________________
૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨
સુધા-સાગર
(નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારકપૂ. શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉધૃત કરેલ સુધા સમાન : 4 વાક્ય બિંદઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. તંત્રી.) <
૭૯ પોતાની પ્રશંસા પગભર કેમ થાય!' એ જેનું દ્રષ્ટિબિન્દુ છે, તે જીવો ગુણવૃદ્ધિ કરી શકતા જ નથી. ૮૦ પોતાની ભૂલો પર નજર કરવાવાળા ભાગ્યશાળીઓ જ મનુષ્ય બને છે. અર્થાત્ મનુષ્યત્વ પણાને
સાર્થક કરે છે. ૮૧ અણમોલાં માણેક વેરાઈ ગયા છે પણ રાત્રી અંધારી હોવાથી વીજળીના ઝબકારા સમાન તેજસ્વી
એવા વિતરાગના વિશિષ્ટ જ્ઞાનના પ્રકાશનું જ અવલંબન અંગીકાર કરો !! ૮૨ માટીના ઢેફાની ઠેસ = ઠોકર વાગવાથી સુવર્ણમહોર બહાર નીકળી, તેમાં પૂર્ણ વિચારે કે
દુનિયામાં દુર્લભ વસ્તુ ઠેસ માત્રથી મળે છે !! ૮૩ કથંચિત્ બનવાવાળા ભાવને લક્ષ્યમાં રાખવાથી જીંદગી વ્યર્થ જશે, “મૂર્ખની ઠેસ, અને સુવર્ણની
મહોર” એ સિદ્ધાંત નથી !! ૮૪ જીતના નગારા વગાડવા પહેલાં હૃદયમાં હારની હાડમારીનું અવલોકન કરો !! ૮૫ જીતનું કમિશન બેસતું નથી પણ હારનું જ બેસે છે. ! ૮૬ સંવર કરતાં પહેલાં આશ્રવ તેમજ નિર્જરા કરતાં પહેલાં બંધને જાણો, તેવી જ રીતે ગુણની શોધમાં
ગાંડા બન્યા પહેલાં અવગુણના અંધારા કૂવાની ઊંડાણનું અવલોકન કરો !! ૮૭ લેણદાર લાખ રૂપિયાના લેણામાંથી પાઈ પ્રાપ્ત થયે ખુશી ન થાય, પરંતુ બાકી રહ્યા માટે ચિંતાતુર
થાય તેવી રીતે થોડા ગુણ પામી આનંદી ન થાઓ, પણ અનંત ગુણો બાકી રહ્યા તેની પ્રાપ્તિ
માટે ઉદ્યમવંત થાઓ ! ૮૮ આશ્રવનો અભાવ, અને આશ્રવનું રોકાણ એ બેમાં આસમાન જેટલું અંતર છે !!! ૮૯ પ્રશંસાના પવનમાં પામર આત્માઓ અધ:પતન કરે છે.