SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ 282 ભીમજી ખાચરિયા SAMBODHI છાતીએ છૂંદણાં બેઠી ભરબજારની વચ્ચે, હો હૈયું ખોલી શૃંદાવવા બેઠી ભરબજારની વચ્ચે હો ! કવિ સુંદરમના વસુધા કાવ્યસંગ્રહમાંનું આ છાતીએ છૂંદણાં ગીત ભારતીય નારીની સૌંદર્યમીમાંસા છે. જેને જોવું હોય એ ભલે જૂએ પણ હું તો ભરબજારે ખુલ્લી છાતીએ છૂંદણું તો શૃંદાવીશ જ. કારણ, આ છૂંદણું તો મારા નાવલિયાના નેહ માટે છે. અઢાર પંક્તિના આ કાવ્યમાં છૂંદણાં પ્રત્યેનો નારીનો ભાવ અને વાત્સાયનના કામસૂત્ર સાથેની નિસબત પણ ઊંડાણમાં પામી શકાય છે. લોકવિદ્યાના વિદ્વાનો જયમલ પરમાર, ખોડિદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ, કનુ નાયક આદિ અનેક સંશોધકોએ લોક સાથે સંકળાયેલ લોકસાહિત્ય, લોકકલા, લોકરમત, લોકનૃત્ય વગેરે બાબતે લોકની વિશિષ્ટતાઓ પૈકી ખૂંદણાં અંગે ઘણી વિગતો નોંધેલ છે. અહીં છૂંદણાં વિષયે અર્થ, પ્રયોગો, અલંકારને ઉપયોગિતા સંદર્ભે વાત માંડવાનો પ્રયત્ન છે. ભગવદ્ગોમંડલમાં જણાવ્યા મુજબ મૂળ સંસ્કૃત રૂપ લોન પરથી અપભ્રંશ ભૂમિકામાં આગળ વધેલ આ યાદચ્છિક રૂપ છૂંદણાં = ખૂંદવાની ક્રિયા, ત્રાજવું, ટોંચણું, શરીર ઉપર છૂંદીને પાડેલ ટપકાં કે આકૃતિ : જે સ્ત્રીનાં થાનનાં દુધ કે તાંદળજાનાં રસને અને કાજળને ભેગાં કરી સોયની અણીએ શરીર ઉપર ટોચ્યાં કરી લોહી નીકળે એટલે તેની ઉપર હળદર અને મેશ દાબવાથી પડતો ડાઘ. " આ શબ્દને અંગ્રેજી અર્થઘટનમાં જોઈએ તો Tattooing, Figures, spots, a permanent design made by interesting pigment into punctures in the skin,” આમ જોઈ શકાય છે. ગુજરાતી વિશ્વકોશમાં છૂંદણાંની વૈજ્ઞાનિક સમજ શિલીન શુકલ આપે છે. આ રીતે અપાયેલી છે: “સામાન્ય રીતે કાળાશ પડતા ભૂરા રંગ માટે ઇન્ડિયન કે ચીની શાહીમાંનો કાર્બન, લાલ રંગ માટે સિનાબાર, છીંકણી રંગ માટે પીળી છીંકણી, રંગની કુદરતી માટી અને લીલા રંગ માટે ક્રોમિક ઓકસાઈડ કે હાઈડ્રેટેડ ક્રોમિયમ સંસ્કવીઓકસાઈડ વપરાય છે. છૂંદણાં દોરાવ્યા પછી તે સ્થળે ચેપ લાગે તો કયારેક પરું, ગૂમડું કે પેશીનાશ, ઉપદંશ, ક્ષય કે કુષ્ઠરોગ થવાનાં ઉદાહરણો નોંધાયેલા છે. વૈજ્ઞાનિક સમજ પ્રમાણે વિષુવવૃત્તના દેશોમાં જ્યાં આબોહવા ગરમ રહેતી હોય એવા પ્રદેશોમાં શરીર દફન પછી બેપાંચ દિવસ સુધી મૃત શરીર ઉપર ટકે છે. વર્તમાન જગતની સૌંદર્યશાસ્ત્રની બદલાયેલી વ્યાખ્યા મુજબ શસ્ત્રક્રિયા, વીજલયન, કોસિટક પદાર્થ, લોખંડની પટ્ટી-પટ્ટાઓનો ગરમ, દાબ કરી, ચામડીની પુર્નરચના કરી, રસાયણો દ્વારા છૂંદણાંને શરીર ઉપરથી દૂર કરી મૂળ શરીર મેળવી શકાય છે.”૫ છૂંદણાંની વ્યુત્પત્તિ અને કોશગત સમજ બાદ હવે સાંસ્કૃતિક સમજ જોઈએ. બુંદેલખંડી લોકગીતમાં “ચૂમા લગત ગાલકો પ્યારો, ગોરી બહુ તિહારો. જબસે લખ્યો ખબરના બિસરે, હોતન દિલ સે ન્યારો: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy