________________
302
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
સંપ્રદાયનો બંધારણ પક્ષ
સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ નવો સંપ્રદાય નથી, પરંતુ કવિવર નાનાલાલ દલપતરામના શબ્દોમાં કહીએ તો “સંસારની ને ધર્મની ફૂલ ક્યારાઓની ભાંગેલી પાળો શ્રીજીએ સમારી છે.'
આવી રીતે હિંદુ ધર્મના જ નવલારૂપ તરીકે આ સંપ્રદાયને નીરખીએ ત્યારે હિંદુધર્મનાં તમામ પાસાઓ પણ સંપ્રદાયમાં હોય તે સહજ બાબત છે. ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં સાંપ્રદાયિક બંધારણની દૃષ્ટિએ હિંદુધર્મનાં પાસાઓને કેવી રીતે સમાવેશ કર્યો છે તે નીરખીએ. સાંપ્રદાયિક બંધારણનાં પાસાઓ
ભગવાન સ્વામિનારાયણે તેમના ઉપદેશગ્રંથ વચનામૃતમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભક્તિનું અર્થાત્ એકાંતિક ધર્મનું નિરૂપણ વારંવાર કર્યું છે. એકાંતિક ધર્મને પ્રવર્તાવવો તે તેમનું એક પ્રધાન કાર્ય હતું. તેમના પરમહંસો તેથી જ તેમને “એકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી' વિશેષણથી નવાજે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિને કારણે સંપ્રદાય દીર્ઘકાળ સુધી નિરામય રહે, તેથી તેનું વાસ્તવિક નિરૂપણ ભગવાન સ્વામિનારાયણે ઘણીવાર કર્યું છે.
પ્રસ્તુત ગ્રંથમાં આ પાસાને આવરી લેવામાં આવ્યો છે, જે સંપ્રદાયને દીર્ઘકાળ સુધી નિરામયતા બક્ષે છે. ધર્મ નિરૂપણ
પ્રસ્તુત શાસ્ત્રમાં વર્ણાશ્રમના નિયમો (૨/૧૮) ગૃહસ્થ અને ત્યાગીના નિયમો (૪/૫૩-૫૬), પૂજારીના નિયમો (૨/૫૫) સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતે પાળવાના નિયમો (૪|૧૭) સોળ સંસ્કાર (૨) ૧૮-૧૯) શ્રાદ્ધવિધિ (૨/૧૯) વગેરે જોવા મળે છે. જે પ્રસ્તુત ગ્રંથને ધર્મશાસ્ત્ર કોટિમાં મૂકવા માટેનાં લક્ષણો ધરાવે છે.
આ નિયમોની વિશેષતા એ છે કે પ્રાચીન સિદ્ધાંતો સ્વીકારીને તેને વર્તમાન સમયને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
જેમકે :- ચાર આશ્રમોનાં નિરૂપણમાં વાનપ્રસ્થ આશ્રમને વર્તમાનકાળને અનુરૂપ લખતા કહે
जाते पुत्रादिके तस्मै संस्कुर्याच्छास्त्रवर्त्मना । व्यवहारकुशलं कृत्वा दत्त्वा व्यावहारिकी धुरम् ॥ २४ ॥ स्वयंव्यक्तेऽथवा सिद्ध आलये तीर्थक्षेत्रके ।
भगवद्भजनं कुर्याद् वानप्रस्थ्यं तु नेतरद् ॥ २५ ॥ સંતાનનો જન્મ થાય એટલે તેને શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર આપીને, વ્યવહારકુશળ બનાવીને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org