SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XLI, 2018 શ્રતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન 193 193 (૨) સાધ્વીજીઓ દ્વારા શ્રુતસાધના અને શાસન-પ્રભાવનાના કાર્યો પ્રસ્તુત ભાગમાં શ્રુતસાધનામાં પૂજય સાધ્વીજી ભગવંતોનાં પ્રદાન વિષે ઉપલબ્ધ થતા આવા છૂટા છવાયા ઉલ્લેખોને એકત્રિત કરીને કાળક્રમે રજૂ કરવાનો ઉપક્રમ છે. શ્રી સુધર્માસ્વામીજીની પરંપરામાં આર્યા શ્રી ચંદનબાળાજી પછી સ્થવિરાવલિમાં સર્વ પ્રથમ આચાર્યશ્રી સ્થૂલભદ્ર સ્વામિની સાત બહેન સાધ્વીજી ભગવંતોનો ઉલ્લેખ આવે છે. તે જમાનામાં સાધ્વીજી ભગવંતો સીધા આચાર્ય ભગવંતના શિષ્યાઓ બનતા હતાં. (કદાચ એટલે જ તેમની સ્વતંત્ર પરંપરા નથી લખાઈ) તેઓ આચાર્ય શ્રી સંભૂતિવિજયના શિષ્યાઓ હતાં. આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામિજીના શિષ્યો આર્ય શ્રી સુહસ્તિસૂરિજી અને આર્ય શ્રી મહાગિરિસૂરિજી એક પછી એક એમ બંને બાલ્યાવસ્થામાં આર્યા યક્ષાના આશ્રયે પળ્યા છે, માટે પટ્ટાવલી માં આ બંને આચાર્યવયની આગળ આર્ય શબ્દ યોજવામાં આવેલ છે. આર્યા યક્ષાના આગ્રહથી તેમના નાના ભાઈ શ્રીયકમુનિએ ઉપવાસ કર્યો. તેમાં તે કાળધર્મ પામ્યા. આર્યા યક્ષાને આઘાત લાગ્યો. પોતાના અપરાધભાવને દૂર કરવા તેઓએ શ્રી સીમંધર પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત લેવાનો આગ્રહ કર્યો. દેવતાની સહાયથી શ્રી સીમંધર પ્રભુ પાસે ગયા. શ્રી સીમંધર પ્રભુએ તેમને ચાર અધ્યયન ઉપદેશ્યા. આર્યા યક્ષાએ પાછા આવી તે ચાર અધ્યયન શ્રમણસંઘને સંભળાવ્યાં. તે ચાર અધ્યયનોમાં બે અધ્યયન ભાવના અધ્યયન અને વિમુક્તિ અધ્યયનનાં નામે આચારાંગસૂત્રમાં સમાવ્યાં અને બે અધ્યયન રતિકલ્પ અધ્યયન અને વિવિક્તચર્યા અધ્યયનનાં નામે દશવૈકાલિકસૂત્રમાં ચૂલિકારૂપે સમાવ્યાં છે. આર્યા યક્ષાના પ્રભાવે શ્રી સીમંધર પ્રભુ પાસેથી ચાર અધ્યયન મળ્યાં. આર્યા યક્ષાનો સમય વીર સંવત ૧૬૦ છે. (વિક્રમ સંવત પૂર્વ ૩૧૦ વર્ષ એટલે લગભગ આજથી ૨૩૮૩ વર્ષ). પરમાત્મા મહાવીરદેવનાં નિર્વાણ પછી ચારસો વરસ બાદ (વિક્રમ પૂર્વ બીજી સદીમાં) કલિંગરાજ ભિખુરાય ખારવેલ પરમ જૈન થયા. તેમણે કલિંગમાં આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિની (વીર સંવત ૩૩૦) અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી. “હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું છે કે, આ મુનિસંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આચાર્ય બલ્લિસ્સહસૂરિ, દેવાચાર્ય, આચાર્ય ધર્મસેન વગેરે બસો શ્રમણો, આ.સુસ્થિતસૂરિ વગેરે ત્રણસો વિકલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે ત્રણસો શ્રમણીઓ, રાજા ભિખુરાય, સીવંદ, ચૂર્ણક, સેલક વગેરે સાતસો શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે સાતસો શ્રાવિકાઓ એકઠાં થયાં હતાં. વાચનામાં અગિયાર અંગો અને દસ પૂર્વેના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આર્યા પોઈણીએ શ્રુતની રક્ષામાં પ્રદાન કર્યું છે. | વિક્રમની આઠમી સદીમાં યાકિની નામના મહત્તરા સાધ્વીજી થયા. તેમણે હરિભદ્ર બ્રાહ્મણને
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy