________________
284
ભીમજી ખાચરિયા
SAMBODHI
ખોટું કામ કરતા હાથ અચકાય, રોગપ્રતિકારક શક્તિ વધે, સુંદરતામાં વધારો કરે, દેવ-દેવીઓને, માબાપ, મિત્રોને મરણપથારી સુધી સાથે રાખી શકાય, કોઈની નજર ન લાગે ને કામણટ્રમણથી જાતને બચાવી શકાય, ઘરેણાંના વિકલ્પ તરીકે, પોતાની જાતને અન્યથી જૂદી બતાવવા, શુકન અપશુકનની બાબતે, આરોગ્ય અને વૈદકશાસ્ત્રની સમજ પ્રમાણે, સમાજશાસ્ત્રીય અભ્યાસ મુજબ મનુષ્યને જીવતી જાગતી Text ગણવાના ભાગરૂપે, આમ અનેક માન્યતાએ છૂંદણાં થાય છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, જૂનાગઢ ને પોરબંદર વિસ્તારની લોકજાતિઓનો અભ્યાસ કરતા અને જોરાવરસિંહ જાદવ આદિ વિદ્વાનોની મુલાકાત છૂંદણાં અંગેના વિધાનો, વિચારો ગુજરાતની સાંસ્કૃતિક પીઠિકાને, લોકપાલને ઘણી પુષ્ટિ આપે છે. આ વિસ્તારની પ્રજા માને છે કે છૂંદણાંથી અંધારામાં રક્ષણ થાય ને ભૂતપલીત પણ દુર રહે છે. વીંછી કે નાગના છૂંદણાંથી ઝેરી જનાવરો કરડતા નથી.
કરવાથી કોઈની ભારે કે મેલી નજર લાગતી નથી. પતિ પ્રત્યે વફાદારી, સુંદર વરની પ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, ગર્ભ ટકાવવા અખંડ દૂઝાણાં, ઘી દૂધની રેલમછેલ, મૃત્યુ સમયે માતાનો પ્રેમ, અખંડ, સૌભાગ્યપણું, ધનધાનની ને લક્ષ્મીની કૃપા જેવી શ્રદ્ધા-માન્યતા છૂંદણાંમાં રહેલી છે. જો કે જૂદી જુદી લોકજાતિઓ, જૂદા જૂદા અંગો પર છૂંદણાં વૃંદાવીને આ માન્યતા મજબુત રીતે વ્યક્ત કરે છે. સૌરાષ્ટ્રના આ પ્રદેશોમાં ગુરુમહિમાનું પ્રમાણ સવિશેષ છે, છૂંદણાં વિનાના નર-નારી નગરી ગણાય ને આવતા ભવે ઊંટ, આખલા જેવા શ્રમિક પશુઓના અવતાર મળે ને વૈતરણી પાર ન થાય. ઊંટ બનીને રણ તરવા ને આખલો બની ઊકરડે ભટકવું, આવી ચીમકી પણ છૂંદણાં વિનાના નર-નારીને મળે એવું મનાય છે. આયુર્વેદ ને વૈદકશાસ્ત્રની સમજ પ્રમાણે ઘણી વખત શરીરમાં નીકળતી ઊગતી ગાંઠને દાબી દેવા, મસા, છઠ્ઠી આંગળી, કે માથું, કેડ, હાથ-પગના દુખાવાને દબાવવા પણ છુંદણાં કરાય છે.
છૂંદણાં અને લોકભૂગોળશાસ્ત્રના સંબંધો પણ અહીં તપાસવા યોગ્ય છે. ગુજરાતની લોકજાતિઓ માટે છૂંદણાં ભુગોળની ગરજ સારે છે. મેળામાં, ગામમાં હટાણું વખતે કે ખરખરે જતા અડખાં પડખાંની સ્ત્રીઓ એકબીજાના છૂંદણાં જોઈને પામી જાય છે કે આ બાઈ કયા ગામની છે ને કઈ જ્ઞાતિની છે! મેળામાં યુવાનીને હેલીએ ચડેલા સરખા સરીખડા જૂવાનિયાઓ રાસ કે પાવા વગાડતી વખતે પણ જૂવાન બાઈનાં હાથે કે ડોકે છૂંદાવેલ છૂંદણાંને ઓળખી કઈ બાજુનાં, કયા નામના કે કોઈને ધારેલા છે કે નહી ? તે પણ જાણી જાય છે. જો કોઈને ધાર્યા હોય તો તેનું નામ હાથે કદાચ છૂંદાયેલું હોય, નહીંતર એમનું નામ તો હોય જ. આ પણ કેવી સમજણ કે પોતે નિરક્ષર હોવા છતાં પોતાનું નામ છૂંદણાંમાં સૌરાષ્ટ્રની પ્રજા છુંદાવે એને એના આકારને જોઈને રાજી થાય. એમ જ પોતાના પ્રેમીનું વરનું નામ પણ છૂંદાવે ને વરના નામનો માત્ર આકાર જ જાણે.
માનવશરીરની Text અને સુક્ષ્મ મનોસંચલનો, મનોવ્યાપારોને વ્યક્ત કરતી આ છૂંદણાંની ભાતો પણ જાણવા જેવી છે. પશુસંવર્ધનમાં જેમ ગાયના કાન, ધેટાની ઊન, ગધેડાનું કપાળ કે ભેંસના પૂંછડે ભાતભાતની નિશાનીઓ થાય એમ, આદિવાસીઓ પોતાના કુટુંબને, વંશવેલાને ઓળખવા છૂંદણાંની ભાત પાડતા, આ પરંપરા ધીરે-ધીરે આદિવાસી માતૃસત્તાક સંસ્કૃતિ થવાથી માત્ર સ્ત્રી વર્ગ, કુટુંબની ઓળખાણ પુરતી સીમિત રહી. જેમાં આડાઅવળાં લીટા કે ટપકાની નિશાનીઓ જ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org