________________
અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ્
ગ્રંથપરિચય સાધુ શ્રુતિપ્રકાશદાસ
વિષય પ્રવેશ સંસ્કૃત સાહિત્ય તમામ ભાષાઓના સાહિત્યથી ત્રણ વિશેષણો દ્વારા જુદું તરી આવે છે.
૧. વિપુલતા ૨. પ્રાચીનતા
૩. વિવિધતા માનવજાતિનો આદિ ગ્રંથ અર્થાત્ ઋગ્વદ તેમ સૌ કોઈ પ્રાચીન તથા આધુનિક વિદ્વાનો સ્વીકારે છે. સંસ્કૃત સાહિત્યની પ્રાચીનતાની દૃષ્ટિએ ઋગ્વદને પ્રમુખ પ્રતિનિધિ ગણીને આં ભાષાની પ્રાચીનતા માનવજાતિ લખતા શીખી તેટલી બેશક કહેવાય.
વિપુલતા માટે એક જ દષ્ટાંત પર્યાપ્ત છે. ઇન્દ્ર રાજાએ સ્વર્ગમાં પારાયણ બેસારી. બૃહસ્પતિ વક્તા બન્યા. આ શબ્દપારાયણ દેવોના સો વરસ સુધી ચાલી પરંતુ પૂર્ણ થઈ નહીં', દેવોના સો વરસ અર્થાત મનુષ્યના ૧,૨૯,૬૦,૦૦૦ (એક કરોડ, ઓગણત્રીસ લાખ અને સાઠ હજાર વરસ) આ થઈ દેવભાષાની વિપુલતા.
પ્રાચીનતાને કારણે સમય પ્રમાણે સંસ્કૃત સાહિત્યની વિપુલતા વધતી ગઈ. વૈદિક સાહિત્ય, ઇતિહાસ, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કથાસાહિત્ય, નીતિશાસ્ત્ર, સ્તોત્રસાહિત્ય, શબ્દકોશ, સુભાષિતો, વ્યાકરણ, ન્યાયોક્તિઓ વગેરે વૈવિધ્ય ઊમેરાતું રહ્યું. પ્રત્યેક વિષયમાં પણ અનેક વિવિધતા થતી રહી, કેવળ કાવ્ય જ લઈએ તો મહાકાવ્ય, ખંડકાવ્ય, નીતિકાવ્ય, ઉપદેશકાવ્ય, અત્યુક્તિકાવ્ય, શાસ્ત્રકાવ્ય, દેવકાવ્ય, ચપૂકાવ્ય વગેરે અનેક ભેદો પ્રભેદો થયા.
ચિંતનપ્રધાન સાહિત્ય ઋષિમુનિઓએ અરણ્યમાં રચ્યું. કાળાંતરે કાવ્ય સૃષ્ટિ પ્રધાન સાહિત્ય રાજયાશ્રયીય કવિઓ દ્વારા રચાતું રહ્યું.
બૌદ્ધ અને નૈયાયિક દાર્શનિકોનાં સંઘર્ષમાં તર્કપ્રધાન સાહિત્ય રચાતું રહ્યું. ૮મી સદીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org