________________
૪૩
,
પ્રશ્ન ૭૮- સમાધાન
૭૯ પ્રશ્નસમાધાન
૮૦ પ્રશ્નસમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ મા બાપના ઉપકારનો બદલો વળી શકે કે નહીં ? પોતાના દેહની ત્વચાના ઉપાનહ-(જોડા) સીવડાવીને સમર્પણ કરે છતાં પણ મા બાપનો ઉપકાર વળી શકતો નથી, પણ જીનેશ્વર ભગવાન કથિત જે ધર્મ તે અંગે પણ પમાડવાથી પ્રત્યુપકાર સહેજે વળી શકે છે. દ્રવ્ય પૂજા, અને ભાવ પૂજામાં શું અંતર છે ? ચોથા આરામાં કોઈ શ્રાવક ઊંચામાં ઊંચા-સર્વોત્તમ પ્રકારની વિવિધ દ્રવ્યથી પૂજા કરે તેના કરતાં પાંચમાં આરાના છેડે શ્રી દુઃખસહ સૂરીશ્વરજીનું જે ચારિત્ર અને તે રૂપ ભાવ પૂજાની વચ્ચે કોડ અને કોડી, મેરૂ અને સરસવ સમાન અંતર છે. અર્થાત્ દશાર્ણભદ્ર અને ઇંદ્ર મહારાજા કે જે સામૈયાદિકની ભક્તિમાં અનુક્રમે ચઢિયાતા છે, છતાં જ્યારે દશાર્ણભદ્ર સર્વ-ત્યાગ રૂપ સર્વ વિરતિ આદરે છે તે વખતે ઇંદ્ર મહારાજા તેના (દશાર્ણભદ્રના) ચરણમાં ઝુકે છે. અવધિજ્ઞાન કરતાં શું અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન વધે? હા, ઇન્દ્ર વિગેરે દેવતાઓને તેમજ કેટલાક મનુષ્ય, અને તિર્યંચોને પણ અવધિજ્ઞાન હોય છે. અહીં તો અષ્ટ પ્રવચન માતાને પાળનારા સાધુઓજ ફક્ત પરમેષ્ઠિ તરીકે ગણાય છે. અવધિજ્ઞાનથી અલંકૃત તે દેવાદિકો પરમેષ્ઠિ તરીકે ગણાતા નથી તેમજ વંદનીય પણ તે નથી. ગૌતમનામે નવેનિધાન, એપદ બોલવું ઠીક છે ? હા, તેથી પ્રભુ ગૌતમસ્વામીનો મહિમા ગાવાનો છે, પરંતુ નવનિધાનની માંગણી કરાતી નથી. કદાચ માંગણી કરે તો તે સ્મરણ તે ફક્ત દ્રવ્યસ્મરણ જ ગણાય છે. દેશવિરતિ પછી સર્વવિરતિ ક્યારે આવે ? દેશવિરતિ પામ્યા પછી સંખ્યાતા સાગરોપમનો કાળ જાય ત્યારે સર્વવિરતિ આવે, એટલે આટલો બધો કાળ વ્યતિત થયા પછી આવે એમ નહીં. પરંતુ જે સ્થિતિમાં દેશવિરતિ મળી શકે તે સ્થિતિથી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તૂટે એટલે સર્વવિરતિ આવે. અને સાથે એ પણ ખુલાસાની જરૂર છે કે તેટલી સ્થિતિનો અંત અંતર્મુહૂર્તમાં પણ આવી શકે છે. દ્રવ્યક્રિયા, અને ભાવક્રિયાનું લક્ષણ શું ? જે ક્રિયાકર્મક્ષયના મુદા સિવાય કરવામાં આવે તે બધી દ્રવ્યક્રિયા છે, અને કર્મક્ષયના મુદાથી જે ક્રિયા કરાય તે ભાવક્રિયા છે. નોઆગમ એટલે શું ? આગમ એટલે જ્ઞાન, અને “નો” શબ્દથી જ્ઞાનના બે ભેદ પડે છે. “ક્રિયામિશ્રજ્ઞાન અને ક્રિયાશૂન્યજ્ઞાન” અને તે જ્ઞાન દ્રવ્ય અને ભાવ એ બનેનિક્ષેપમાં વહેંચાઈ જાય
૮૧ પ્રશ્નસમાધાન
૮૨ પ્રશ્નસમાધાન
૮૩ પ્રશ્નસમાધાન
૮૪ પ્રશ્નસમાધાન