SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 136 નિરંજન પટેલ SAMBODHI થનારી કથા એટલે વાદ અને વિજિગીષ – જીતવા માટે થનારી કથા તે જલ્પ અને વિતષ્ઠા. આ વિગત પરથી કથાના કર્તાના ભેદ અને કથાભેદનો આધાર જણાય છે. જો આવું સ્વીકારીશું તો જલ્પ અને વિતષ્ઠાના ભેદકતત્ત્વો જણાશે નહીં કારણ કેતે બે કથાઓના કર્તા ‘વિજિગીષ' હોય છે તેથી જલ્પ અને વિતષ્ઠા વચ્ચે કોઈ અન્યભેદક તત્ત્વ હોવું જોઈએ. ભાસર્વજ્ઞ ન્યાયસારમાં કથાના બે ભેદ કર્યા છે : વીતરાગકથા અને વિજિગીષુકથા. તેમણે વાદનો વીતરાગમાં સમાવેશ કર્યો છે. વાદ દ્વારા જ તત્ત્વનિર્ણય થાય છે અને વિજિગીષુકથા વિજય પ્રાપ્તિ માટે – લાભપૂજા, જય વગેરે પ્રયોજક છે એમ માન્યું છે. પરંતુ વિજિગીષુકથાના જલ્પ અને વિતષ્ઠા આ બંને ભેદોમાં ભેદકત્વ અંગે કોઈ સંકેત કર્યો નથી. તેઓ કથાનું લક્ષણ આપતાં કહે છે વાવીપ્રતિવાવિનો પક્ષપ્રતિપક્ષપરિપ્રદ: થા વાદી-પ્રતિવાદી, પક્ષ-પ્રતિપક્ષનું જેમાં ગ્રહણ હોય તે કથા. તેઓ કહે છે માત્ર પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર કરવા માત્રથી તે કથા નથી બનતી. જયાં સુધી વાદી દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પ્રતિવાદી દ્વારા તેનું ખંડન ન થાય. જેમકે બુદ્ધિ નિત્ય છે. અથવા બુદ્ધિ અનિત્ય છે. આ બન્નેનો સ્વીકાર કરવા માત્રથી કથા બનતી નથી. પરંતુ વાદી દ્વારા “બુદ્ધિ અનિત્ય છે એ પક્ષનું વિધાન સાધન અને પ્રતિવાદી દ્વારા ઉપાલક્ષ્મ અર્થાત તેનું નિરાકરણ કથામાં આવશ્યક છે. તેથી “પક્ષપ્રતિપક્ષપરિપ્રદ થ’ એમ લક્ષણ ન કરતાં “વાવી પ્રતિવાવિનોદ' એવું લક્ષણમાં છે. ઉદયનાચાર્યે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. તેમણે આચાર્ય સાનાનિ દ્વારા કરવામાં આવેલો કથાના ચોથા ભેદ “વાદ-વિતષ્ઠા'નું નિરાકરણ કર્યું છે. તેઓ કહે છે કે “વિનયતત્ત્વનિયાખ્યાં પત્નીન્દરમવશિષ્ય થાય: યર્થ વાવિત વિજય અને તત્ત્વનિર્ણય કથાનું ફળ છે. અન્ય કશું નહીં. તેથી વાદ-વિતષ્ઠા એવો કથાનો ચોથોભેદ માનવાની જરૂર નથી. ઉપરની વાત પરથી એમ સમજાય છે કે કથાના ભેદનો આધાર પ્રયોજનભેદ છે. આવું માનીએ તો જલ્પ અને વિતષ્ઠાથી વાદનો ભેદ સિદ્ધ થાય છે. જલ્પ અને વિતષ્ઠાનો ભેદ પ્રયોજનભેદના આધારે સિદ્ધ થતો નથી કારણ કે જલ્પ અને વિતષ્ઠાનું એક જ પ્રયોજન છે વિજયપ્રાપ્તિ. હવે કથાના પ્રયોજન અંગે વિચારીએ, ભાષ્ય-વાર્તિક-તાત્પર્યટીકાનું અનુશીલન કરતાં એમ સમજાય છે કે કથાના બે પ્રયોજનો છે : (૧) તત્ત્વનિર્ણય (૨) વિજય. ઉદયન કહે છે “વ વિનયતત્ત્વનિયામ્યાં પત્તાન્તરમશિત થાય: તત્ત્વનિર્ણય અને વિજય જ કથાનું પ્રયોજન છે. 'अनुत्पन्नस्य हि तत्त्वनिर्णयस्य उत्पादनम्, उत्पन्नस्य पालनम्, पालितस्य च विनियोगः । स च स्वयमभ्यासः कारुणिकतया परव्युत्पादनम् । एतच्च सर्वं कथात्रयपर्यवसितं नापि एक कथा નિર્વાણમિતિ ૧૭ અનિર્ણાત તત્ત્વનો નિર્ણય કરવો, તેનું રક્ષણ કરવું, નિર્ણાત અને રક્ષિતત્ત્વોનો વિનિયોગ કરવો. આનાં બે સ્વરૂપો હોય છે : (૧) આ તત્ત્વોનો સ્વયં અભ્યાસ કરવો (૨) તત્ત્વબોધ વિના દુઃખી લોકોને તેમનો ઉદ્ધાર કરવા માટે ઉપદેશ આપવો. આ પ્રયોજન વાદ, જલ્પ અને વિતષ્ઠામાં સિદ્ધ થાય છે. આ માટે ચોથી કથાની અપેક્ષા નથી, અને ઉપર કહેલી ત્રણ કથાઓમાંથી એક કથા દ્વારા પણ આ પ્રયોજન સિદ્ધ થતું નથી. ઉદયનના આ વિધાનથી એ સિદ્ધ થાય છે કે વાદ, જલ્પ અને વિતષ્ઠા આ ત્રણ કથાઓ ઉપયોગી છે. કારણ કે; વસ્તુના તત્ત્વબોધ વિના એનો વિનિયોગ થતો નથી અને વસ્તુનો યોગ્ય વિનિયોગ ન થવો એ દુઃખનું મૂળ છે. આમ, અપ્રામાણિકજ્ઞાનના નીરસન માટે, અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રસ્તુત થનારા દૃષ્ટિકોણનું નિવારણ કરવા માટે જલ્પ અને વિતષ્ઠાનું જ્ઞાન આવશ્યક છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy