________________
૪૧
તા. ૨૯-૧૦-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી આગમોદ્ધારક
આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ ગણી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ
રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
(નોંધઃ સર્વ હક્ક સ્વાધિન..તંત્રી.) ૬૮ પ્રશ્ન- મોક્ષનું બીજ ક્યારે વવાય? સમાધાન- સમ્યકત્વ પામતાં મોક્ષનું બીજ વાવી શકાય છે. ૬૯ પ્રશ્ન- સત્તર વાપસ્થાનક છોડે છતાં શું સમ્યકત્વ નહીં? સમાધાન- ના, સત્તર પાપસ્થાનક છોડવાનું ફળ શું છે ! છોડવાથી મળે છે શું ! મેળવવા લાયક
છે શું ! વિગેરે વિચારો આવી શકે નહીં ત્યાં સુધી સમ્યકત્વ હોતું નથી. જેમ સાગરમાં રહેલી સ્ટીમર, ઝાઝ વિગેરેમાં રહેલું “હોકાયંત્ર” તેની સોય કાંટો જ્યારે તૂટી જાય
ત્યારે સ્ટીમર સાગરમાં ઝોલા ખાતી અથડાય અને ભાંગીને ભૂકો થાય. તેવી રીતે મિથ્યાત્વશલ્ય નાશ પામીને સમ્યકત્વ થયા વગર સંસાર સમુદ્રમાં આ આત્મારૂપ
સ્ટીમરનું ઠેકાણું પડતું નથી. ૭૦ પ્રશ્ન- સત્તર વાપસ્થાનક છોડનારાઓને સંસાર કેટલો બાકી રહે? સમાધાન- તેનો નિયમ નથી, કારણ કે; અભવ્યજીવ અનંતી વખત સત્તર વાપસ્થાનક છોડે છે,
પણ અઢારમું પાપસ્થાનક છોડ્યા વગર ચારગતિના ચક્કરમાં ભ્રમણ કરે જ છે. ૭૧ પ્રશ્ન- સમકિત પામતી વખતનો આનંદ શું કથ્ય છે? સમાધાન- ના, કારણ કે; સમકિતનો આનંદ કેવળજ્ઞાનીથી પણ વર્ણવી શકાતો નથી. ૭૨ પ્રશ્ન- “ગજ પાખરખર નવિવહે,” એટલે શું? સમાધાન અન્યમતમાં ઉત્પન્ન થયેલા વૈષણવોને કંદમૂળ છોડવાનું કહે તો તે છોડી શકે નહીં, અને