SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2014 ન્યાયદર્શનમાં કથાનિરૂપણ 137 - વાદ-વિનોદમાં શંકરમિશ્રએ૮ “થાત: પરર્દશાશાતનમ્ ' એમ કહીને અન્યના અહંકારના નિરસનને કથાનું પ્રયોજન બતાવ્યું છે. જોકે આ પ્રયોજન વિચારણીય છે. ત્રણેય કથાઓનું કોઈ સામાન્ય પ્રયોજન ન હોવાથી સૂત્રકારે ઉદેશમાં તેનો સમાવેશ કર્યો નથી તેમ ઉદયન કહે છે. “ફદા વાવે) તુ तत्त्वनिर्णयः जल्पेस्वशक्तिपराशक्तिख्यापनम्, वितण्डायां पराशक्तिमात्रप्रख्यापनं फलानि विवक्षितानि | તાનિ ચ વથામાત્રસાધ્યનિ રૂતિ વિશેષત: વિદેશઃ ' હવે કથાના નિયમો વિશે કથા, વાદી અને પ્રતિવાદી વચ્ચે જ થાય છે. તેના દ્વારા તત્ત્વનો નિર્ણય અને પ્રતિવાદીના મતનું નિરાકરણ કરવામાં આવે છે. જલ્પ અને વિતષ્ઠા કથાઓમાં જય અને પરાજયની પણ ઘોષણા કરવામાં આવે છે. આ સ્થિતિમાં કથાના નિયમો હોવા જરૂરી છે, નહીં તો અવ્યવસ્થા થાય અને તેનું પ્રયોજન સિદ્ધ થાય નહીં. સૂત્ર, ભાષ્ય, વાર્તિક, તાત્પર્યટીકા, પરિશુદ્ધિમાં કથાના નિયમોનું નિર્ધારણ કરવામાં આવ્યું નથી. પરંતુ કથાના લક્ષણોમાં આવેલા પદો-વિશેષણો દ્વારા થોડા નિયમોની જાણકારી મળે છે. જેમ કે, વાદના લક્ષણમાં પ્રમાતિસાધનોપત્નિન્મ:' એવું વિશેષણ છે. આ વિશેષણથી એમ સમજાય છે કે વાદમાં, સાધન અને ઉપાલક્ષ્મ પ્રમાણ અને તર્કથી કરવા જોઈએ. “સિદ્ધાન્તાવિરુદ્ધ વિશેષણનો અર્થ છે વાદમાં અપસિદ્ધાન્તનો પ્રયોગ કરવો જોઈએ નહીં. “પર્શવયવોપપન્ન:' પદથી સમજાય છે કે વાદ પંચાવયવ ન્યાયથી અનુગત હોવો જોઈએ. એમાં ન્યૂનતા કે અધિકતા ન હોવી જોઈએ. તેવી રીતે જલ્પના લક્ષણમાં છત્નનતિનિહાનીનોપત્નિાશ્મ:એવું વિશેષણ છે. એનાથી એમ સમજાય છે કે જલ્પમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પ્રયોગ ઉચિત છે. કથા માટે સભા કેવી હોવી જોઈએ એનું નિરૂપણ કરતાં વિશ્વનાથ પંચાનન કહે છે મનુવિધેય : સભ્યપુરુષવતી ના સમ, અનુવિધેયો રાગાદિસ્થાન मध्यस्थः सा च वादे नावश्यकी वीतराग कथात्वात् ।' કથા માટે સભા હોવી જરૂરી છે જેમાં રાજા અથવા કોઈ અધિકારી પુરુષ હોવો જોઈએ.૧૯ પ્રમેયકમલમાર્તણ્ડમાં આચાર્ય પ્રભાચન્દ્ર કથાના ચાર અંગો બતાવ્યાં છે. સભ્ય. સભાપતિ, વાદી અને પ્રતિવાદી. સભાપતિ પદથી રાજા અથવા મધ્યસ્થી અભિપ્રેત છે. ૨૦ હવે કથાના અધિકારી વિશે ન્યાયસૂત્રમાં ગૌતમ કહે છે 7 શિષ્યગુરુબ્રહ્મચારિવિશિષ્ટશ્રેથોનમૂચિ-fમરચુવેરા" કે જે વ્યક્તિ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા વાદ કથામાં જોડાય છે તે “અસૂયારહિત હોવો જોઈએ.” - ઉદયન આ અંગે કહે છે કે લક્ષણમાં આવેલો “નાનાપ્રવર્તે શબ્દમાં “y' શબ્દને વક્તાના “પ્રકર્ષ” પક્ષમાં ઘટાવ્યો છે. “લક્ઝોશ vશન પ્રર્થી શતઃ સ ચ નથીપમવિવિજ્યનિત્વમ્ । तथा च स्वस्थः सर्वजन प्रत्ययानप्रलापी मतमात्रावलम्बी अवहितः अकलहकारश्चेति कथाधिकारिणी दर्शिताः विपर्ययेण हेया इति ।' (૧) કથાના મહાવાક્યની નિવહક્ષમતા જેનામાં હોય. (૨) તે સ્વસ્થ હોવો જોઈએ. (૩) બધાંની સાથે-પોતાના મતનું અવલમ્બન ક્ષમતા જેનામાં હોય તેવો (૪) ધ્યાન દઈને સાંભળવાની જેનાં ક્ષમતા હોય.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy