SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2013 કવિશ્રી સોમપ્રભાચાર્ય કૃત “શ્રવૈરાગ્યતર 'માં ચમત્કૃતિ 231 પદ્ય-૩૪ થી ૩૬માં કવિએ “વિષયોપભોગ”ની નિન્દા કરી છે. સુંદરી સાથેના વિષયોપભોગથી મૂર્શિત થયેલા પુરુષને મોક્ષ માર્ગે વાળવા અને દુર્ગતિના ખાડામાં ન પડવા અંગે કવિ કહે છે કે – હે પુરુષ ! આવા મનોહર લાગતા વૈષયિક સુખને તું પાપની પરંપરાનું કારણ જાણ અને પોતાના અંતને નરકમય ન બનાવ. (પદ્ય-૩૪-૩૫) કામક્રીડારૂપી વાવડીમાં સ્ત્રીઓના મુખકમળમાં અધરનું મધુપાન કરનારા દઢ આસક્તિવાળા અતિમુગ્ધ પુરુષોને ચેતવતાં કવિ કહે છે કે ભમરાઓની માફક ભારે ક્લેશવાળી (બંધનના) તમારા દુઃખની ઘટના નજીક છે. (પદ્ય-૩૬). પદ્ય-૩૭માં “સંતોષને વૈરાગ્યનું સાધન બતાવતાં કવિ પુરુષોને કહે છે કે જળ અને વૃક્ષ વગરના અસહ્ય બાણના પ્રહારને લીધે વિષમ યુવતીઓનાં નિતમ્બસ્થળ તારી તૃષ્ણાને નહિ સંતોષી શકે માટે ચિત્તની ચંચળતા ત્યજી શ્રમરૂપી બગીચામાં અભિરુચિ કેળવવાનું કહે છે. પદ્ય-૩૮ અને ૩૯માં કવિએ ચિત્તની ચંચળતા અને તેના નિવારણરૂપ મુક્તિનો ઉપદેશ આપતાં કહે કે “હે માનવ! (પુરુષ) જો તું શિવપુરી (મુક્તિ)માં અભિરુચિ ધરાવતો હોય તો કામદેવરૂપી મદનિયાની ક્રીડા માટેની વિહારભૂમિ સમી રમણીના આ નિતમ્બ સ્થળને તું દૂરથી ત્યજી દે, નહિ તો તું જન્મ-મરણના વારાફેરામાંથી મુક્તિ નહિ પામીશ.' પદ્ય-૪૦માં કવિ, કામિનીરૂપી યામિની (રાત્રિ)ને પાર કરવા માટે “શમ'ને જ સાધન ગણાવે છે. પદ્ય-૪૧માં મુક્તિના માર્ગમાં તરુણી અને વિષયભોગ અંતરાયરૂપી છે તેવું કહી પદ્ય-૪૨માં કવિએ “કામ”ની નિંદા કરતાં કામને “કમળાના” રોગ સાથે સરખાવ્યો છે. તો પદ્ય-૪૫માં કવિએ સંસારના વિષયોને વિષવૃક્ષ સાથે સરખાવી, આવાં વિષવૃક્ષોની છાયા ત્યજીને મુક્તિરૂપી નગરીમાં જવા ઇચ્છતા મુમુક્ષુઓને તેનાથી દૂર રહેવા માટે ઉપદેશ આપ્યો છે. કારણ કે આવાં વિષવૃક્ષોની છાયા જલ્દીથી મહામોહ ફેલાવનારી હોય છે, જેનાથી પ્રાણી (મનુષ્ય) એક પણ ડગલું જવા સમર્થ થતો નથી. કૃતિનાં અંતે, પદ્ય-૪૬માં કવિશ્રી સોમપ્રભાચાર્યે ‘સોમy a મર્થનમ' માં પોતાનું નામ છુપાવ્યું છે. કવિનું કહેવું છે કે ચન્દ્રની કાંતિ અને સૂર્યની પ્રભા જે મનુષ્યના અજ્ઞાનરૂપી કાદવને દૂર કરતો નથી તે આ થોડાક ઉપદેશને સાંભળવાથી હંમેશાં નાશ પામે છે. શ્રરવૈરાતરફી ' કૃતિમાં કવિશ્રી સોમપ્રભાચાર્યે કેટલાંક સૃજ્ઞારપરક અર્થો આપતાં પદોમાંથી સભંગશ્લેષ દ્વારા વૈરાગ્યપરક અર્થ આપતાં પદો આપ્યાં છે. ક્યાંક વિચાર-સાદેશ્ય કે ભાવસાદશ્ય થી શ્રદ્યારપરક પદ્યોમાંથી વૈરાગ્યપરક અર્થો આપી ચમત્કૃતિ જન્માવી છે. આ પદ્યોમાં ચમત્કૃતિ માટે કવિએ ઘણું ખરું સભંગશ્લેષનો આશ્રય લીધો છે, જે નીચે મુજબ છે. * “વફ્સવ:' (વાંકડિયા કેશ) શબ્દમાંથી “વ'નો લોપ કરી “શ્નર' (કરવત) શબ્દ નિષ્પન્ન કરી ચમત્કૃતિ સર્જી છે. (પદ્ય-૩) * “સુન્નત્ન' (કેશ) શબ્દમાંથી “ત્ત' દૂર કરી ‘સુન્ત' (ભાલો) શબ્દ પ્રયોજીને ચમત્કૃતિ સર્જી છે. (પદ્ય-૪). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy