________________
૩૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ કેવળ તીર્થંકરોને જ અરિહંત પદમાં ન લઈએ તો બકરી કાઢતાં ઊંટ પસી જાય છે અરિહંત પદના આત્માઓ સિદ્ધ સરખા વિશિષ્ટ ગુણી પણ નહીં ! અને સામાન્ય કેવળી સરખા પણ સમગુણી તે નહીં. અત્રે શંકા એ ઉદ્ભવે છે કે આપણે ગુણના પુજારી નથી, નહીં તો આપણે પહેલા “નમો સિદ્ધા” બોલવું જોઈતું હતું, તો પછી તમે “નમો અરિહંતા” એ પદ પહેલા કેમ મૂક્યું? એટલે કે અરિહંતોને પ્રથમ શા માટે લીધા ?
સમાધાન-એક ગુફામાં હજારો મનુષ્યો છે, અને ગુફામાં ઘોર અંધારું છે જે વખત અંધારું છે તે વખતે પણ સ્પર્શ, રસ, ઘાણ, અને શ્રોત્રેન્દ્રિયનું જ્ઞાન છે. એટલે બધી ઇન્દ્રિયોના જ્ઞાન પ્રવર્તે છે; પણ ચક્ષુ જ્ઞાન નથી તો પણ ઘણીજ મુંઝવણ ઉત્પન્ન થાય છે. એક ચક્ષુનો વિષય ન થાય તે વખત ગભરાટ કોને થાય? દેખતાને, !! આંધળાને તો બધું સરખું ! આંખવાળાને અને આંધળાને જમીન આસ્માન જેટલું અંતર છે. મૂંઝવણની અથડામણમાં કોઈક મનુષ્ય “ચકમક” પાષાણ ઘસ્યો, અગ્નિ ઝરાવ્યો, અને કાકડો કર્યો, બધાએ કાકડાના અજવાળામાં દોડાદોડ કરી અને અંતે સેંકડો મનુષ્ય કાકડા ક્ય, આ કાકડા કરનારાઓમાં કંઈ ફરક છે ?
“લાકડા તોલવાના કાંટે મોતી નહીં તોળાય” બુદ્ધિપૂર્વક વિચારીએ તો આ બધા કાકડાના પ્રકાશમાં ફરક નથી પણ ધન્યવાદને પાત્ર વધારે કોણ ?
(સભામાંથી) : પ્રથમ કાકડો સળગાવનાર !
પ્રથમ સળગાવનારને જેટલી શાબાશી આપીએ તેટલી ઓછી છે, કારણ કે પ્રથમ કાકડો સળગાવનાર ન હોત તો શું થાત ? પ્રથમ જ્યોત પ્રગટાવનાર ન હોત તો બીજા બધા કાકડાવાળાને ધૂળ જ ફાકવી પડત, જૈન શાસનમાં પહેલવહેલું આત્મસ્વરૂપ જાણવું, સર્વ સાવદ્યનો ત્યાગ, સંવર માર્ગમાં પ્રવૃત્તિ, કેવળજ્ઞાન મેળવવું તે બધું ધર્મ પ્રવર્તક તીર્થકરોને જ આભારી છે. બીજા બધા તો કાકડા સળગાવનારામાંથી કાકડા સળગાવનારા છે. એટલે કે તીર્થકર દ્વારાએ બીજાઓ કેવળ જ્ઞાનાદિ લક્ષ્મી મેળવનારા છે.
આદ્ય કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનાર, કેવળ જ્ઞાનનો રસ્તો પ્રવર્તાવનાર તો તે અરિહંત ભગવાન જ છે, તેમના ઉપદેશથી બીજા જો કે કેવળ જ્ઞાની થાય છે કેવળ ખરાં ! તે દરેકના જ્ઞાન સરખાં છતાં અરિહંતના અનુપમ ઉપકારને લીધે જ તેમને મુખ્ય માનીએ છીએ. અહીંયા પ્રશ્ન ઉત્પન્ન થશે કે પહેલો કાકડો સળગાવનાર તેજ છે, અને બધા તે કાકડાથી કાકડા કરવાવાળા હતા છતાં કોઈ પોતાની મેળે સ્વયં કાકડો કરે તો, પહેલા પદની સમાન ગણાય ખરો કે નહીં? ના, પહેલાની માફકનો ગણાય જ નહીં ! કારણ કે પ્રથમ મોક્ષમાર્ગ તો અરિહંતે દેખાડેલ છે. બીજાએ તો શરૂ થયેલા માર્ગના હિસાબે રસ્તો નવો ઉત્પન્ન ર્યો, જે સ્વયંબુદ્ધ, અને પ્રત્યેક બુદ્ધ, થઈ પોતાની મેળે સ્વયં ચારિત્ર ગ્રહણ કરી, કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે સ્વતંત્ર છતાં તીર્થંકર મહારાજના તીર્થસ્થાપન પછી જ સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અને કેવળી થાય, તીર્થની આદિમાં તે બધા મોક્ષે ન જાય.
શંકા-તીર્થ ઉત્પન્ન થયા પહેલાં મરૂદેવીમાતા મોક્ષે ગયા, તેને તો કાકડાની સાથે સંબંધ નથી ને ? તીર્થ ઉત્પન થયું ન હોય અને કેવળ જ્ઞાની પણ ન હોય ત્યારે મોક્ષગામીઓ તીર્થકર જેવા ઉપગારી કેમ નહીં ? પહેલી રોશની પ્રગટાવનારને બીજો નમે છે ?
સમાધાન-કેવળીઓ ન નમે, પણ બીજા તો જરૂર નમે. આપણે કોના પ્રકાશથી તીર્થના