SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ vol. XXXVI, 2014 જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણસંરક્ષણ 169 “વો પર ઉમg પથવુિં વચ્ચે વા પવિત્તત્તિ ” અહીં જમીન ખોદવાનો નિષેધ કરવામાં આવ્યો છે. તેનાથી અતિ સૂક્ષ્મ જંતુઓની પણ હિંસા થાય છે. જંતુયુક્ત પાણી પીવાનો અને પ્રાણીઓને મારવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જેમ કે, 'यो पन भिक्खु सझिनो पाणं जीविता वारोपेय्य पाचित्तियन्ति । ... यो पन भिक्खु जीनं सप्पाणकं उदकं परिभुञ्जेय पाचित्तियन्ति । અહીં પ્રત્યક્ષ હિંસાનો સ્પષ્ટ નિષેધ છે. તૃણ-વૃક્ષ વગેરે કાપવાથી પણ દોષ લાગે છે. તથાગતે સ્પષ્ટ કહ્યું છે : “ભૂત પતિવ્યતિય પરિત્તિનિત જ કુટિનિર્માણ માટે સ્થળ પર કે તેની આસપાસનાં વૃક્ષો કાપવાનો પણ નિષેધ છે. પગના પાદત્રાણ કે ચંપલ બનાવવા માટે વૃક્ષની છાલનો ઉપયોગ કરવાનો નિષેધ કરતાં તે કહે છે: “ભિક્ષુઓએ તાલપત્રની., વાંસની., તૃણની... મુંજની... કમળપત્રની... પાદુકાઓ ધારણ કરવી ન જોઈએ. અહીં એમણે વૃક્ષોમાં-વનસ્પતિમાં પણ જીવ હોવાનું સ્પષ્ટ વિધાન કર્યું છે. “નીવસમ્બિનો હિ, fમવરઘવે, મનુ મુવમgf /૭ મનુષ્ય વૃક્ષવનસ્પતિમાં જીવ હોવાનો ખ્યાલ રાખે છે. તેથી વૃક્ષોને કાપવાં તે પણ હિંસા જ છે. તેમની દષ્ટિએ, પ્રાણીઓની હિંસા પણ વર્જિત હતી. અભક્ષ્ય માંસના સંદર્ભમાં “મનુષ્ય..હાથી.. ઘોડા..શ્વાન..સાપ..સાપ..વાઘ..ચિત્તો...વગેરેનું માંસ ન ખાવું જોઈએ”, તેવું તેમનું વિધાન હતું – તે વખતે ગૌતમ બુદ્ધ ભિક્ષુઓને માટે મહાધે શય્યાનો નિષેધ કર્યો હતો. ત્યારે ભિક્ષુઓ સિંહ, વાઘ, ચિત્તો વગેરે પ્રાણીઓનાં ચર્મ પણ ધારણ કરતા હતા તથા સૂવા માટેની પાટ કે ખાટલાના માપ પ્રમાણે કાપીને તેની ઉપર પાથરતા હતા. ગૌતમ બુદ્ધે આ વાત જાણી અને તેનો નિષેધ કરીને કહ્યું કે “મેં તો અનેક પ્રકારે પ્રાણહિંસાની નિંદા કરી છે અને પ્રાણ-હિંસાના ત્યાગની પ્રશંસા કરી છે.” “.fમવFEવે... ननु भगवता अनेक परियायेन पाणतिपातो गरहितो, पाण्ततिपाता वेरमणि पसत्था... । न भिक्खवे गोचम्म धारेतब्बे ।" મનુષ્ય હત્યાના સંદર્ભમાં તેમણે જણાવ્યું છે કે “જે ભિક્ષુ જાણી સમજીને મનુષ્યની હત્યા કરે, અથવા (આત્મહત્યા માટે) શસ્ત્ર મેળવી આપે, અથવા મૃત્યુની પ્રશંસા કરીને મૃત્યુ માટે પ્રેરિત કરે... તો તે ભિક્ષુને પારાજિકનો દોષ લાગે છે. ...(સંઘમાં) સહવાસને માટે અયોગ્ય બને છે”. અત્યંત અનુકંપાશીલ અને કરુણામય આ મહામાનવે અહિંસાના માહાત્મ વિશે વારંવાર ઉપદેશ આપ્યો છેઃ “સત્તાનં ૩૫ વત્વા ને થાત” કહીને “ગાવત્ સર્વ ભૂતેષુ” – પ્રત્યેકને આત્મવત્ – પોતાના જેવા જ ગણવાનો ઉપદેશ આપ્યો છે. અહિંસાનો મૂળ આધાર આત્મવત્ દૃષ્ટિ છે. મૈત્રી અને કરુણા તેનો વિધાયક ભાગ છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy