SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 194 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી SAMBODHI પ્રતિબોધ પમાડી દીક્ષા અપાવી. હરિભદ્ર બ્રાહ્મણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી બન્યા. તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. પોતાના દરેક ગ્રંથમાં તેમણે પોતાની ઓળખ યાકિની મહત્તરા સાધ્વીના ધર્મપુત્ર તરીકે આપી છે. શ્રુત પરંપરાનાં સંવર્ધનમાં યાકિની મહત્તરાનો મોટો ફાળો છે. | વિક્રમની દસમી સદીમાં (વિક્રમ સંવત ૯૬૨માં) ગણા નામના સાધ્વીજી થયા. તેમણે ઉપમિતિભવપ્રપંચ કથાની પ્રથમ પ્રત લખી હતી, તેનો ઉલ્લેખ સ્વયં સિદ્ધર્ષિ ગણિએ કર્યો છે. ગણા સાધ્વી દુર્ગ સ્વામીના શિષ્યા હતા. | વિક્રમની અગિયારમી સદીમાં (વિક્રમ સંવત ૧૮૬૦-૧૧૧૦માં) મહત્તરા શ્રી કલ્યાણમતિ નામના સાધ્વીજી થયાં. સાધ્વી કલ્યાણમતિ ખરતરગચ્છના તે સાધ્વી છે જે આ ગચ્છના પ્રથમ મહત્તરા બન્યાં. યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલીના અનુસાર કલ્યાણમતિને “મહત્તરા” પદ આચાર્ય વર્ધમાનસૂરિએ પ્રદાન કર્યું હતું. તેમના હાથે જિનેશ્વર અને બુદ્ધિસાગર આ બે ભાઇઓ અને તેમની બહેન કલ્યાણમતિની દીક્ષા થવાનો પણ ઉલ્લેખ છે. જિનેશ્વર અને બુદ્ધિસાગર જન્મજાત બ્રાહ્મણ હતા, એથી કલ્યાણમતિ પણ નિશ્ચિત રૂપથી બ્રાહ્મણકુળમાં જ જન્મ્યા હતાં. ભાઇઓએ અપનાવેલા પથને સમુચિત જાણીને કલ્યાણમતિએ પણ પ્રવ્રજ્યા સ્વીકારી લીધી હતી. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયમાં વૈશિસ્ય પ્રાપ્ત કરીને તે “મહત્તરા” પદ પર આરૂઢ થયાં. સંવત્ ૧૦૯૫માં શ્રી ધનેશ્વરસૂરિએ પ્રાકૃતમાં ચાર હજાર ગાથા પ્રમાણ સુરસુંદરી કથા' રચી, તેમાં ગુરૂ બહેનનું અલંધ્ય વચન જ એકમાત્ર કારણ છે, એમ સૂચિત કર્યું છે. સુર સુંદર વથામાં મહત્તરા શ્રી કલ્યાણમતિની પ્રેરણા પ્રધાન કારણ છે. | વિક્રમની બારમી સદીમાં વિક્રમ સંવત ૧૧૭૫માં) આનંદશ્રી મહત્તા અને વિરમતિ ગણિની નામના બે સાધ્વીજીએ મલધારિ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીને વિશેષાવશ્યકભાષ્યની સાડત્રીસ હજાર શ્લોક પ્રમાણ વૃત્તિ રચવામાં સહાય કરી હતી. તેમાં અન્ય પાંચ સાધુ ભગવંતો (પં. અભયકુમાર, ૫. ધનદેવ ગણિ, પં. જિનભદ્ર ગણિ, ૫. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર) હતા. તેમાં ઉલ્લેખ છે કેઆ બે સાધ્વીજીને સૂરિજીએ ઉચ્ચ અભ્યાસ માટે ધારા મોકલ્યાં હતાં. એ જમાનામાં સાધ્વીજી ઉચ્ચ કોટિનું અધ્યયન કરતાં અને શાસ્ત્રની રચનામાં સહયોગી પણ બનતાં. વિક્રમની બારમી સદીમાં વિક્રમ સંવત ૧૧૬રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની ખંભાતનગરે આચાર્યપદવી થઇ. આ સમયે માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી દીક્ષા લીધી. નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે પ્રવર્તિનીને સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. વિક્રમ સંવત ૧૨૦૭માં માતા પૂજ્ય પ્રવર્તિની પાહિનીજીએ અનશન કર્યું. શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. એમના શબની શિબિકા ત્રિપુરુષ-ધર્મસ્થાનના બાવાઓએ તોડી નાખી એટલે આચાર્યશ્રીએ એ વાત રાજા કુમારપાલને જણાવી. રાજવીએ તેઓને યોગ્ય શિક્ષા કરી. પ્રવર્તિની પાહિનીજીને કારણે જિનશાસનને ત્રણ લાખ શ્લોકની ભેટ મળી.
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy