SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર નીલાંજના શાહ - આચાર્ય સાયણે, પાણિનીય ધાતુપાઠ પર રચેલી માધવીયા ધાતુવૃત્તિમાં*, મહાભાષ્યકાર વાર્તિકકાર, કૈયટ, કાશિકાકાર, પદમંજરીકાર, ભોજ, ક્ષીરસ્વામી, મૈત્રેય, નન્દી (દેવનન્દી), દેવ, લીલાશુક વગેરે અનેક પ્રસિદ્ધ વૈયાકરણોના મત ઉપરાંત, કેટલાક અપ્રસિદ્ધ વૈયાકરણોના મત પણ જે તે ધાતુસૂત્રોના સંદર્ભમાં ટાંક્યા છે. આવા અપ્રસિદ્ધ વૈયાકરણોમાં આત્રેય, કાશ્યપ, ધનપાલ, સુધાકર, સમ્મતાકાર, બોધિન્યાસ આભરણકાર, કૌશિક વગેરેને ગણાવી શકાય. આ બધા ઉપરાંત, વર્ધમાન નામના એક અપ્રસિદ્ધ વૈયાકરણના પણ ધાતુસૂત્રોને લગતા ઠીકઠીક મતો સાયણે આ વૃત્તિમાં ટાંક્યા છે. હિંદીમાં લખેલા એમના “સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ’ (ભા.૧, પૃ.૧૧૫)માં યુધિષ્ઠિર મીમાંસકે કહ્યું છે કે આ વર્ધમાન ગણરત્નમહોદધિ'ના કર્તા વર્ધમાનથી જુદા છે. વઢિ એ ગ્વાદિ ધાતુના સંદર્ભમાં સાયણે “મા.ધા.કૃ.” માં કહ્યું છે. વર્ધમાનોડ મૈત્રેયવસ્જરવન્તમિલિતં નાત્ર પતિ (પૃ.૧૯૩) તેના આધારે યુધિષ્ઠિર મીમાંસક તેમને “ધાતુપ્રદીપ'ના કર્તા મૈત્રેય (ઇ.સ.ની બારમી સદી) પછી અને સાયણ (ઈ.સ.ની ચોદમી) પહેલાં થઈ ગયેલા માને છે. - આ ઉપરાંત, સાયણે ધ્વન સદ્ ! ધાતુસૂત્ર પરની વૃત્તિ (પૃ.૨૦0)માં કહ્યું છે કે મંત્ર મોગ: તિતિ. ધ્વનિત્રપક્ષપર તિ પાઠ ! સત્ર ધ્વનિર્વર્ધમાનાનુસારે પવિત: સહિતશ . આ વિધાન પરથી, જો એમ માનીએ ભોજે એમના સરસ્વતીકંઠાભરણ વ્યાકરણના ધાતુપાઠમાં, વર્ધમાનને અનુસરીને ધ્વનિ: પાઠ આપ્યો, તો વર્ધમાન ભોજ પહેલાં (ઇ.સ.ની અગિયારમી) સદી પહેલાં થઈ ગયા એમ માનવું પડે. ટૂંકમાં તે દસમી કે અગિયારમી સદીથી માંડીને ચૌદમી સદી સુધીમાં થઈ ગયા હશે એમ જણાય છે. એમના વિશે બીજે ક્યાંયથી કશી માહિતી મળતી નથી. પાણિનીય ધાતુપાઠ પરના બીજા પ્રમાણભૂત ગ્રંથો જેવા કે “ક્ષીરતરંગિણી', “ધાતુપ્રદીપ દેવ તથા તે પરની પુરુષકાર ટીકા વગેરેમાં તેમના મત મળતા નથી. આ લેખમાં, “મા.વા..'નાં ૨૯ જેટલાં ધાતુસૂત્રો પરની વૃત્તિમાં મળતા વર્ધમાનના પાણિનીય ધાતુપાઠના ધાતુઓ અંગેના ૨૭ મત દર્શાવીને, ક્ષીરતરંગિણી, ધાતુપ્રદીપ પુરુષકાર, કાશિકાવૃત્તિ,પદમંજરી, ન્યાસ વગેરેમાં મળતા મતના સંદર્ભમાં તેમની ચર્ચા કરી છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy