટલે મોગલાઈ સત્તા, અને કાયદો એ તો પ્રજાકીય અવાજ છે!
સાધુ માટે જે મોક્ષ કહ્યો તેનું નામજ સ્વલિંગ સિદ્ધ છે અને તે જગતભરથી મંજુર કરાયેલ રિવાજ છે.
સ્વલિંગ એટલે જ સાધુપણું! આત્માને સિદ્ધ થવા માટે જે મુખ્ય લિંગ તેનું નામ તે સ્વલિંગ છે. સિદ્ધ થયેલા તે મુખ્યતાએ સાધુપણાવાળા જ સમજવા ! આથી સમજ્ય હશો કે જે સ્વલિંગે સિદ્ધ થાય તે કાયદા સિદ્ધ અને ગૃહલિંગાદિ અન્ય લિંગે સિદ્ધ થાય તે ઓર્ડીનન્સ સિદ્ધ સ્વલિંગ એ જ મોક્ષનું લિંગ છે જેથી મોક્ષનું કારણ તો તેજ છે; અને તે માટે જ અનન્ત જ્ઞાનીઓએ સિદ્ધિના અધિકામાં સાધુપણું એટલે આરંભ પરિગ્રહ આદિનો ત્યાગ તેને સ્વલિંગ જણાવી તેનાથી સિદ્ધ થયેલાને લિંગ સિદ્ધ કહ્યા અર્થાત્ સિદ્ધ થનારનું મુખ્ય લિંગ તે સાધુપણું જ છે ને તેથી તો તે લિંગને સ્વ શબ્દથી જણાવ્યું.
અન્ય લિંગ સિદ્ધિનો અર્થ શો ? અન્ય જુદુ, શાનાથી જુદુ =મોક્ષના કારણથી.
અન્ય શબ્દથી પ્રગટ થતું તે મોક્ષના કારણથી ભિન્ન લિંગ હોવાથી જ તે લિંગે સિદ્ધિ પામેલાને ઓર્ડીનન્સ સિદ્ધ સમજવા એ લિંગે સિદ્ધ થવાનું તો આગળ આપણે વર્ણવી ગયા તેમ ભવિતવ્યતાની માફક અણધાર્યું અને તે પણ કવચિતજ બને છે; જેમ કોઈ વાટ ચૂકેલો મનુષ્ય ધ્યેય શુન્યપણે ધાર્યે સ્થળે પહોંચવામાં ઘણીએ મુસીબતો ઊભી કરે તેમ અન્ય લિંગ સિદ્ધ વાતોને આગળ કરી સ્વલિંગથી ચૂકનારા સંસારના ઘણાએ ભ્રમણોને ઊલટા વધારે જ; સિવાય તેમાં કશુંએ તત્ત્વ જ નથી. કાયદારૂપે તો સિદ્ધ માટે સ્વલિંગ જ છે.
ગૃહલિંગ એ શબ્દ જ કહી આપે છે કે આ તો સંસારમાં રખડતી જાત છે છતાં સિદ્ધ થઈ ગયા અર્થાત્ એ કુદરતી જ બનાવ છે. જેમ કોઈ સત્તા સીધી રીતે સિદ્ધ થતી ન હોય તો તે કુદરતી રીતે શાસિત થઈ જાય. તેવું જ તેનું પણ બનેલ છે. “કોઈ એક લંગડા મનુષ્ય કિલ્લા ઉપર ચડીને નીચે ભુસકો માર્યો ત્યાં તેનો પગ સારો થયો,” એના જેવું એ આશ્ચર્યકારક બનેલ છે. આવા ઉદાહરણોને આગળ કરનારાઓએ આત્માના હિતને “ખાતર વિચારવું ઘટે કે ઉપરના દ્રષ્ટાંતથી જેમ દરેક રંઝાડતી સત્તાને કુદરત ઉપર છોડાયા નહીં, તેવી રીતે દરેક લંગડાઓને ગઢ ઉપર ચડી ભૂસકા મારવાની