________________
જO
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ સમાધાન-તે કિંમત મળેલી વસ્તુની અપેક્ષાએ હોઈ શકે જ નહીં. કારણ કે દીવાસળી ગમે તેને ઘેર જાય પણ કાર્ય પ્રવૃતિ જુદી જુદી કરશે. અર્થાત્ ઝવેરીના ઘેર આવેલી દીવાસળી લાખોના સોદામાં ઉપયોગી થશે. તેવી જ રીતે ગાંધી, કણીયા, કાપડિયા વિગેરે પ્રત્યેક વેપારીને ત્યાં વિવિધરૂપે ઉપયોગી નીવડશે. જેથી તીર્થકર મહારાજ તો દીપક સમાન વસ્તુની કિંમત જણાવનારા હોવાથી તેમની કિંમતમાં ઘટાડો થતો નથી.
આ તો ઝવેરાતની પેટી છે? જેથી ઝવેરાતવાળી પેટીની કિંમત ઝવેરાતને લીધે જગ જાહેર છે. અને હાય તે સંજોગોમાં એકસરખી જ છે.
શંકા-ઝવેરાત ભરેલી પેટી હોય અને એક ખાલી પેટી હોય તે બંનેની કિંમત એક સરખી છે ? નહીં. તેવી રીતે તીર્થકર ભગવાન તેમ નથી; પોતે જ્યોતિ સ્વરૂપ છે, પોતે અઢાર દોષ રહિત થયા છે; બલ્ક અણમોલાં ઝવેરાતોથી ભરપૂર છે.
જગતમાં અનાદિકાળથી દોષને ગુણ માનવાની પ્રવૃતિ થઈ ગઈ છે.
ઇન્દ્રિયોના દોષને ગુણ માનતા નથી. લુલા, લંગડા, અને કાણા, બોબડા, ને ગુણવાન કહેતા નથી અર્થાત્ પૌગલિક દ્રષ્ટિના ગુણ દોષમાં તો તમે નિપુણ છો. પણ અણસમજ (ગોટાળો) ક્યાં ચલાવો છો? કદાચ બેઈમાન વેપારી એટલે કે નીતિભ્રષ્ટ વ્યાપારી પણ હિસાબમાં તો ગોટાળો ન જ હાંકે પણ દસ્તાવેજમાં જ ગોટાળો હાંકે છે. દુનિયામાં શાણા મનાતા ડોળઘાલુ વ્યાપારી દશ વિશ કે પાંચ પચાસનો ફેરફાર ન કરે ? એ તો લાખોનો દસ્તાવેજ હોય તેમાં જ ગોટાળો કરે છે!
આ આત્મા કડવાશને મીઠાશ માનવાવાળો થયો નથી એ તો ચોક્કસ છે, પણ ફક્ત વાંધો માત્ર દસ્તાવેજમાં છે કેમ ? વિચારો !!! શોચો છે. તમારા આત્માનું આમાં શું !! આત્મા પૌગલિક પદાર્થોને મારા કરી ચાલે છે. ઘરબાર, દુકાન, ગાડી, ઘોડા હવેલી, એ સર્વ શું તારું છે ? કહે છે કે અમારે કાળા ધોળાનો ફરક નહીં પણ વાત એ છે કે આખા દસ્તાવેજમાં તફાવત ? ખરેખર પોગલિક એ જડનું ઘર, અને ચૈતન્યવંત એવો હું તેનો માલિક !! જરા શાંતિથી વિચારો !! સરકારને ત્યાં પણ ત્રણ, પાંચ, આઠ, બાર, ત્રીશ અગર પચાશ વરસની મુદતના દસ્તાવેજ જુના થઈ જાય તો જુટ્ટો દસ્તાવેજ પણ સાચો ઠરી જાય. એટલે કે સરકાર પણ પાંચ પચીસ, વરસની મુદત થાય તો તેના સાચા ખોટામાં ઊતરતી નથી. તો પછી અનાદિ કાળના જુદા આત્માને તો કેમ ઠરાવી દય? જગતમાં એક જ મહાપુરુષ સાચો દસ્તાવેજ સમજાવે છે. આપણે તો અનાદિ કાળના જુદા દસ્તાવેજનો જ અમલ કરી રહ્યા છીએ. આપણને તે પરોપકારી સન્માર્ગમાં લાવે છે. જ્યારે આપણને અઢાર દોષને દોષ માનવા પણ મુશ્કેલ થઈ પડે છે. ત્યારે તે મહર્ષિએ તો તે અઢારે દૂષણોને છોડ્યા, તેનું ફળ મેળવ્યું તેમજ અખતરો (experiment) કરી સિદ્ધ કરી બતાવ્યું. છતાં અરિહંત પદને પ્રથમ માનવા કોણ તૈયાર ન હોય “વિશુદ્ધ નામેવ વત્ર" ઉપજાવ્યું જેમણે સર્વ જીવોને તત્વ સમજાવ્યું. ઇદ્ર ચક્રવર્યાદિકાને પણ આરાધ્ય તે અરિહંતપદનું તમે ધ્યાન કરો !!!
હવે અરિહંતપદ પ્રથમ શા માટે ? સિધ્ધપદ બીજું શા માટે ? તથા સાકાર નિરાકાર અને ઉપકારીના ઉપકારમાં શાસ્ત્રકારો કેવી રીતે તરતમતા સમજાવશે ? તે આપણે શ્રી સિધ્ધપદની વ્યાખ્યામાં વિચારશું.
सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानसर्वधर्माणां, जैनंजयतिशासनम,. ॥
इति ॐ शान्तिः