________________
Vol. XXXVI, 2013 અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ
303 વ્યવહારની ધુરા સોંપીને, પોતે પ્રભુએ બંધાવેલ અથવા સંતોએ રચાવેલ મંદિરોમાં અથવા તીર્થોમાં ભગવાનનું ભજન કરવું. આ સિવાય કોઈ વાનપ્રસ્થ આશ્રમ નથી. (૨/૧૯૨૪-૨૬).
સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગશ્રમીઓના નિયમોમાં અષ્ટાંગ બ્રહ્મચર્યનો નિયમ અદ્વિતીય છે, પરંતુ સ્ત્રીદાક્ષિણ્યને અનુસરનારાઓને સદાય તે નિયમમાં સ્ત્રીઓનું અપમાન, સ્ત્રીઓના ઉત્કર્ષનો અભાવ વગેરે જણાતું હોય છે. તેના ચાર પ્રશ્નો ઉપસ્થિત કરીને સચોટ ઉત્તરો આપ્યા છે. અહીં ફક્ત પ્રશ્નો જ મૂકીશું ઉત્તરો ગ્રંથમાં વાંચવા વિનતિ છે.
હર્ષદરાય કહે છે : (શ્રોતાઓના તમામ વિચારોને ચાર પ્રશ્નમાં વહેંચે છે) (૧) સંપ્રદાયમાં સ્ત્રીઓને પુરુષોની માફક પોતાના વિચારો પ્રગટ કરવાની તક કેવી રીતે મળે? (૨) મોક્ષમાર્ગમાં પુરુષોની જેમ સ્ત્રીઓને સમાનતા કેમ સંભવે ? (૩) સંતો પાસેથી સ્ત્રીઓને ભાષણ વગેરેનો લાભ ન મળે તો તેમનું કલ્યાણ કેમ થાય? (૪) સિદ્ધ સંતો તો અગ્નિતુલ્ય છે તેમને સ્ત્રીઓ સાથે ભાષણ વગેરેમાં શો દોષ? હે હરિભક્તો ! તમારા આ ચાર પ્રશ્નો છે તેનું નિરૂપણ કરું છું. (૨/૨૮/૧૩-૧૫)
ધર્મ-નિયમોના સંદર્ભમાં મનુસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, વૃદ્ધપરાશરસ્કૃતિ, વૃદ્ધવાસિષ્ઠસ્મૃતિ, કાલમાધવસ્મૃતિ વગેરે સ્મૃતિઓનાં સંદર્ભો આપ્યા છે. આ સિવાય પ્રસ્તુત અધ્યાયોમાં તમામ સ્મૃતિઓનો સાર આવી જાય છે. અહિંસાનિરૂપણ
આ નગરમાં એક જગજીવન નામે બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણોનો આગેવાન હતો અને રાજાનો પ્રસિદ્ધ મંત્રી હતો. પાર્વતી સાથે મહાદેવજીની ઉપાસના કરતો,દાન આપતો. નીતિવાન હોવા છતાં શ્રીહરિ પ્રત્યે તે દુષ્ટને અકારણ સ્વભાવથી જ અતિશય વેરબુદ્ધિ થઈ હતી. એનાં પુત્ર, પત્ની વગેરેને શ્રીહરિના આશ્રિત જાણીને દુઃખ આપતો હતો. (૨૭-૨૯)
તેણે ભૂજમાં પશુહિંસામય યજ્ઞ આરંભ્યો હતો. દૂર દૂરથી વેદમંત્રના તામસી પંડિતો બોલાવ્યા હતા. દ્રવ્યના બળથી ઉન્મત્ત થયેલ તેણે વેદશાસ્ત્રના અર્થને જાણનાર શ્રીહરિના મતને જાણવા માટે શ્રીહરિને યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું. ‘આમંત્રણ ન આપ્યું હોય તોપણ યજ્ઞમાં જવું' આવા સ્મૃતિવચનને કારણે સર્વજ્ઞ શ્રીહરિ યજ્ઞશાળામાં પધાર્યા. (૩૦-૩૨)
જગજીવને આદરપૂર્વક સન્માન કર્યું. શ્રીહરિની સામે બેસીને મીઠાં વચનો બોલવા લાગ્યો છે સ્વામી ! તમે યજ્ઞની સમાપ્તિ સુધી શિષ્યો સાથે અહીં રહેજો. તેનું વચન શ્રીહરિએ સાંભળ્યું, પરંતુ ત્યાં વધ કરવા માટે બાંધેલ આક્રોશ કરતાં બકરાઓને જોઈને દયાળુ શ્રીહરિએ કહ્યું : આ આક્રંદ કરતાં પશુઓને છોડી દો. તેનો તમે વધ ન કરો. નિરપરાધીને મારવા તે બ્રાહ્મણનો આ ધર્મ નથી. તે વિદ્વાનું! પશુની હિંસાથી તમારું બ્રાહ્મણપણે નાશ પામી જશે. તમે સારા કુળમાં જન્મેલ છો, તો નિરપરાધી પશુઓને છોડી દો. (૩૨-૩૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org