________________
Vol. XXXVII, 2013
અક્ષરપુરુષોત્તમમાહાત્મ્યમ ્
પ્રસ્થાત્રયીને આધાર બનાવીને શંકરાચાર્યે વેદાંત સંપ્રદાય સ્થાપતા સાહિત્યે નવો વળાંક લીધો. ત્યારબાદ અઢારમી સદી સુધી વિવિધ વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયોમાં સ્તોત્ર, ચરિત્ર, મંત્ર, ઉત્સવો, મંદિરમઠ વ્યવસ્થાપન, દીક્ષા પ્રતિષ્ઠા, ત્યાગી-ગૃહસ્થ નિયમો, પૂજા પ્રણાલી, ચિત્તસંયમના ઉપાયો વગેરે અનેક વિધિ સાહિત્ય સંપ્રદાયનું દીર્ઘ કાળ સુધી નિરામય આયુષ્ય રહે તે માટે રચાતું રહ્યું.
કાળાંતરે પ્રાદેશિક ભાષાઓનું પ્રચલન વધ્યું, તેમ જ અન્યધર્મીઓના શાસનને કારણે બિનભારતીય ભાષાઓ પણ ઉમેરાણી, પરિણામે સંસ્કૃત સાહિત્યને સમજનારો, વાંચનારો વર્ગ ઓછો થવા લાગ્યો.
301
ધાર્મિક સંપ્રદાયોએ પોતાના આવા અનુયાયી વર્ગને જાળવી રાખવા માટે પારાયણપ્રથાનો વિકાસ કર્યો. એક વિદ્વાન સંસ્કૃત ગ્રંથ વાંચે અને સૌ શ્રવણ કરે. રામાયણ, ભાગવત તથા શિવપુરાણ વગેરે શાસ્ત્રોની પારાયણો ભાગ્યે જ કોઈ શહેર કે ગામમાં નહીં થઈ હોય. આમ સંસ્કૃતના માધ્યમથી ધાર્મિક શ્રદ્ધા જાળવીને સંપ્રદાયને પુષ્ટ કરવાનું કાર્ય થતું રહ્યું.
ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયની પુષ્ટી માટે તથા તેની દીર્ઘકાળ સુધી નિરામયતા રહે તે માટે સંતોને ગ્રંથ રચવા આજ્ઞા કરી. તેને પરિણામે સંસ્કૃત, વ્રજભાષા તથા ગુજરાતીમાં સાહિત્ય સર્જાતું રહ્યું. તે જ પરંપરામાં અક્ષરપુરુષોત્તમમાહાત્મ્યમ્ ગ્રંથ રચાયો છે.
અક્ષરપુરુષોત્તમમાહામ્યમ્ શબ્દાર્થ
અક્ષર અને પુરુષોત્તમના મહિમાનું ગાન, અક્ષર અને પુરુષોત્તમ શબ્દો પ્રાચીન છે. ભગવદ્ગીતામાં આઠમા અધ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ છે અને ૧૫મા અધ્યાયનું નામ પુરુષોત્તમયોગ છે.
મુંડકોપનિષમાં બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ વર્ણવતા કહ્યું છે કે ‘યેનાક્ષદં પુરુષ વેદ સત્ય પ્રોવાચ તાં તત્ત્વતો બ્રહ્મવિદ્યામ્', (મું.૧-૨-૧૩) અર્થાત્ અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનને બ્રહ્મવિદ્યા કહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અક્ષરબ્રહ્મ અર્થાત્ ભગવાન સ્વામિનારાયણના પ્રથમ અનુગામી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ સ્વયં સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ શબ્દનો પણ એક અર્થ અક્ષરપુરુષોત્તમ છે. સ્વામી અર્થાત્ ઉત્તમ ભક્ત, જેને જ અક્ષર કહે છે. અને નારાયણ શબ્દ પુરુષોત્તમનો વાચક છે. પ્રસ્તુત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણ તથા તેમની અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુપરંપરાનું ગાન કરે છે. આ ગુરુપરંપરાના વર્તમાન પાંચમા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે.
પ્રસ્તુત ગ્રંથ સંપ્રદાયના તમામ પાસાઓને આવરીને રચાયેલ શાસ્ત્ર છે. અહીં તેને બંધારણ પક્ષ અને ભાષાવૈભવપક્ષ આમ બે વિભાગમાં નીરખીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org