________________
Vol. XXXVI, 2013
છૂંદણાં
285 પ્રજાનાં સાંસ્કૃતિક વિકાસની સાથે ધીરે-ધીરે આ આકૃતિઓમાં સૌંદર્યમૂલક પદાર્થોને પ્રકૃતિનું ઉમેરણ પણ થવા લાગ્યું. પરિણામે આદિવાસી અને અન્ય લોકજાતિઓમાં રામ, કૃષ્ણ, બાલકૃષ્ણ, ગણપતિ, હનુમાન, શિવ, અંબા, ખોડિયાર, લક્ષ્મીજી, સીતારામ, રાધાકૃષ્ણ, શિવપાર્વતી, રથ, તુલસી, ત્રિશૂલ, નાગ, નરપુંડ જેવા દિવ્યાદિવ્ય પાત્રો છૂંદાવવાની પ્રથા વધવા લાગી, જે હજુ પણ જોઈ શકાય છે. પશુપાલન, કૃષિ અને જંગલમાં રહેનારી લોકજાતિઓમાં ગાય, સાંતીડું, વડલો, ત્રિશુલ, ધોરી, ખૂંટ, વાઘ, કોશ, મોર, વીંછી, દેરડી, ધજા, પારણું, કાવડ, વેઢલાં, સ્વસ્તિક, વિવિધ માનવચહેરાંઓ પણ છૂંદણાંરૂપે મળે છે.
છૂંદણાં અંગે લોકજાતિઓની મુલાકાત લેવા જૂનાગઢ જિલ્લાના માળીયા હાટિના તાલુકાનાં આહિર કુટુંબોમાં રામભાઈ રાવલિયાના પરિવારની બહેનોએ જણાવ્યા મુજબ: “ગડુ ગામનો દેવીપૂજક અમારા છૂંદણાં છૂંદતો; અમારા કુટુંબમાં છૂંદણાં વગરની બેન-દીકરી અપશુકન ગણાતી. બન્ને હાથને પોંચે લાડુડાનું જીંદણું મોટુ શુકન છે. પહેલા અમે હાથના કાંડાની બાજુએ પછી પાછળ એમ બે વખતપાંચ-સાત દિવસ સુધીમાં છૂંદણાં છૂંદાવીએ. છૂંદણાં પાકે, દુઃખે, છાણવાસીદું પણ ન થાય. પણ હાથમાં વૃંદાવેલ વાવ, ઢીંગલા, ચકલી, પનિહારી, ફૂલવેલ ને કાનુડો જોઈએ ત્યારે મનમાં ખૂબ રાજીપો થાય. જો કે દરેક લોકજાતિની માન્યતા અને છૂંદણાં અંગેનો ભાવ જૂદો-જૂદો છે. કોડિનાર તરફના કોળી અને કારડિયા રજપૂતના પરિવારોમાં રાવલ જાતિના પુરુષો જ છૂંદણાં છૂંદે છે. દસ બાર વર્ષની વયે અધમણ બાજરાને બદલે છૂંદણાં જો ના છૂંદાવાય તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે સાસુ, નણંદ મહેણા પણ મારે છે કે “તારી માને બે પાલી બાજરાનો લોભ લાગ્યો કે છૂંદણાં વિનાની કાઢી મુકી ! કારડિયા રજપૂતના વૃદ્ધાની મુલાકાતે વિગત મળી કે “અમે તો છૂંદણાંનું પાણી હાથે જ બનાવતા. છૂંદણાં પાકે એટલે ભૂખ્યા રહેવું પડે. બે ભાન પણ થઈ જવાય, ટોપરાનું તેલ, હળદરને દેશી ટીંડોરીના પાંદડાનો રસ વાટી બધું ભેગું કરી છૂંદણે ચોપડીએ. પહેલા અમે હાથમાં છૂંદણાંની એંધાણી કરીએ, પછી જ રાવળને કહીએ, નકર તો રાવળ છૂંદણાંની હારે હાથને અમારો ભવ પણ બગાડે ! હરણ, મોર, સાથિયો, જોતર, મંદિરના છૂંદણાં ખીલે એટલે અમારો આનંદ કયાય માંય નહીં.” બહુ આનંદ સાથે કહેવું પડે કે એક વૃદ્ધ માતાએ છાતીએ બન્ને તરફ મોરને વચ્ચે મંદિરનું આખી છાતી પર છૂંદણું વૃંદાવેલ. જો કે શરીરમાં ગોઠણની ઉપર, પિંડીની પાછળ છૂંદણાંની ભાત પણ દર્શનીય છે. મૂળ ઘેડના પણ હાલ નિવૃત્ત રીતે એકલા-યોગસાધનામાં આનંદથી રહેતા અભણ પણ કોઠાસુઝથી હોશિયાર એસીક વર્ષના મોઢવાડિયા પરિવારની માતાના કહેવા મુજબ : “આ છૂંદણાં તો મેં હાથે જ છૂંદેલા છે. બાવળની શૂળ ભાંગે તો લોઢાની સોય લઈને હું ડાબે જમણે હાથે મારી રીતે જ છૂંદણાં છંદતી. એક વાર કોઈક બહેનપણીએ મારા હાથમાં રામનામનું છૂંદણું બગાડી નાખ્યું એટલે, મેં માથે છૂંદણાંના લીટા મારી ઝીણા અક્ષરે બીજું રામનામ લખ્યું! જુઓ એ આ રહ્યું ! અમારી ગાયની વાછડીનું મૂતર હું ભેગું કરું, ગાયના ઘીના મેંશ બનાવું ને પછી દી' ચડે એટલે છૂંદણાં છૂંદવા બેસું. મને વહાલું ઘોડિયું, નાળિયેરીના ઝાડ, બાવળિયા ગાયું ને ભેસું. અમારી પડખે હોય એટલે એનાં છૂંદણાં મને બહુ ગમે ને દોરવા પણ ગમે. હું ગીત ગાતી જાઉ ને છૂંદણાં છૂંદતી જાઉં એમ કરતા તો અડખે-પડખેના મલકમાં મારું નામ થઈ ગ્યું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org