SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર. (પાક્ષિક) दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક, આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. પ્રથમ વર્ષ ો અંક ત્રીજો મુંબઈ, તા. ૧૩-૧૧-૩૨. કાર્તિક-પૂર્ણિમા. વીર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯ ઉપકારનું ધામ. . રાટ જગતની વિકરાળતાને જ વિધ વિધ પ્રકારે વૃદ્ધિગત કરનારી સંસ્થાઓ હાય તેવી જબરજસ્ત જહેમત ઉઠાવી આકાશ અને પાતાળને ભલે એક કરતી હોય તો પણ તે આત્માઓને એકાન્ત જડ એવા પૌગલિક પદાર્થોની સાથે જ જોડનારી હોવાથી મુમુક્ષુ જનો તે વિષયમાં સ્વાભાવિક અનાદરતા સેવે એમ આપણે ગતાંકના અગ્રલેખમાં જોઈ ગયા છીએ!! હરકોઈ સંસ્થા યા વ્યક્તિ પાસેથી ચેતનના વિકાસની અભિલાષા રાખવી એ આકાશ કુસુમવજ છે. જેમ કોઈ જાતિ અંધથી સૂર્યનું સ્વરૂપ કદીએ આલેખી શકાતું નથી તેમ ચેતન એ શું વસ્તુ છે તેને સમજવા માત્રમાં પણ સુસ્ત રહેનારી સંસ્થાઓના સંકજામાં સપડાયેલા આત્માઓનો “હરિણ પાશવત્” કદીએ ઉદ્ધાર થવાનો નથી. પ્રાયઃ આત્માર્થી ભવ્યાત્માઓને આ કારણથી જ તેનાથી વેગળા વસવું પડે છે. જે દિશામાં લુંટાવાનો ભય નિરંતર હોય જ તે પ્રત્યે સંપત્તિમાન કદીએ ગમન કરે જ નહીં; એટલે કે ચેતનનો ગ્રાહક જડતાને જ લાવનાર સંસ્થા કે વ્યક્તિની ગંધથી પણ દૂર જ નાસે ! આત્માથી ભાગ્યવાનોના આત્મ કલ્યાણને માટે તો-ચેતન ભાવના વિકાસને જ ઇચ્છનારી, પોષનારી અને શુદ્ધ તત્ત્વની શોધમાં સર્વ અર્થોનો પણ હોમ કરનારી શુભ સંસ્થાઓનું જ સંપૂર્ણ નિરીક્ષણપૂર્વકનું સંરક્ષણ એ જ આવશ્યક છે. આત્માનો વિકાસ કરનારી ઉત્તમ સંસ્થાઓ અનેક રૂપે અત્યારે પણ અસ્તિત્વ ધરાવતી હોવાને લીધે જ આ જગત વિરાટ હોવા છતાં પણ એને કવિવરનું કેન્દ્રસ્થાન અને આત્મવિલાસીઓના આત્મ વિનોદનું સ્થાન માનીએ તેમાં અતિશયોક્તિ જેવું કશુંએ નથી !
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy