________________
-
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ આવી શુભ સંસ્થાઓએ તો સર્વજ્ઞ સૃષ્ટિના ખરેખર સંગ્રહસ્થાનો જ છે. તે પણ સ્થાવર અને જંગમ એમ બે વિભાગમાં વહેંચાયેલી છે. સ્થાવર તે-જૈન તીર્થો, જૈન મંદિર, જૈન ઉપાશ્રય અને ગ્રંથાલયાદિથી માંડીને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપવર્ધક મંડળો, સમાજો કે સંસ્થાઓ, અને જંગમ તે-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે.
જેવી ઉત્તમ સંસ્થા તેવા જ તેના સંચાલકો પણ ઉત્તમ જ જોઈએ !!!
જ્યાં જ્યાં અને જે જે આવી સંસ્થાઓ હોય ત્યાં ત્યાં તે દરેક સંસ્થારૂપ સરિતાઓ અમને દિનપ્રતિદિન નવપલ્લવિત જ કરશે !!! ભવિષ્યમાં આ જ સંસ્થાઓ અમારા કંઈ કાલજુના પાપમળોનું અવશ્યમેવ પ્રક્ષાલન કરશે !!! અમારાં વહાલાં સંતાનોને સાચી સેવાભાવાનાના પાઠોનું શિક્ષણ આપી અમારા કુળનો ઉદ્ધાર કરાવશે !!! અરે ! એટલું જ નહીં પણ એ જ પુણ્ય પંડુર સંસ્થારૂપ નિર્મળ સરિતાઓ જગતભરના લૂષિત આત્માઓને પણ પરમ શાન્તિનું ધામ થશે !!! આ અને આવી બીજી પણ એનાથીએ અનેરી આશાઓની મહોલાતોમાં મહાલનારા ભવ્ય આત્માઓને મન તે સંસ્થા કીડાના કેલીવનરૂપ હોઈ તેના “યાવત્ ચંદ્ર દિવા કરો” એ સૂત્રને અનુસરી નિભાવ અર્થે પોતાના તન, મન અને ધન વિગેરે સર્વ કાંઈ સમર્પણ કરે છે !!! પ્રશ્ન એ છે કે દાતારોના ઉત્તમોત્તમ સદ્ભાવને સફળ બનાવવા તેના સાધ્ય સંરક્ષકોએ કેટલે અંશે કાળજી રાખવી ઘટે ? તેવી ગંભીર જવાબદારીને અદા કરનારા સંચાલકોએ આ સ્થળે પોતાના હૃદયને જરૂર પૂછવું ઘટે છે કે સંસ્થાને માટે સર્વસ્વ અર્પણ કરનાર મહાનુભાવોની શુભભાવનાનું ફક્ત સંરક્ષણ કરવા પૂરતું પણ તારું ધ્યેય છે કે નહીં !!!!!!
| શુભ સંસ્થા પ્રત્યે તને કેટલે અંશે દરકાર છે ! પ્રત્યુત્તરમાં જો “તે લક્ષ જ ચુકાઈ ગયું છે એમ” ઉંડાણમાંથી ધ્વનિ નીકળતો હોય તો હજુ પણ ચૂક્યા ત્યાંથી ફરીથી ગણવા ઉજમાલ થવું એ અત્યંત શ્રેયસ્કર છે !!! પોતાની ફરજ વિચારી સંસ્થા અને સમાજના હિતની ખાતર ઉપરના વિચારો તાત્કાલિક અમલમાં મૂકવા તે અત્યંત હિતાવહ છે. આ દરેક બાબતો માનવાને હજુએ બહિરાત્મા આનાકાની કરતો હોય તો તેમણે સ્વપરના કલ્યાણની ખાતર એવી શુભ સંસ્થાઓથી તો દૂર જ થવું રહે છે !!! અમો ફરી ફરી કહીશું કે “ચૈતન્યવાનું” એવી પણ દરેક સંસ્થાઓના સાધ્ય સંરક્ષક સંચાલકો જ્યારે ઉપર્યુક્ત શુભ ભાવનાથી સિંચાશે! એટલે કે સ્વપરના એકાન્ત હિતકાંક્ષી જ બનશે ! ત્યારે તો તે સંસ્થારૂપ નિર્મળ સરિતાઓની છોળો તેમજ તેને નીભાવનારા દાતાઓના શીતળ અંતરનાદો સારાએ જગતને ખૂણે ખૂણે ફેરવી સંસ્થાઓને સંજીવની બનાવવાની સ્વતઃ પ્રેરણા કરશે... આવે વખતે તેના નિભાવને માટે નહીં જોઈએ ઉપદેશકો !!! નહીં જોઈએ જાહેરખબરો !!! કે નહીં રોકવા પડે ભાડુતી માણસો!!! પણ આ બધુંએ બને ક્યારે? કહેવું જ પડશે કે આત્મા તેની ઉપયોગિતાને સમજી સગુણ સંપન્ન બને ત્યારે, પછી ભલે તે સંસારી હોય યા સાધુ હોય !!!