SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2013 વેદની કૃષિવિદ્યા 213 હૂંડાને લણવા દાંતરડાનો ઉપયોગ થતો, ઋગ્વદ મુજબ “હે ઇન્દ્ર ! તારી આશાએ હું આ દાતરડું હાથમાં લઉં છું, લણેલા અને એકઠા કરેલા જવથી મારા હાથ ભરી દે.”૨૯ તથા “પાકેલા દાણા પાસે દાતરડાં આવે.”૩૦ – મોટી ડાળીઓ કે વૃક્ષો કાપવા માટે ‘પરશુ કે કુહાડાનો ઉપયોગ થતો હશે. જેમકે “ફરસો જેમ દ્રોહીઓને કાપી નાંખે છે.”૩ર “જેમ કુહાડાવાળો પુરુષ વૃક્ષને છેદે તેમ અશ્વિનોએ અંધકારને છેદી નાખ્યો. દાણા ચાળવા માટે મોટા ચાળણા કે ચાળણીનો ઉપયોગ થતો, અનાજ લેવા માટેના ખળા માટે ‘ખલ’ શબ્દ પ્રયોજાયો છે.૩૫ તથા ગાડા માટે ‘વનસ્' કે શી શબ્દો વેદમાં મળે છે. * આ ગાડા સાથે બળદ જોડી ખેડૂત અવાજ કરી ગાડું દોડાવતો. બળદને હાંકવા માટે વપરાતા ચાબૂક માટે તોત્ર, તોટૂ તથા ના શબ્દો પ્રયોજાયા છે. કૃષિ યોગ્ય પશુઓ: વેદકાળમાં ગાયને મનુષ્ય જીવનમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત થયું છે. ગાયનું દૂધ, દહીં, માખણ, ઘી વગેરે મનુષ્ય ઉપરાંત દેવોને પણ હવિરૂપે અર્પણ કરાતું. ગાયમાંથી થતા બળદો, આખલા, છાણ, મૂત્ર, ખાતર, વગેરે ખેતી માટે ખૂબ જ ઉપયોગી થતા. વામદેવ ગૌતમ ઋષિ મુજબ “હે ઇન્દ્ર ! તારી પાસેથી અમે હજારો અને સેંકડો ગાયો અને સમૃદ્ધિની આશા રાખીએ છીએ૩૯. કૃષ્ણ આંગિરસ ઋષિ કહે છે કે “અમે ગાયો વડે ગરીબીમાંથી પાર ઊતરીએ ૪૦” તથા “હે ઇન્દ્ર ! અમને ભરપુર ગાયો આપ”૪૧. અથર્વવેદમાં તો “સમગ્ર વિશ્વને ગાયરૂપ ગણાવ્યું છે.”૪૨ વેદકાળમાં માત્ર દૂધ માટે ઉપયોગી એવી ભેંસ માટે “મહિષી’ શબ્દ તથા પાડા માટે મહિષ શબ્દ પ્રયોજાયેલ છે. આ ઉપરાંત ઘોડા માટે વેદમાં વાદ, મધ કે પર્વત શબ્દ તો ઘોડી માટે ૩%ા કે પર્વતીજપ શબ્દ તથા ખચ્ચર માટે અશ્વતર * શબ્દો મળે છે. ઘોડાનો ઉપયોગ મહદંશે મુસાફરી માટે તથા રથને જોડવા માટે થતો હતો. વેદ મુજબ “હે અશ્વ ! તને બાજની પાંખો છે અને હરણનાં અંગો છે. આવા ઘોડા વાડને ઠેકી શત્રુઓનો નાશ કરે છે.... ક્યાંક કૂવામાંથી રેંટ દ્વારા પાણી કાઢવા માટે પણ ઘોડાનો ઉપયોગ થતો હશે. ઘેટાં-બકરાં માટે ‘વ' તથા ‘મન’ નો ઉલ્લેખ છે, ઉપરાંત ગાયો, ઘેટાં-બકરાં અને અન્નારસનું આવાહન કરાયું છેv૦. અથર્વવેદ મુજબ ‘ઘેટાં-બકરાં વરૂથી ભય પામીને નાસે છે. તેમનાં છાણ, લીંડી, મૂત્રના ખાતરથી ખેતીની ઊપજ સમૃદ્ધ બને છે. ડુક્કર કે જેને માટે ઋગ્વદમાં ‘વરદ૫૩ શબ્દ પ્રયોજાયો, તે ઘરની આસપાસ ચોખ્ખાઈ રાખતો હતો. ઋગ્વદમાં વિષ્ણુએ વરાહ વીંધ્યો હોવાના નિર્દેશથી વરાહ-ભૂંડનો શિકાર થતો હોવાનું જણાય છે. આમ જોતાં કૃષિ માટે મુખ્યત્વે તો ગાયબળદનો જ ઉપયોગ થતો હશે, તેમ કહી શકાય. પાકની સમૃદ્ધિ અને ખાતર : પાકની સમૃદ્ધિ માટે યજુર્વેદમાં ભૂમિપ૫, સૂર્યકિરણોપક, વાયુ, રક્ષણ, ફળદ્રુપતા, જળ૬૦ અને ખાતર ૧૧ જેવી સાત બાબતો પ્રત્યે સભાન રહેવાનું કહ્યું છે. વેદમાં ઉત્તમ કર્મ ગણાતા ખેતીના જાણકારને વિદ્વાન ગણાતો. અથર્વવેદમાં સમૃદ્ધ પાક થવા માટે પ્રાર્થનાઓ કરતા મંત્રો છે. અથર્વવેદમાં ‘શારિશાક શબ્દ દ્વારા ગાયના છાણનો ચોખાના પાક માટેના ખાતર તરીકે નિર્દેશ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy