________________
230
સુરેખા કે. પટેલ
SAMBODHI
આ બે કુંડળો કામાગ્નિના કુંડ છે, માટે પુરુષને તે અંગે ઇન્દ્રિયદમન કરવા કહ્યું છે. સુંદરીના કર્ણાભરણને સ્પૃહાપૂર્વક જોતા પુરુષે બીજા ભવમાં નરકના રક્ષકો તરફથી માર (આઘાત) સહેવો પડે છે. (પદ્ય૧૪) કમળનયનાના કંઠ (ગળા) ને શ્રેષ્ઠ માની આનંદિત થતા પુરુષને કવિ કહે છે કે તે તો મુક્તિનગરમાં પ્રવેશતાં અટકાવતો આંગળો ( તા) છે. (પદ્ય-૧૫) પદ્ય-૧૬ થી ૧૮માં કવિ કમળનયનાના કુચપ્રદેશ (સ્તનકળશ) વિશે પુરુષને કહે છે “હે ભાઈ ! કમળનયનાઓના સ્તનકળશનો પરમ સ્પર્શ પામીને અમૃતમગ્ન થઈ પ્રીતિ અનુભવવાની જરૂર નથી. તેને તો ધર્મરૂપી રાજાના સૈન્ય ઉપર પ્રહાર કરવાના મનવાળા પાપરૂપી ભીલ વડે મોકલેલો જાસૂસ જ જાણ.” માટે કંદર્પ હાથીના ગંડસ્થળ જેવા સુંદરીઓના સુંદર સ્તનકળશથી મત્ત ન થવાનું કહે છે. પદ્ય-૧૯ થી ૨૧માં નમેલી ભ્રમરવાળી સ્ત્રીના બાહુઓનું આલિંગન પામેલ પુરૂષને આનંદ ન પામવાનું કહેતાં કવિ કહે છે કંઠ પાસે વંકાયેલા સુંદરીના ભુજને તું વિષયુક્ત સર્પ જાણ. જે ભુજના સંસ્પર્શથી ક્ષણમાત્રમાં સંપૂર્ણ ચૈતન્ય નાશ પામે છે. પુરુષના ગળે વીંટળાયેલ સુંદરીના ભુજ આલિંગનને કવિએ અન્તઃ પ્રાણનો નાશ કરનાર કહ્યો છે. કવિના મતે કામરૂપી ચિત્તવાળાને યોગ્ય કે અયોગ્ય વચ્ચે વિવેક હોતો નથી. પદ્ય-૨૨માં કવિ, કામાંધ બુદ્ધિવાળા પુરુષને ઉદ્દેશીને કહે છે – “તું સુંદરીના બાજુબંધ (પૂરમંદ્ર) ને જોઈને શા માટે આનંદ પામે છે ?' મેધાવી લોકો તેને વિવેકનો નાશ કરનારું એકમાત્ર કારણ કહે છે. પદ્ય૨૩માં કવિએ સુંદરીના હાથનાં કંકણનું તેમજ પદ્ય-૨૪માં જડતા ઉત્પન્ન કરવામાં પ્રવીણ એવા સુંદરીઓના કમનીય કર(હાથ)ને “મોક્ષરૂપી નગર તરફ પ્રયાણ કરવામાં વિપ્નના કારણરૂપ વરસાદના કરા જાણ' એવું કહે છે. પદ્ય-૨૫માં મૃગનયનાના નીવી(નાડાની ગાંઠ) સુધી પહોંચતા હારને જોઈને હૃદયમાં હર્ષ પામતા પુરુષને કવિ કહે છે કે તેને તું વિવેકરૂપી કમળવનનું ઝાકળ(નાશ કરનારું) સમજ.' પુરુષના બીજા જન્મની દુર્ગતિના કારણરૂપ અંગનાના સુંદર ઉદર(પેટ)ને જોઈને મોહિત ન થવાનું કવિ કહે છે. (પદ્ય-૨૬) તો પદ્ય-૨૭માં કવિ કામરૂપી ભુજંગ (સાપ)ના પાશ જેવી મૃગનયનાની નાભિના પાશમાં ન ફસાવવાની વાત કરે છે. મૃગનયનાના જઘનને જોઈને આનંદિત ન થવા પુરુષને કવિ કહે છે કે તેને તું વિશુદ્ધ નિશ્ચયવાળા હંસની યાત્રા(પ્રવાસ)ના કારણરૂપ જળયુક્ત મેઘ જાણ.” (પદ્ય-૨૮) તાપને દૂર કરનારાં કમળનયનાનાં ઉલ્લાસિત નિતમ્બને કડવો લીમડો જાણીને તેને દૂરથી જ ત્યજવા માટે કવિ પુરુષને કહે છે. (પદ્ય-૨૯) વિશાળ નેત્રોવાળી નારીનાં ઝાંઝર(નૂપુર)ને રાગ વગેરે શત્રુઓની ક્રીડાનું નગર કહેતાં કવિ પુરુષને કહે છે કે તેને આંખ વડે જોવું નહિ, કારણ કે તે ઝાંઝરથી આકર્ષાઈને તને મુક્તિ મળશે નહીં. (પદ્ય-૩૦)
કવિશ્રીએ પદ્ય-૩૧ થી ૩૩ સુધીમાં સ્ત્રી, તરુણી અને વધૂ વિષયક પદ્યો રચ્યાં છે. પ્રબુદ્ધ લોકો સ્ત્રીને, છરી (શસ્ત્રી) માને છે તેવું કહેતાં કવિ કહે છે કે જેને આગળ કરીને કામરૂપી સૈનિક, પુણ્યરૂપી સૈનિકને ભેદે છે. આવી વધૂ (પત્ની) જે પુરુષના પરમ આનંદનું કારણ છે તેવી આ વધુને દુર્ગમ દુર્ગતિના માર્ગે જતા “કામદેવના રથની ધૂંસરી” કહી છે. (પદ્ય-૩૨) આવી આળસ વગરની તરુણીઓ કે જે સુવર્ણમયી દેહકાંતિ ધરાવે છે, તેવી તરુણીઓના પડખે ન થવા માટે કવિ વિવેકી મનુષ્યો (પુરુષો)ને ચેતવે છે. (પદ્ય-૩૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org