________________
266 નીલાંજના શાહ
SAMBODHI એમ ધાતુસૂત્ર આપે છે, તેથી ધનપાલના મતે પણ ધાતુનો અર્થ પણ હિંસાવત્તાવાનનિવેતન થાય છે એમ સ્પષ્ટ જણાય છે
પુરુષકારના કર્તાએ વધારામાં જણાવ્યું છે કે શાદાયનના મતમાં તફાવત એટલો છે કે તે તેના અને ઉન નો વિત્ પાઠ એટલે કે તુગુ અને ઉપનુ પાઠ કરે છે તે પરથી ચોક્કસ નક્કી થાય છે કે શાકટાયન પણ પક્ષના અર્થ બાબત ધનપાલ જેવો જ મત ધરાવે છે અને શાકટાયન ધાતુપાઠ (પૃ.૧૭)માં પણ તુન fપનુ હિંસાવતાદ્રાનિતનેષુ મળે છે. “મા.ધા.વૃ.” (પૃ.૫૪૨)માં શ યનસ્તુ સુપિગેતિ પીડા, એમ મળે છે. “ક્ષી.ત.” અને “ધા...'માં પણ તૌ સૂત્ર જ આપ્યું છે અને તે ધાતુનો આગળના સૂત્રમાં સમાવેશ કર્યો નથી, તે ફરી નોંધવું ઘટે, તેથી તે ત્રણે વૃત્તિઓમાં ઉપસ ધાતુનો હિંસા, બલ, આદાન, નિકેતન એવો અર્થ પણ દર્શાવ્યો નથી એ સ્પષ્ટ થાય છે.
ધનપાલને સમર્થન મળે, એવો મત હૈમધાતુમાલાના ચુરાદિ ગણ (પૃ.૩૮૪)માં મળે છે : વૃપિસગવર્દ હિંસાયામ્ | ગુજરાતી ભાષામાં પણ “પીસવું'નો અર્થ “ફુધી નાંખવું, બળપૂર્વક ભીંસવું' એમ થાય છે તે નોંધવાનું મન થાય છે.
ઉપસંહાર
ધનપાલ નામના આ અપ્રસિદ્ધ વૈયાકરણના પાણિનીય ધાતુસૂત્રોને લગતા ઉપર્યુક્ત મતોનો અભ્યાસ કરતાં એમ સ્પષ્ટ જણાય છે કે શાકટાયન ધાતુપાઠના આ વૃત્તિકારે પાણિનીય ધાતુપાઠ પર પણ અવશ્ય વૃત્તિ લખી હશે. એ વૃત્તિમાં, ધનપાલે મુખ્યત્વે પાણિનીય ધાતુપાઠમાં આપેલા ધાતુઓના પાઠ અને અર્થ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો હશે, તેમ સાયણ અને લીલાશુકે ટાંકેલા તેમના મત જોતાં કહી શકાય. હાલ એ વૃત્તિ ઉપલબ્ધ નથી, તેથી આપણે માધવીયા ધાતુવૃત્તિ અને પુરુષકાર વાર્તિકમાં ટાંકેલા એમના મત પરથી જ વૃત્તિકાર તરીકે એમનું મૂલ્યાંકન કરવું રહ્યું.
એ સ્વાભાવિક છે કે ધાતુસૂત્રોને લગતા એમના મોટાભાગના અભિપ્રાયો શાકટાયનના મતોને મળતા આવે છે. અહીં આપેલા ૪૫ મતમાંથી પણ પંદર જેટલા મતમાં સાયણ અને લીલાશુક તિ ધનપાતાવરીથનૌ , એમ મત ટાંકે છે તે પણ આ બાબતનો સબળ પુરાવો છે. સાયણે પણ ગ્વાદિ ગણના મત્ત ધાતુસૂત્રના સંદર્ભમાં જણાવ્યું છે કે ધનપાતdીવત્ શારાથનાનુસારી ! (મા.ધા.વૃ., પૃ.૮૬) તે સિવાય ક્ષીરસ્વામીના મત સાથે બાકીના ઠીક ઠીક મત મળતા આવે છે તે પરથી અનુમાન કરી શકાય કે ક્ષીરસ્વામી અને ધનપાલ આ બાબતમાં સમાન પરંપરાને અનુસરતા હશે.
ઉપર્યુક્ત બંને વૃત્તિઓના મળતા મત પરથી પ્રસ્તુત ધાતુસૂત્રો વિશેના એમના વિશિષ્ટ અભિગમને ટૂંકમાં દર્શાવ્યો છે. આ લેખમાં આપેલા મતના નંબર પણ તે તે મુદ્દા જોડે દર્શાવ્યા છે.
(૧) બીજા વૃત્તિકારો કરતાં ધનપાલની આગવી કહી શકાય તેવી વિશિષ્ટતા એ છે કે તેમણે આર્યો અને દ્રામિડીના ધાતુપાઠ વચ્ચેનો તફાવત અમુક અમુક ધાતુઓ બાબતમાં દર્શાવ્યા છે, જેમકે ગ્વાદિ અતિ ધાતુનો આ ટ્રાન્ત એમ પાઠ કરે છે, જ્યારે દ્રમિડો તાન્ત પાઠ કરે છે (૧), તેં જ પ્રમાણે જુહો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org