SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 170 'નિરંજના વોરા SAMBODHI સર્વ પ્રત્યે અહિંસક ભાવના રાખનાર જ આર્ય હોવાનું સમજાવતાં કહે છે : न तेन अरियो होति येन पाणानि हिंसति । अहिंसा सब्बपाणानं अरियो 'ति वुच्चति ॥ હિંસક પરંપરાનો પ્રતિરોધ કરવા માટે, દંડવૃત્તિ-શિક્ષા કરવાની ભાવનાનો પણ ત્યાગ કરીને અ-વેરનો માર્ગ ઘોતિત કર્યો છે : न हि वेरन वेरं सम्मति इध कुदाचन । अवेरन हि सम्मतो वेरं, एसो धम्मो सनंतनो ॥ જૈન ધર્મશાસ્ત્રમાં પણ આ ભાવનાઓનું નિરૂપણ વિવિધ રીતે થયેલું જોવા મળે છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે સર્વને પોતાનું જીવન પ્રિય છે, માટે કોઈનો વધ ન કરો. “જોfઉં નીતિં દ્ધિ ” (આચારાંગ ૧-૨-૩-૪) અન્યત્ર કહ્યું છે : __ संधिं लोगस्स जाणित्ता आयओ बहिया पास । તાં જ દંતા જ વિઘાત . (આચારાંગ-૧,૩, ૩, ૧) આ લોક-આ જીવન ધર્માનુષ્ઠાનની સંધિ-વેળા છે એમ જાણીને-પ્રાણીઓને આત્મસદશ સમજીને કોઈની હિંસા ન કરે, કોઈને દુઃખ-આઘાત ન પહોંચાડે. અહિંસાનું અધિષ્ઠાન જ મનોવૈજ્ઞાનિક સત્ય છે. તેમાંથી જ આંતર-બાહ્ય શાંતિ-સુખ અને સંવાદિતા સ્થપાય છે. બૌદ્ધદર્શનમાં કેવળ ક્રિયાત્મક જ નહિ પણ મન-વચન-કાયા-એમ ત્રિવિધ અહિંસાનું પ્રતિપાદન થયું છે. તેવી જ રીતે જૈનદર્શનમાં પણ જીવનવ્યવસ્થાના સંદર્ભમાં અહિંસાના ચાર સ્વરૂપનું નિરૂપણ થયું છે : સંકલ્પજા, વિરોધજા, ઉદ્યોગજા અને આરંભના હિંસા. (૧) સંકલ્પજા (સંકલ્પી અહિંસા) : સંકલ્પ અથવા વિચારપૂર્વક હિંસા કરવી. આ આક્રમણાત્મક હિંસા છે. (૨) વિરોધજા : પોતાની અથવા બીજા લોકોના જીવન અને અધિકારોના રક્ષણ માટે વિવશતાપરા હિંસા કરવી. આ સુરક્ષાત્મક હિંસા છે. (૩) ઉદ્યોગજા આજીવિકા-ઉપાર્જન અર્થાત્ વ્યવસાયને નિમિત્તે થતી હિંસા. આ ઉપાર્જનાત્મક હિંસા છે. (૪) આરંભજા હિંસાઃ જીવન-નિર્વાહને નિમિત્તે થનારી હિંસા, જેમ કે ભોજન તૈયાર કરવું, નિવાસ બનાવવા આદિ. આ નિર્વાહાત્મક હિંસા છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy