________________
267
Vol. XXXVI, 2013 ધનપાલ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર ત્યાદિ ધાતુનો વ એમ સાયણ જે પાઠ આપે છે તે દ્રમિડોનો પાઠ છે, જ્યારે આર્યો તેનો વિપુ પાઠ આપે છે. (૨૦)
(૨) ધનપાલ કેટલાક ધાતુઓનો સાયણ, મૈત્રેય વગેરે કરતાં જુદો પાઠ કરે છે, જેમકે ગ્વાદિ મુદ બદલે મુડ (૭), અદાદિ ધાતુ પૃવીને બદલે પૃવું (૧૯), ગ્વાદિ શીન્ને બદલે સીઝ (૨) પાઠ કરે છે અને યુરાદિ ધાતુ વઃ સર્વેશવને ને બદલે પ૮ ધાતુનો એ જ અર્થમાં પાઠ કરે છે. (૩૪)
(૩) અમુક ધાતુઓના અર્થની બાબતમાં પણ તે સાયણ વગેરેથી જુદા પડે છે. જેમકે ગ્વાદિ દો ધાતુના “ગતિ' એ અર્થ તેમને માન્ય નથી, તેનો ધનપાલ માત્ર અનાદર જ અર્થ કરે છે જે લોકવ્યવહારને અનુરૂપ છે (૯) રુધાદિ ધાતુ વૃનીનો અર્થ વર્ગને ને બદલે વરણ કરે છે (૩૩). ગ્વાદિગણના તક્ષ ત્વને ધાતુસૂત્રમાંના વૈવન નો અર્થ ત્વવો પ્રહણ ને બદલે ધનપાલ ‘સંવરણમ્' અર્થ આપે છે, જે અંતરંગ અર્થ છે. (૪૪)
(૪) ધનપાલ અમુક ધાતુઓનો પાઠ કરતા નથી, જેમકે ગ્વાદિમાં તે માત્ર ૮ ફિટ કરી તૌ. એ ત્રણનો પાઠ કરે છે, રૂ કે ડું નો પાઠ કરતા નથી. (૬) કેટલાક વૈયાકરણો સુરાદિમા Mિઢ સ્નેહને બદલે fટ સ્નેહને પાઠ કરે છે તે ધનપાલને માન્ય નથી. (૨૪)
(૫) નૂ પ્રાર્લાવાત્મનેપવી એ ચુરાદિ ધાતુસૂત્રના સંદર્ભમાં ધનપાલ માને છે કે પ્રાપ્યર્થ ન હોવાને લીધે, જયારે TMનો અભાવ હોય, ત્યારે ચુરાદિમાં આત્મપદ ન થાય, પરસ્મપદ જ પ્રયોજાય છે. (૩૦) તે જ રીતે તે ચુરાદિ ગણના સ્વઃ સવર્માત્ | ધાતુસૂત્રમાંના ગા ને અભિવિધિના અર્થમાં ન લેતાં ઉપસર્ગના અર્થમાં લે છે, તે તેમણે આપેલા ઉદાહરણો પરથી જણાય છે. (૩૧)
(૬) આ ધાતુસૂત્રોમાં, જયારે કોઈ એક સૂત્રમાં પાઠભેદને લીધે, તે સૂત્રનો અર્થ બેસાડવામાં પ્રયત્ન કરવો પડે એમ લાગે, ત્યારે ધનપાલ એનો ઉકેલ કેવી રીતે લાવે છે તેનું સરસ ઉદાહરણ સુરાદિ ગણનું પટપુટ...વૃતુવૃધુ માપાથ: સૂત્ર છે. આ સૂત્રમાં ક્ષીરસ્વામી જેવા કેટલાક વૈયાકરણો પાસાર્થો: પાઠ આપે છે. પુરુષકારમાં કહ્યું છે તેમ માનાથ પાઠ જોડે સકર્મકત્વનો મેળ બેસાડવા પ્રયત્ન કરવો પડે, તેથી ધનપાલ બીજી રીતે આ સૂત્ર ઘટાવે છે. આ પટ-પુટ વગેરે ભાષાર્થ ધાતુઓ બન્માં પ્રયોજાય છે અને અન્ય જે ભાસાર્થ ધાતુઓ છે તે પણ ઉગમાં પ્રયોજાય છે. (૩૨)
(૭) વન વ નો – જ્વાદિ ધાતુસૂત્રમાંના વનુ ધાતુની દ્રમિડો નિત્યમિત્યંજ્ઞા માને છે, જ્યારે આર્યો વિભાષાથી મિત્ત્વ ઇચ્છે છે તેમ ધનપાલે નોંધ્યું છે આમ ઘટાદિ ધાતુઓના મિત્ત્વ બાબત પણ તેમણે પૂરતો વિચાર કર્યો છે. (૩૬)
(૮) પુરુષકારમાં મળતા ધનપાલના મતને લીધે વગ ધાતુનો સાચો અર્થ બેસાડવામાં મદદ મળે છે. ચુરાદિ વન કે વૈદ્ર ધાતુનો અર્થ સાયણ, મૈત્રેય ક્ષીરસ્વામી વગેરે માસંરયો. એમ જે અર્થ આપે છે તે બંધબેસતો નથી. જ્યારે પુરુષકારમાં ધનપાલનો જે મત આપ્યો છે તે પ્રમાણે વન માળસંસ્કારો: અર્થ આપ્યો છે જે વધારે બંધ બેસે છે. તેમાં નોંધ્યું છે કે તન્ત્રાન્તરમાં પણ એ જ અર્થ મળે છે. આ પરથી ખ્યાલ આવે છે કે મૂળ ધાતુ વન છે અને સાચા અર્થ માર્ગણસંસ્કાર (બાણને સંસ્કારવું) છે. (૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org