SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 168. નિરંજના વોરા SAMBODHI જૈન અને બૌદ્ધધર્મમાં પર્યાવરણ સંરક્ષા અને શુદ્ધિની સમસ્યાનું બે રીતે નિરૂપણ થયું છે : (૧) જીવન જીવવાની પદ્ધતિ એવી હોય કે જેથી પ્રકૃતિનાં તત્ત્વોનો વિનાશ ન થાય તથા જળવાયુ જેવાં પ્રાકૃતિક તત્ત્વો દૂષિત પણ ન થાય. આ બાહ્ય રીતે થતું પર્યાવરણ સંરક્ષણ છે. (૨) ક્રોધાદિ કષાયોમાંથી મુક્તિ તથા અહિંસા, મૈત્રી, કરુણા જેવી ભાવનાઓની પરિપૂર્ણતા આંતરિક પર્યાવરણને શુદ્ધ કરે છે. જૈન સાધનામાં ધર્મનાં બે સ્વરૂપ સ્વીકારાયાં છે. એક શ્રુતધર્મ અને બીજો ચારિત્રધર્મ. શ્રતધર્મનો અર્થ બે જીવાદિ નવ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન અને તેમાં શ્રદ્ધા તથા ચારિત્રધર્મનો અર્થ છે સંયમ અને તપ. બૌદ્ધધર્મમાં પણ સમ્યક આચાર-વિચારને પ્રાધાન્ય અપાયું છે. અહિંસક આચાર-વિચાર અને પ્રાકૃતિક તત્ત્વોની સુરક્ષા : આચારાંગ સૂત્રમાં અહિંસાના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધાર પર સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે. મહાવીર સ્વામીએ પ્રબોધ્યું કે “સને સત્તાન દંતવ્ય ' કોઈપણ પ્રાણીનો વધ ન કરવો જોઈએ. સાધુ અને શ્રાવકો માટેના અધિકાંશ નિયમ આ દષ્ટિએ જ નક્કી કરવામાં આવ્યા છે. જૈનદર્શનમાં આ અહિંસા અને સર્વ જીવો પ્રત્યે આત્મીયતાના ભાવનો-મૈત્રીભાવનો વિશેષરૂપથી ઉપદેશ આપવામાં આવ્યો છે. વનસ્પતિ પણ સજીવન હોવાને નાતે અને જીવજંતુઓની સાથે પણ અહિંસક આચાર-વિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એક નાનકડા પુષ્પને પણ ડાળી ઉપરથી ચૂંટવાનો નિષેધ છે, તો પછી જંગલો કાપવાઉજાડવાનું કેવી રીતે શક્ય બને? પાણીમાં પણ અનેક નાનાં જીવજંતુઓ હોય છે એટલે પાણીનો ઉપયોગ પણ અનિવાર્ય હોય એટલો અને સાવધાનીથી કરવાનો છે. રાત્રિના સમયે દીપક પ્રગટાવીને કાર્ય કરવાનો નિષેધ છે. દીપકની આસપાસ નાનાં નાનાં જંતુઓ ઊડવા લાગે છે અને તેમનો નાશ થાય છે. અતઃ જીવહિંસાની દૃષ્ટિએ દીપકના પ્રકાશમાં કાર્ય કરવાનું નિંદનીય માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનાં વચનોમાં પણ પ્રાકૃતિક પરિવેશનો વારંવાર પરિચય મળે છે. વાસ્તવિક દષ્ટિએ તો બુદ્ધવચનોને સમજવા માટે પ્રકૃતિનો પરિવેશ જ એક કોશ સમાન છે. પોતાના સિદ્ધાંતોને અભિવ્યક્તસ્પષ્ટ કરવા માટે બુદ્ધ પ્રકૃતિના સન્નિવેશમાંથી જ કોઈ ને કોઈ ઘટના અથવા તત્ત્વ કે પદાર્થને દષ્ટાંત તરીકે રજૂ કરે છે. આ પ્રકૃતિનાં પ્રત્યેક તત્ત્વો પ્રત્યે તેમનું મન સમભાવપૂર્ણ અને સંવેદનશીલ છે. પોતાની તપશ્ચર્યાનું વર્ણન કરતાં તેઓ કહે છે કે “સારિપુત્ર ! મારા વિહાર વખતે પ્રાણીઓ અને નાનાં જીવજંતુઓ પ્રત્યે ખૂબ ધ્યાન રાખીને જ હું જવર-અવર કરતો હતો ! એવી મારી કરુણા હતી. જળબિંદુઓ પ્રત્યે પણ મારી અનુકંપા હતી. વિષમ સ્થાનોમાં રહેતા શુદ્ર જીવોની હિંસા ન થઈ જાય તે માટે હું સતર્ક રહેતો હતો'. - વિનયપિટકમાં ભિખુપાતિમોક્નમાં ભિક્ષાઓ માટે જે નિયમ દર્શાવ્યા છે, તેમાં પણ પ્રાકૃતિક તત્ત્વોની સુરક્ષાની ભાવના પ્રગટ થાય છે. પાચિત્તિયના દસમા નિયમમાં કહ્યું છે :
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy