SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVII, 2014 ન્યાયદર્શનમાં કથાનિરૂપણ 131 પ્રાચીન બૌદ્ધગ્રન્થોમાં “કથા' શબ્દનો અર્થ ચર્ચા અથવા વિવેચન એવો જોવા મળે છે. અહીં કથા' શબ્દનો પ્રયોગ કર્થકથા' રૂપે થયો છે. “તિલ્મ મોwાત્રિપુત્ત' દ્વારા “થાવત્થ' માં તથા થાતુથા' નામના ગ્રન્થોમાં ‘કથા” શબ્દ પ્રયોજાયો છે. આ બન્ને ગ્રન્થોમાં કથા” શબ્દ ચર્ચા અર્થમાં છે.' જૈનચાર્યશ્રી હરિભદ્રએ “સમરફથ્વીમાં ધર્મકથા એવો પ્રયોગ કર્યો છે. કદાચ નીતિકથાની પ્રાચીન કલ્પનાને આધારે જ બૌદ્ધ અને જૈન કવિઓએ “ગુણકથા” અને “ધર્મકથા' એવા શબ્દપ્રયોગો પોતાના ગ્રન્થોમાં કર્યા છે. ગુણાઢ્ય દ્વારા રચિત “બૃહત્કથા' શીર્ષકમાં જ “કથા' શબ્દ આવ્યો છે. આ સિવાય બૃહત્કથનુપ્રણિત, બૃહત્કથામંજરી તથા કથાસરિત્સાગરમાં “કથા' શબ્દ જોવા મળે છે. શ્રીહેમચન્દ્રાચાર્ય દ્વારા રચિત પરિશિષ્ટપર્વમાં ટથાન તથા “ન્જિતથ' શબ્દ પ્રયોજાયો છે. કલ્પિતકથા શબ્દ સર્વપ્રથમ શ્રી હેમચન્દ્રાચાર્યે પ્રયોજયો છે. લોકકથાની અન્તર્ગત અન્યકથાઓનો સમાવેશ થાય છે. જેમ કે, (૧) પરિકથા, (૨) નર્મકથા (૩) પ્રાણીકથા, (૪) સ્થાનીયકથા, (પ) પરિભ્રમણકથા, (૬) ગદ્યસાગા, (૭) કહેવતો/સૂક્તિઓ (૮) લોકગીતો (૯) વીરગાથાઓ (૧૦) મન્ન, જારણ, મારણ, પહેલી વગેરે, (૧૧) લોકભ્રમ, (૧૨) વનરપતિકથા, (૧૩) જાદુગરી, (૧૪) પ્રાણીવિદ્યા, (૧૫) ખનિજવિદ્યા-નક્ષત્રવિદ્યા-ઉત્પત્તિકથા, (૧૬) પ્રથા અને વિધિ, (૧૭) લોકનૃત્ય-લોકનાટ્ય. પ્રાચીનકાળથી વાર્તા અથવા “થમ્ એવા અર્થમાં પ્રયોજાનારો “કથા' શબ્દ આયુર્વેદના પ્રસિદ્ધગ્રન્થ “ચરકસંહિતા'માં ચર્ચા, અથવા “વિચાર” અર્થમાં પ્રયોજાય છે. અહીં ન્યાયની ત્રિવિધ કથાઓની ચર્ચા જોવા મળે છે. ચરકે કથા શબ્દના સ્થાને “સન્માષા” શબ્દ પ્રયોજ્યો છે. તેના બે ભેદ કર્યા છે : (૧) લાયસન્માષા, (૨) વિગૃદામાષા. સન્યાયસન્માષા એટલે ન્યાયદર્શન નિરૂપિત વાદ જ્યારે વિગૃહ્યસભાષા એટલે ન્યાયદર્શનમાં નિરૂપિત જલ્પ અને વિતષ્ઠા. આમ ચરકે પ્રયોજેલ વિપૃથિસન્માષા” અને ન્યાયનો “વિનિષ થ' શબ્દ સમાનાર્થક છે. વાત્સ્યાયને ભાષ્યમાં વિપૃતિ વિનિષ' અને તામ્ય વિJાં થનમ્ એમ “વિવૃઈ' શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈનપરમ્પરામાં “કથાનો માત્ર એક જ પ્રકાર “વાદ સ્વીકારાયો છે. જૈનદાર્શનિકો જલ્પ અને વિતષ્ઠાને કથા નહીં “કથાભાસ' માને છે. કથાત્રયભંગ'માં આનું સવિસ્તર વર્ણન થયું છે. ન્યાયપરંપરા વિજિગીષ, છલ અને અસદુત્તરરૂપ જાતિનો પ્રયોગ કરીને વાદી પ્રતિવાદીને પરાજિત કરે છે એમ સ્વીકારે છે. પરંતુ જૈન આચાર્યોએ કથામાં “છલ” વગેરેના પ્રયોગનો નિષેધ કર્યો છે. તેથી તેમના મતે વિનિાપુ પણ તત્ત્વવુંમુત્સુ જેવો જ છે. પ્રારંભમાં બૌદ્ધો પણ કથાના ત્રણ ભેદો માનતા હતા. પરંતુ સમય જતાં જૈન પરંપરાની જેમ કથાનો એક જ ભેદ તેમણે સ્વીકાર્યો. પ્રાચીન સમયમાં લેખનનો અભાવ હોવાથી વાર્તા મૌખિકરૂપે જ પ્રચલિત હતી. આ વાર્તાઓ સરળ હોવાની સાથે સાથે મનોરંજક નીતિપૂર્ણ તથા શિક્ષાપ્રદ હોય છે. માનવજીવન સાથે તેનો અતૂટ નાતો હતો. જે તે વ્યક્તિ પર પ્રભાવ સ્થાપિત કરવા માટે દૃષ્ટાંત અથવા ઉદાહરણો મુખ્યરૂપે કહેવામાં આવતા, પરંતુ મનુષ્યોમાં જેમ-જેમ શિક્ષાનો પ્રચાર-પ્રસાર થયો તેમ-તેમ વિચારોનું વિશદતાથી કથન થવા લાગ્યું અને એ વિચારોને પુષ્ટ કરવા માટે – તેનું સમર્થન કરવા માટે એકાદ ઉદાહરણ આપવામાં આવતું અર્થાત્ વિચાર-ચર્ચાએ પ્રધાનરૂપ ધારણ કર્યું અને દષ્ટાંતે ગૌણરૂપ ધારણ કર્યું.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy