________________
Vol. XXXVI, 2013
છૂંદણાં
283 (ગાલનું આ છૂંદણું ગાલને ને મને ખૂબ પ્રિય છે એટલે જ તારો ગાલ ખૂબ સુંદર ભાસે છે. જે ઘડીથી તું તારા છૂંદણાંને લીધે ભૂલાતી નથી ને મારા હૃદયથી પણ મને પ્રિય લાગે છે.) કાઠિયાવાડના કવિ ઝવેરચંદ મેઘાણીના‘એકતારો' કાવ્યસંગ્રહમાં દણાં કે ત્રાજવા વિષેની એક ગીત રચના મળે છે. આ ગીતમાં છૂંદણાંની સાથે રામ, ભરથરી, ગોપીચંદના કથાનક મૂકીને માનવજીવનના સત્યને, તત્વજ્ઞાનને પ્રકૃતિને પણ કવિ છૂંદણાંબદ્ધ કરે છે.
બાઈ ! એક ત્રાજવડા ત્રોફણહારી આવી રે, ત્રોફાવો રૂડા ત્રાજવાં હો જી: વૃંદાવો આછાં છૂંદણાં હો જી. બાઈ ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે, ત્રોફાવો નીલા ત્રાજવાં હો !
વૃંદાવો ઘાટા છૂંદણાં હોજી!” બાઈ ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે....ભજનઢાળમાં લખાયેલ મેઘાણીના આ ગીતમાં ભારતીય નારી પોતાનાં સૌંદર્યને નૈસર્ગિક રૂપ આપવા જ છૂંદણાં રોપાવે છે.
ગરવી ગુજરાતણોમાં કાઠી, કણબી, મેર, આહિર, રબારી, ભરવાડ અને આદિવાસી લોકજાતિઓની નારીઓ પોતાનાં યૌવનથી જરા સુધી, ગોરાં કે શામળાં વર્ણને છૂંદણાંથી વિરોધી રંગો અને કલાત્મક ભાત દ્વારા, આકૃતિઓ, પ્રકૃતિતત્ત્વો, દિવ્યપાત્રો, પશુપંખીનાં રૂપો, દેરડી, ફૂલો, હથિયારો, અંગત મિત્રો કે પાત્રોના નામ, કુળ કે પ્રદેશની વિશેષતા, ધર્મના પ્રતીકો, આવું ઘણું બધું.....લોકવિદ્યા ને લોકજીવનને સ્પર્શતું તંત્ર અને તત્ત્વ છૂંદાવે છે. વિગતે જોઈને તો માત્ર ગુજરાત જ નહીં પણ ભારત અને વિશ્વનાં અન્ય દેશોમાં પણ છૂંદણાં સરેરાશ લોકજાતિમાં જોઈ શકાય છે. યુરપઅમેરિકા કે ક્ષિણ આફ્રિકાના દેશોથી લઈ પૂર્વજગતમાં જાપાન, ભારતીય ઉપખંડના ટાપુઓમાં વસતો માનવસમાજ છૂંદણાંને જીવનના સૌંદર્યને રાગનું પ્રતીક ગણે છે. ઇશ્વરસર્જિત માનવશરીરમાં આંગિક ફેરફાર કરી સૌંદર્યમીમાંસામાં કોઈ બદલાવ કયારેય જણાયાં નથી પણ અંગો પર છૂંદણાં વૃંદાવીને ભારતીય નારીઓએ સૌંદર્યમીમાંસાની સાથે લોકશ્રદ્ધા અને પરમતત્ત્વ પ્રત્યે વિશ્વાસ પણ પ્રગટ કર્યો છે.
અહીં ગુજરાત સંદર્ભે જોઈએ તો દરિયાકિનારાથી લઈને, કચ્છ, કાઠિયાવાડ ને ડાંગના જંગલોમાં વસતી પ્રજાની છૂંદણાં અંગેની માન્યતા અને મનોવૈજ્ઞાનિક ખ્યાલો તપાસવા જેવા છે. ગુજરાતી નારીનાં સુખ દુઃખને સાંભળવાનાં અનેક ઠેકાણાં છે, જેમ કે કુવાકાંઠો, પાદર, નણંદ, ભાભી, એમ અન્ય પુરુષરૂપે દોરેલા કૃષ્ણ, રામ કે અન્ય દિવ્યપાત્રના ચિત્રો, છૂંદણાંમાં રહેલ રામ કે કૃષ્ણનું ચરિત સ્ત્રી માટે અન્ય પુરુષ છે. પોતાના પુરપમાં રહેલી ઊણપ, મર્યાદા કે અગડ-સગવડની ફરિયાદ ક્યાં થાય? છૂંદણાંમાં પાંચેય પ્રકૃતિ છૂપાયેલી છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, ધરતી, વાયુ ને અવકાશના જૂદાજુદા ચિત્રો છૂંદણાંરૂપે વૃંદાવી બ્રહ્માંડને પોતાનામાં સમાવવાની માન્યતા દેઢપણે અહીં પ્રગટે છે, તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org