________________
૪૪
૮૫ પ્રશ્ન
સમાધાન
૮૬ પ્રશ્નસમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ છે. નિક્ષેપ નોઆગમ લેવું હોય તો ક્રિયા મિશ્રશાને લેવાથી નો (શબ્દનો) મિશ્ર અર્થ લેવો. અને દ્રવ્યનિષેપ નોઆગમ લેવું હોય તો નો શબ્દનો અર્થ શૂન્ય લેવું. એટલે ક્રિયા શૂન્ય જ્ઞાન. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આદિ મળી ગયા તો પછી તપ માટે નકામી મહેનત શા સારું ? ક્ષાયક ભાવ આવ્યા વગર તીર્થંકરો પણ તપનું સેવન છોડતા નથી. એટલું જ નહીં પણ લાયકભાવના દર્શન, જ્ઞાન, ચારિત્ર, પામ્યા છતાં સિદ્ધપદ પામતી વખતે શુકલ ધ્યાનના ત્રીજા ચોથા પાયારૂપ તપસ્યા હોય અને તે સિવાય સિદ્ધપદ પણ પ્રાપ્ત થતું જ નથી. લાયક ઘરના દર્શન, જ્ઞાન, ચારિત્ર, થઈ ગયા પછી તપસ્યા માનવાની શું આવશ્યકતા છે? હા, તપસ્યાની પૂરેપૂરી જરૂર છે, એક કેવળી કેવળજ્ઞાન પછી અંતર મુહૂર્ત મોક્ષે જાય, અને બીજા કેવળી લાખો પૂર્વ સુધી સર્વવિરતિનું પાલન કરતાં છતાં મોક્ષ ના પામે, પણ શુકલ ધ્યાનના ત્રીજા ચોથા પાયારૂપ તપસ્યા આદરે ત્યારે મોક્ષે જાય છે. અર્થાત્ તપ સેવન વગર સર્વથા કર્મ નાશ થતો નથી. સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્રમાં તપસ્યાને ઉચ્ચ સ્થાન કેમ અપાય છે ? સમ્યમ્ દર્શન એ દરિદ્રના મનોરથ છે, સમ્યજ્ઞાન એ ગોખલાનો દીપક છે, અને સમ્યગુચારિત્ર એ આવતા નવા કર્મોને રોકનાર છે તેથી કમાડ જેવું છે; પણ અનાદિકાળના કીચડરૂપી કર્મના ઢગને સાફ કરવાનું કાર્ય વસ્તુતઃ તો તપસ્યા જ કરે છે. જૈન શાસનમાં શત્રુ તરીકે કોણ છે ? જૈન શાસનમાં કર્મ સિવાય અન્યને તો શત્રુ ગણ્યો જ નથી.
મહંતા, ગરિમહંતા રિહંતા એ ત્રણ પદમાંથી કોઈપણ પદ કેમ ન મૂક્યું? અને કેવળ અરિહંતાણં એ પદ શા માટે ? નિરૂક્તિની અપેક્ષાએ કોઈ પણ કર્મને મિત્ર તરીકે ગણ્યું જ નથી, તેથી “કર્મ” અને “અરિ” બે પદ લખવાની જરૂર નથી. જૈન સમાજે કર્મને શત્રુ તરીકે માનવું જ જોઈએ તેથી “નમો રિહંતાળ” કહ્યું છે. (૨) વ્યુત્પત્તિની અપેક્ષાએ તો આઠ પ્રાતિહાર્યરૂપ પૂજાને જેઓ લાયક થાય છે, તેઓ જ અરિહંત કહેવાય છે, અને તેથી જ “સિદ્ધ” ભગવંત અને સામાન્ય કેવળીઓ અરિહંત પદમાં નહીં આવતાં જુદા પદમાં જ રહે છે.
૮૭ પ્રશ્ન- સમાધાન-
૮૮ પ્રશ્ન- સમાધાન- ૮૯ પ્રશ્ન
સમાધાન
* *
*