________________
૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ તો પછી નવપદોનું આરાધન ક્યાં સુધી ?
ભોજન ભૂખ ભાંગવાના ઉદ્દેશથી કરાય છે, ભૂખ ભાંગ્યા પછી રસાદિકના સાવે કદાચ જીભ હા કહે, પણ મને અને મોટું તો તુરત ના જ કહેશે. જેઓ ઘાતિ કર્મ રહિત થયા હોય તેમને અરિહંતાદિકનું પૂજન, જાપ, જરૂરી નથી !!! જેમ ધરાયેલ મનુષ્ય ભોજન માંગે નહીં તો ચાલે પણ તેની પાછળ ભૂખ્યો મનુષ્ય યદિ ધરાયેલાની માફક આચરણ કરે તો જરૂર ભૂખે મરી જાય. તેવી જ રીતે આત્મા એ જ અરિહંત છે, સિદ્ધ છે, અને આચાર્ય ઉપાધ્યાયાદિક પણ છે. પરંતુ “બીજાને આરાધીને શું કરવા છે ?” એવી વિચારણા કર્મક્ષય થયા વગર નકામી જ છે.
અહીં અરિહંતાદિકનું આરાધન કેવળી ન કરે, તેમ આપણે પણ ન કરીએ તો શું થાય ?
જેને બેડી પડેલી છે તેને તો લુહારને બોલાવવો જ પડે તેવી રીતે અહીં જે ક્ષીણ મોહી સર્વજ્ઞ આરાધના ન કરતા હોય તો પણ આપણે તો આરાધના કરવી જ રહી ! જો તે દેખીને ન કરીએ તો આપણે તો બેડીમાં જડાયેલા જ રહીએ. તેરાપંથીનું સમાધાન.
શંકા- તમારા સાધુઓ તમને પૂજાનો ઉપદેશ આપે છે તો તે સાધુઓ પૂજા કેમ કરતા નથી? આ સવાલ તેરાપંથીઓ વારંવાર કરે છે. –
એનું સમાધાન એ છે કે તીર્થંકર દેવો તમને “નમો અરિહંતા” કહેવાનું કહેતા હતા તો તે ખુદ “નમો રિહંતા” એ પદ બોલાતા હતા ખરા? તીર્થકરો “નમો અરિહંતા” બોલતા ન હતા તો તમે કેમ બોલો છો ? છદ્મસ્થ અવસ્થામાં રહેલા તીર્થકરો તો સુમ પુદ્ગલોનું જ ધ્યાન કરતા હતા, છઘસ્થપણામાં પણ તેઓએ નવકારમંત્ર ગણ્યો નથી તો પછી તે તેમને (તેરાપંથીઓને) ગણવાનો ઉપદેશ શી રીતે આપી શકે ? એને જ એમ પૂછો કે તમારા તીર્થકરે નવકાર મંત્ર ગયો હતો ? યદિ તેમણે ન જ ગણેલ હોય તો તમને ગણવાનું કેમ કહ્યું ? ભૂખ્યો ભોજન કરે તે જગાએ ધરાયેલો ભોજન ન કરે તો થાય શું તે વિચારો !! હવે સ્પષ્ટ સમજ્યા હશો કે ભૂખવાળાએ ભોજન છોડી દેવાનું નથી. દાક્તર દવા ન ખાય તો દરદીએ દવા ન ખાવી ? (સભામાંથી-નાજી) ડોકટરને રોગ ન હોય તેથી તે દવાનો ઉપયોગ ન કરે તે ઠીક પરંતુ દરદી કહે કે તમે દવા ખાઓ તો જ હું ખાઉં એ તદન અનુચિત છે. ડોક્ટર દવા પીતો નથી, અને દરદીને આપે છે તો તે દવા કોઈએ લેવી નહીં એવો ઉપદેશ હિતેચ્છુ તો કદીએ ન આપે. કદાચ કોઈ આપે તો ખરેખર તેને દરદીનો દુશમન કહીએ તો પણ કંઈ અતિશયોક્તિ ન જ કહેવાય?
તેમજ અહીં પણ તીર્થંકરની પૂજાનો ઉપદેશ આપનારા સાધુઓ પૂજા નથી કરતા તો તમારે ન કરવી, એવું કહેનારા જીવો ભવ્ય જીવોના ભયંકર દુશમન છે. જેમના આરંભ, પરિગ્રહાદિક છૂટ્યા નથી તેમને દ્રવ્ય પૂજા અગત્યની છે, અને આરંભ પરિગ્રહાદિકના પૂરથી બચેલાઓ માટે તે દ્રવ્ય પૂજા અગત્યની નથી.
અરિહંતપણું થયા પછી અરિહંત ભગવાન કોઈ પણ પદની આરાધના કરતા ન હતા. કારણ કે એમના કર્મો નષ્ટ થઈ ગયેલા છે !! ધરાયો મનુષ્ય થાળી ન પકડે તે દેખી ભૂખ્યાએ થાળી ખસેડાય નહીં. કર્મથી ભરેલા આત્માએ કર્મ નષ્ટ કરવાના સાધનથી વિમુખ થવું જોઈએ નહીં.