SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XL, 2018 શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન 195 ભૂતકાળમાં સાધુભગવંત પણ સાધ્વીજી ભગવંતના સ્વાધ્યાય માટે ગ્રંથ બનાવતા હતા. સાધ્વીજી ભગવંતોની પ્રેરણા અથવા અનુનયથી પ્રેરિત થઈને આચાર્યો અને વિદ્વાન્ મુનિઓએ આગમગ્રંથોને જન-સુલભ ભાષામાં રચના કરીને બધાં માટે ઉપયોગી બનાવ્યા હોય તેવા અનેક ઉદાહરણ ઇતિહાસમાં ઉપલબ્ધ છે. અહીં તેમાંના કેટલાંક ઉલ્લેખ જ પ્રસ્તુત કર્યા છે. | વિક્રમની તેરમી સદીમાં વિક્રમ સંવત ૧૨૨૭માં ગણિની શ્રી અપરાશ્રી નામના સાધ્વીજી થયાં. કુમારપાળ રાજાના સમયમાં રાહડ નામક એક શ્રાવકે સંવત્ ૧૨૨૭માં “શાંતિનાથ ચરિત્રની રચના કરી, તેમાં ગણિની અપરાશ્રીનો ઉલ્લેખ કરાયો છે. તેની એક તાડપત્ર પ્રતિ (સંખ્યા ૧૧૨) સંઘવી પાટણ જૈન જ્ઞાન ભંડારમાં છે. વિક્રમની તેરમી સદીમાં વિક્રમ સંવત ૧૨૪૧માં પ્રભાવતી મહત્તરા નામનાં સાધ્વીજી થયાં. તેમની દીક્ષા વિક્રમ સંવત ૧૨૪૧માં શ્રી જિનપતિસૂરિજીના હાથે ફલૌદીમાં થઇ હતી. તે સમયે તેમનું નામ “ધર્મદેવી' રખાયું. વિક્રમ સંવત ૧૨૬૫માં જાબાલિપુરના વિધિ ચૈત્યાલયમાં જ્યારે સૂરિજીએ મહાવીર પ્રતિમાની સ્થાપના કરી, તે સમયે શ્રી જિનપાલગણિને ઉપાધ્યાય પદ અને પ્રવર્તિની ધર્મદિવીને મહત્તરા' પદથી અલંકૃત કરાયા, તથા તેમનું નામ “પ્રભાવતી' રાખવામાં આવ્યું. ધર્મદિવી એક વિદુષી સાધ્વી હતા, તેમણે સંવત્ ૧૨૬૩ ફાગણ વદ ૪ના દિવસે લવણખેડામાં “પ્રવર્તિની’ પદ આપવાનો પણ ઉલ્લેખ છે. શ્રી જિનવલ્લભસૂરિ કૃત “પિઇવિશુદ્ધિ પ્રશરની ટીકા આચાર્ય શ્રી યશોદેવસૂરિજીએ લખી, તેમાં પણ તેમના નામનો ઉલ્લેખ છે. આની પ્રતિ જિનભદ્રસૂરિ તાડપત્રીય ગ્રંથ ભંડારમાં છે. તેરમી સદીમાં પ્રવર્તિની સાધ્વી શ્રી ચંદ્રકાંતિ થયા. તેઓ આગમિકગચ્છના આચાર્યશ્રી જિનપ્રભસૂરિના પ્રવર્તિની હતા. શ્રી ચંદ્રકાંત મહાસાધ્વીની વિનંતી પર “મલ્લિ જિન' (૧૯માં તીર્થકર) અપભ્રંશમાં રચ્યું. રચના તેરમી સદીના અંતની છે. વિક્રમની ચૌદમી સદીમાં વિક્રમ સંવત ૧૩૦૦માં રતશ્રી ગણિની નામના સાધ્વીજી થયાં. તેઓ યાકિની મહત્તરા જેવા જ બહુશ્રુત, પ્રભાવશાલિની અને વિદુષી સાધ્વી હતા. ચંદ્રગચ્છના આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય સિદ્ધસારસ્વત આચાર્ય શ્રી બાલચંદ્રસૂરિજીએ વિક્રમ સંવત ૧૩૦૦માં વસન્તવિત્નામાવ્ય' રચ્યું તેમાં પોતાને આ મહાન શ્રમણીના ધર્મપુત્ર કહ્યાં છે. આચાર્ય બાલચંદ્રસૂરિજી ઉચ્ચકોટિના વિદ્વાન્ હતા. તેમણે વિવેવમર, ૩પદ્દેશ વેન્ડની ટીવા, વાવઝાયુથનાટક્ક પણ લખ્યા છે. | વિક્રમની પંદરમી સદીમાં વિક્રમ સંવત ૧૪૯૧માં શ્રીધર્મલક્ષ્મી મહત્તરા નામના સાધ્વીજી થયાં. આનંદ મુનિ ઓસવંશીએ સંવત્ ૧૫૭૭ માં મંડવુ (માંડવગઢ)માં થર્પત્ની મદત્તર ભા. ૫૩ પદ્યમાં લખ્યું. તેના અનુસાર ધર્મલક્ષ્મીજી ઓસવાલ વંશના પિતા મેલાઈ (મેલ્ય) અને માતા રામવિની કન્યા હતી. ૭ વર્ષની અલ્પાયુમાં જ સંયમ ગ્રહણ કરવાની બલવતી ભાવના જોઈને શ્રી રતસિંહસૂરિએ આમને સંવત્ ૧૪૯૯માં દીક્ષા પ્રદાન કરી. આપ રતચૂલા મહત્તરાના શિષ્યા બન્યાં. આપે ૧૧ અંગોનું અધ્યયન કર્યું, છ ભાષાઓના જ્ઞાતા બહુશ્રુતી અને સંયમનિષ્ઠ જીવનને જોઈને સંવત્
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy