SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી સિદ્ધચક્ર તા. ૨૯-૧૦-૩૨ અર્થાત્ ભવ્યાત્માઓએ તેરાપંથીના તીક્ષ્ણ તીરોથી મુંઝાવું નહીં પણ સમાધાનરૂપ સર્વાગ બખ્તર ધારણ કરવું ! આરાધના જ્યાં સુધી કર્મરૂપી બંધનથી આત્મા બંધાયેલ છે ત્યાં સુધી અરિહંતાદિક નવપદની આરાધના અતિ અગત્યની જ છે. • શંકા- આરાધના એકાંતે આદરણીય નથી તે શા માટે ? - સમાધાન કર્મના ક્ષયથી સર્વજ્ઞ થયા પછી આરાધના છુટી જ જાય છે. અરિહંતપદનો જાપ, ભક્તિ, અને સ્મરણ છોડવાલાયક જ નથી. પરંતુ જેની જરૂર જ નથી તે વાત તો ઉચ્ચ પદસ્થ માટે તદન ઉપયોગરહિત જ છે. કાષ્ટાદિ બાળવાના હોય ત્યાં સુધી અગ્નિ બળ્યા કરે તેમાં અગ્નિ શાંત થાય ત્યારે બાળવાપણું રહેતું નથી તે તો સ્વાભાવિક જ છે અર્થાત્ કાષ્ટ નહીં નાંખવાથી તે સ્વયં સમાપ્ત થાય છે. બાળવાલાયકપણું ન રહ્યું તો ઓલવવાનું હોય જ શાનું ! જ્યાં અગ્નિજ નથી ત્યાં ઓલવવાનું શું ? તેવી રીતે અહીં નવપદનું સ્મરણ, ધ્યાન, પૂજાદિક બધું આત્માના કર્મરૂપી લાકડાં બાળવા માટે અગ્નિ સમાન છે. જ્યાં સુધી કર્મરૂપી ઈધન બળી ગયું નથી ત્યાં સુધી ધ્યાનરૂપી અગ્નિ રહેવો જ ઘટે છે. દાહ્ય પદાર્થનો અગ્નિ સાથે સંબંધ છે. અગ્નિએ બાળવા લાયક બધા પદાર્થોને બાળીને આપો આપ સ્વયં ઓલવાઈ જાય છે. તેમ અરિહંતાદિકનું પૂજન, સ્મરણ, વિગેરે કર્મ બાળવા માટે અગ્નિરૂપે સ્થિર રહે છે, અને તે ક બળી જાય એટલે આપોઆપ ધ્યાનરૂપ અગ્નિ બંધ થાય છે. કર્મ ક્ષય સુધી નવપદના આલંબનની જરૂર છે. પણ તે કયા રૂપે કરવું? કેટલાકનું ધ્યાન, કેટલાકની સેવા વિગેરે અનેક પ્રકારોની ખંતપૂર્વક આરાધના કરવાની છે. પહેલી રોશની પ્રગટાવનાર પહેલાં તો અરિહંત કોને કહેવા ? શ્રીમાન્ રત્નશેખર સૂરીશ્વરજી જણાવે છે કે જગતના જેટલા કેવળ જ્ઞાનીઓ અને જેટલા તીર્થકરો છે તે બધામાં જરા પણ ફરક નથી, જો ફરક માનીએ તો તીર્થકર અને અતીર્થકરનું કેવળ જ્ઞાન જુદું માનવું પડે. કેવળ જ્ઞાન એક સ્વરૂપે જ માનીએ છીએ, પણ પ્રશ્ન એ રહે છે કે જ્યારે તેમ માનીએ છીએ તો તીર્થંકરને અધિક શા માટે ગણવા? “નમો વન” અને “નમો સત્રનુ” એ પદ કહેવા જોઈએ, “નમો અરિહંતા” એ પદ શા માટે? સર્વજ્ઞ, સર્વદર્શને, કેવળીને, અને યથાસ્થિત વસ્તુ કહેનારને નમસ્કાર ! આમ જ નમસ્કાર કરો !! વાત ખરી ! પ્રરૂપણાએ, કેવળજ્ઞાને, ક્ષીણ મોહનીયપણે અને વીતરાગપણે સામાન્ય કેવળીપણામાં તો અંશ પણ ફરક નથી, છતાં અહીં તીર્થકરને જ નમસ્કાર કેમ ર્યો ? સમાધાન- બીજા સમગ્ર કેવળીઓ સાધુપદમાં છે. ત્રીજે ભવે વીશ સ્થાનકની તપસ્યા કરી હોય એ જ બધા કેવળી થાય એવો નિયમ નથી, પણ તીર્થંકરોએ તો ત્રીજેભવે વીશ સ્થાનકની આરાધન કરેલી જ હોય. ત્રણ જ્ઞાન સહિત ગર્ભમાં આગમન, ચૌદ સ્વપ્નનું દર્શન, દેવદેવીઓ દ્વારા જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન મહોત્સવ, જોજનગામીની વાણી, વાણીમાં પાંત્રીશગુણ, એ કેવળ તીર્થકરમાં જ સંભવી શકે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy