SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૭૩ પ્રશ્નસમાધાન ૭૪ પ્રશ્ન- સમાધાન ૭૫ પ્રશ્નસમાધાન શ્રી સિદ્ધચક્ર તા. ૨૯-૧૦-૩૨ તેને તે ઘણું જ કઠણ લાગે તેવી રીતે જૈનકુળમાં સંસ્કારી થયેલા જીવોને તે કઠણ લાગતું નથી. અર્થાત્ જૈન કુળના સંસ્કાર સાથે જેને શ્રદ્ધા હોય છે તેઓને સાધુપણામાં મુશ્કેલી જણાતી નથી. વસ્તુતઃ “ખર” તે જ સમજવા કે જેઓ અન્ય કુળોનાં અન્ય આચારોથી સંસ્કારિત હોય અથવા જૈન કુળમાં દુષ્ટ વ્યસનોથી દોરાયેલા હોય. ઉત્સુત્ર ભાષક કાળધર્મ પામી કઈ ગતિએ જાય ? ઉત્સુત્ર ભાષક ઉત્કૃષ્ટ ક્રિયાના બળે નવરૈવયક સુધી જઈ શકે છે. જો કે મિથ્યાત્વની વૃદ્ધિ કરી તેથી તેનું ફળ તેને આગળના ભાવોમાં ઘણું જ ભોગવવું પડશે, અને ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ થશે, પણ દ્રવ્ય ક્રિયાના પ્રબળ પ્રભાવે તત્કાળ તો ઊંચી ગતિનો સંભવ છે. ઉસૂત્ર ભાષી જમાલી પણ સાગરોપમની સ્થિતિ વાળો વૈમાનિક દેવ થયેલ છે. જઘન્યથી ધર્મની આરાધના કરનાર જીવો આઠ ભવમાં મોક્ષે જાય છે, તેની ગણતરી શી રીતે કરવી? દીક્ષા લીધા પછી વખતોવખત પરિણામ ચઢ ઊતર થાય, તો પણ જ્યાં સુધી દ્રવ્ય દીક્ષા છોડી ન હોય ત્યાં સુધી તે ભવ ગણતરીમાં ગણાય છે. પરંતુ આત્મકલ્યાણનો ચારિત્ર સિવાય બા. વેઈ પણ માર્ગ નથી. અને તેથી જ જીનેશ્વર ભગવાને મુમુક્ષુ જીવોને ચારિત્ર આદરવા માટે સૂચવ્યું છે. જેથી તે સર્વદા આદરું એવી બુદ્ધિ હરહંમેશ રહેવી જ જોઈએ. પ્રથમ છઠ્ઠા ગુણઠાણાને લાયક “સર્વ વિરતિ”નો ઉપદેશ કેમ અપાય છે ? આ જીવ અનાદિ કાળનો છે, અને અનંત કાળથી એની ભાવ લક્ષ્મી ખોવાઈ ગઈ છે, અને તે કોઈ ભવમાં મેળવવા ઉદ્યમવંત થયો હોય, તેમજ થોડા ઉદ્યમદ્વારા તે ભાવ લક્ષ્મી મળી જવાની હોય ત્યાં માર્ગાનુસારીપણું, સમ્યકત્વ, દેશવિરતિ, અને સર્વ વિરતિનો ક્રમ સાચવે તો મહા અનર્થ થાય, તેથી તે જીવ હિત પરિણામવાળો થઈને તેમાંજ (માર્ગાનુસારીપણાદિમાં) સ્થિર થાય, જેથી શાસ્ત્રકારોએ સર્વ વિરતિનો ઉપદેશ પ્રથમ આપવાનો કહેલ છે. તેથી જો પૂર્વભવનો સંસ્કારી હશે તો તે તુરત જ ઉચ્ચ પરિણામવાળો થઈ સર્વ વિરતિમાં આવી જશે. અર્થાત્ શ્રાવક પણું અંગીકાર કરે તો પણ વિરતિ સમજાવવી પડે, અને તે વખતે સર્વ વિરતિ પણ સમજાવવી પડે જ્યારે તે શ્રોતાની શક્તિનો અભાવ જણાય તે વખતે વિરતિનો દેશ ભાગ (શ્રાવકપણું) જણાવાય છે. દેવગુરુની કિંમત નથી તેવાઓને દીક્ષા અપાય ? હા, પિતૃત્વ ભાવને ન સમજે છતાં પિતા કહેવરાવાય છે તેવી રીતે સર્વ વિરતિ દેવામાં કશો વાંધો નથી, અને તેથી શાસ્ત્રકારોએ મિથ્યાદ્રષ્ટિઓને પણ સમ્યકત્વનું આરોપ કરીને મહાવ્રતો દેવાનું લખ્યું છે. ગુરુની કિંમત કોણ કરી શકે ? કેવળ જ્ઞાન, કેવળ દર્શન, તેમજ વીતરાગતાની જેને કિંમત હોય તેજ ગુરુની વાસ્તવિક કિંમત કરી શકે છે. સમક્તિ દાતા ગુરુવર્યોનો પ્રતિ-ઉપકાર ક્રોડ ક્રોડ ભવે કોઈ પણ રીતિએ વળી શકતો નથી. ૭૬ પ્રશ્નસમાધાન ૭૭ પ્રશ્ન- સમાધાન
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy