________________
-
-
-
-
,
,
,
,
,
૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ સિદ્ધ અને નિગોદના સ્થાનનો તફાવત -
સૂક્ષ્મ એકેન્દ્રિય નિગોદના જીવો કે તેઓ જે આકાશ પ્રદેશમાં છે તે જ આકાશ પ્રદેશમાં સિદ્ધ ભગવાન બિરાજે છે. સ્થાન બન્નેના એકજ છે ! છતાં તેને “સિદ્ધ શિલા” તે સિદ્ધની ઉત્તમતાને લીધે જ કહીએ છીએ. અરે જે ખુદ “સિદ્ધ શિલા” તે પણ એકેન્દ્રિય જીવોની જ છે ! અને તે સિદ્ધ શિલાની ઉપર પણ ઠેઠ લોકના છેડા સુધી સૂક્ષ્મ નિગોદ એકેન્દ્રિયાદિ જીવો છે ! એ આકાશ પ્રદેશમાં જ સિદ્ધ મહારાજ હોવા છતાં તેનો તેને લેપ સરખોએ લાગતો નથી.
તાજ (મુગટ) રાજાના શીર પર જ રહે છે. પરંતુ કિંમત તાજની કે રાજાની ? તેથી કિંમત (value)નો આધાર ઉત્તમતા ઉપર જ અવલંબે છે. સિદ્ધ મહારાજા કર્મના વિસ્તારથી એવા તો મુક્ત થયા છે કે ફરી વખત તે કર્મ તેને વળગે જ નહીં. સુધરેલા હજુ જંગલી સ્થિતિમાં આવી જાય પરંતુ કર્મરહિત થયેલ જીવો કોઈ કાળે ભ્રમણ કરતી જાતિમાં આવવાના જ નથી. એ સુધારો કયા પ્રકારનો ?
આત્માને સિદ્ધ સ્વરૂપ બનાવવામાં પ્રથમ તો ભવ્યત્વ જાતિ જોઇએ, સિવાય આત્માનો સુધારો અસંભવિત જ છે.
- નદીની ભૂખરી વેલ (રેતી)નો ઘાટ કદીએ બનેલ છે ? જેમ તે વેલનો ઘાટ પડે જ નહીં તેવી જ રીતે અભવ્યની જાત એવા જ પ્રકારની છે કે તે મોક્ષની સીડીએ ચઢે જ નહીં. તેમાં કોઇ પ્રકારના ટાંકણા (એક જાતનું પાષણ ઘડવાનું હથિયાર) કામ કરતા નથી. સમ્યકજ્ઞાન, દર્શન, અને ચારિત્રની આરાધના તે ટાંકણા રૂપે છે; અને તે તેને જ ઉપયોગી થઈ શકે કે જેઓ ભવ્યત્વ જાતિવાળા હોય !
હીરાને સાફ કરનાર ટાંકણું જ છે છતાં જેમ હીરાની કિંમતની અસર તો તેની જાતિ ઉપર હોવાથી સાથે ટાંકણાની કિંમત તેવી મનાતી નથી; તેવી જ રીતે આત્માને પ્રથમ તો ભવ્યત્વ રૂપ જાતિની અસર જોઇએ સમ્યગુજ્ઞાનાદિ રત્નત્રય રૂપ તો તેના ટાંકણાં છે. માટે પ્રત્યેક વેપારીએ પ્રથમમાં પ્રથમ તકે એ રત્નત્રયાદિ રૂપ ટાંકણાના કારખાનાની શોધ કરવી જોઇએ. સિદ્ધના પ્રકાર
તીર્થકર મોક્ષે જાય તે જીન સિદ્ધ અને તે સિવાયના મોક્ષે જાય તે અજીન સિદ્ધ, આ બે સિવાય ત્રીજો ભેદ જગતમાં નથી તેવી જ રીતે તીર્થસિદ્ધ અને અતીર્થ સિદ્ધ વિગેરે જેમકે કાયદો અને ઓર્ડીનન્સ એ પણ બે ભેદો છે. તે બધામાં તીર્થસિદ્ધ, સ્વલિંગ સિદ્ધ વિગેરે ભેદો સ્વાભાવિક હોવાથી કાયદા રૂપ બને અને તે ગૃહિલિંગ આદિ સિદ્ધના ભેદો નિશ્ચય માર્ગરૂપ ગણાય નહીં.
ઓર્ડીનન્સ એ પણ હુકમ વગરનો તો નથી છતાં પણ તે આફત વખતનો જ છે, અને કાયદો તે ચાલુ વખતનો છે. તીર્થંકર મહારાજે તીર્થ સ્થાપના કરી ત્યારથી મોક્ષે જવાય, તે કાયદો એટલે કે તીર્થ સિદ્ધ; અને તેથી ઊલટું એટલે કે જેનાથી તીર્થ ઉત્પન્ન થયું ન હોય અને મોક્ષે જાય