SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ - - , , , , ૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૯-૧૦-૩૨ સેવક બન્યા છીએ તે વિચારો છે. પહેલી રોશની પ્રગટાવનારના પ્રભાવે આપણે સેવના પામ્યા અને સેવ્ય સેવકભાવ અંગીકાર કર્યો. અતીર્થ સિદ્ધ કરતાં પણ અરિહંત વધુ પૂજ્ય છે. મરૂદેવા માતાના સંબંધને સવિસ્તર ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી આશ્ચર્ય તરીકે પતિપાદન કરે છે, બાકી આ ઉપરથી એ તો નિશ્ચય છે કે સાધુઓનું અસ્તિત્વ, શ્રાવકોની હૈયાતીમાં જ હોય એવું સાધુપણું માનનારાઓએ અતી સિદ્ધ ઉપર પણ હડતાળ મૂકવી જ રહી!! સાધુ સાધ્વીને દાતારની જરૂર ખરી પણ શ્રાવક શ્રાવિકા ઉપર તો નહીં જ !! જમાના પ્રમાણે વર્તન. શંકા-રૂષભદેવજી બાદ હજાર વર્ષે શ્રાવકનું અસ્તિત્વ મનાયું. તે દરમ્યાન શ્રાવકોનો સંઘ વિદ્યમાનતા ધરાવતો હતો કે ! તે મુજબ હજાર વર્ષ સુધીનું સાધુપણું શાસ્ત્રોમાં મનાયું છે કે નહીં? સમાધાન-હા, શ્રાવક-શ્રાવિકાની ગેરહાજરીમાં પણ તે સાધુપણું મનાયું છે. આ ઉપરથી એટલું તો નક્કી જ છે કે સાધુપણું શ્રાવક-શ્રાવિકા ઉપર તો નિર્ભર નથી જ !!! સંયમના સાધનો સમકિતી અગર મિથ્યાત્વી પાસેથી મળે એમાં કંઈ નિયમ નથી. અતીર્થ સિદ્ધભેદ વિચારી લેશો તો માલુમ પડશે કે તીર્થવિચ્છેદ હતું છતાં તેઓ પોતાના આત્માનું કલ્યાણ કરી શક્યા છે. જેમ ખદ્યોતનું અજવાળું જગતને કામ ન લાગે તેમ અતીર્થ સિદ્ધ કેવળજ્ઞાની પણ ખદ્યોત { પ્રકાશવત્ ગણી શકાય. આપણે તેમની અવજ્ઞા નથી કરતા પણ કાયદો જે કંઈ હોય તે કાયદાની વિરુદ્ધ એકાદ બે બનાવ બની જાય તેથી કાયદો, તે કાયદો થતો નથી. તેમજ તીર્થ થયા પછી સિદ્ધ થવું તેમાં અતીર્થ સિદ્ધનો તો અપવાદ જ છે. તેવી રીતે કોઈ કોઈ વખત અપવાદ રૂપે બનેલા દાખલા કાયદાને અસમર્થ બનાવવાને શક્તિવાન થતા જ નથી. બ્રહ્મચર્યનું પાલન કરનારે નવવિધ વાડનું બરાબર પાલન કરવું જોઈએ. પરંતુ સ્થૂલિભદ્રજીએ નવવિધ વાડ પર પાણી ફેરવ્યું કારણ કે વેશ્યાને ત્યાં ચાતુર્માસ કર્યું તેમાં કઈ વાડનો સમાવેશ થયો ? આમ છતાં પણ સ્થૂલભદ્રજીએ બ્રહ્મચર્યનું પાલન કર્યું તો તે નવ વાડનો કાયદો શું ખોટો ગણાય ? સંજોગવશાત્ એકાદ બે અપવાદ બની જાય તેથી તે કાયદાને તો બાધક થતા જ નથી તેવી જ રીતે કોઈ લાયક જીવો અતીર્થમાં પણ મોક્ષે જાય તેથી તે કેવળ અપવાદમાં જ ગણાય !!! અને તે કથંચિત્ કોઈક જ વખત બનનારા બનાવ હોવાથી દરેક તીર્થ આરાધવાથી જ મોક્ષે જાય !!! અતીર્થસિદ્ધ તો અસંખ્યાતે એક જ છે. પ્રથમ જગતમાં પ્રકાશ કરનાર, આત્મપદાર્થને બતાવનાર, ત્યાગને ફળસહિત દેખાડનાર, જે કોઈ હોય તો તે પ્રથમ અરિહંત જ છે. શબ્દ, રૂપ, રસ ગંધ, અને સ્પર્શની સમજણ કંઈક પડે છે પરંતુ આત્મા એ જગતની જાણમાં આવે તેવો પદાર્થ નથી. આત્મજ્ઞાન એ વિષય જગતના વ્યવહારનો નથી, કારણ કે શબ્દાદિ તે જે વ્યવહારના વિષય છે, અને તેથી જ હંમેશાં તે પ્રવર્તમાન છે, અઢાર ક્રોડાકોડી સાગરોપમ શબ્દ, રૂપ, રસાદિમાં ગયા, તે જમાનો જુગલીયાનો હતો, કે જેમાં ધર્મનો આત્માનો કે કર્મબંધનનો વિચાર પણ નહતો. ફકત વિચાર માત્ર સ્પર્શાદિનો એ જમાનો કેવો? શબ્દાદિ વિષયના ઉત્તેજકો માટે તે જમાનો કેવો ? જરૂર કહેવું પડશે કે તે ધર્મ વગરનો, અને તે જમાના પ્રમાણે ધર્મ માનીએ તો પ્રથમ આરામાં પ્રથમ આરા પ્રમાણે જ બીજા ત્રીજા આરાનો કાળ જાય છે છતાં ધર્મ કેમ નહીં ? અને ધર્મ શા માટે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy