SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 214 મહેન્દ્રકુમાર અંબાલાલ SAMBODHI જવ જેવા પાકનાં બીને “મધમાં ભેળવીને વાવવામાં આવે તો અનાજના સ્વાદ, કસ, અને જથ્થામાં ઘણો વધારો થતો હોવાનું સૂચન અથર્વવેદમાં મળે છે. ઉપરાંત જેઠીમધનાં વૃક્ષો વાવી સિંચાઈ સમયે કાપીને ઢોળીયામાં નાખવામાં આવે તો સ્વાદિષ્ટ અનાજ મેળવી શકાય. ઋગ્વદમાં પણ “મધું'નો ઉલ્લેખ છે. ગાયના છાણનો ખાતર તરીકે ખાસ ઉપયોગ થતો હોવાનું પ્રમાણ વેદમાં છે કે “આ ગાયો (રષિ) ખાતર ઉત્પન્ન કરનારી છે. ગાયો એવી પુષ્ટ હોય જેવી રીતે (શારિશ4) ખેતર ખાતરથી પુષ્ટ થાય છે. તેનું છાણ દાસી દૂર ફેંકે છે. તેનું છાણ ઉઠાવે છે. ઉપરોક્ત નિર્દેશોમાં ‘વરીષ', “શત, , શ, પા જેવા શબ્દો ખાતરના વાચક છે. શારિશ અર્થાત્ “ગાયોના છાણથી ઉત્પન્ન ખાતર' આવાં છાણ ખાતર ઉપરાંત બળતણ માટે છાણાં બનાવવા પણ વપરાતાં. સિંચાઈ : આજની જેમ તે કાળે પણ વરસાદ મનુષ્ય માટે પાયાની જરૂરિયાત ગણાતો. ઈન્દ્ર કહે છે કે “વજબાહુ એવા મેં મનુષ્યો માટે આ સમગ્ર સુંદર જળને સુગમ બનાવ્યાં છે. હે જળ ! પત્ની પતિને જોઈને તેની સાથે સમાઈ જાય તેમ તમે આ ચોખાના દાણાઓમાં સમાઈ એક રૂપ થઈ જાઓ. આ ઉપરાંત વધુ વરસાદ પાકને નુકસાન કરતો હોવાથી તેને રોકવા માટે પણ પ્રાર્થના થતી, જેમ કે “હે પર્જન્ય ! તેં ભરપૂર વરસાદ વરસાવ્યો છે, હવે તેને અટકાવી દે.”૪ વૈદિક કાળમાં ખરીફ પાક માટે વર્ષાની ચિંતા હોઈ શકે, પણ “રવી પાક માટે તો જળસંશોધનના અન્ય સ્ત્રોતોનો પણ આશ્રય લેવાતો, તે માટે કૂવાનું વર્ણન કરાયું છે. ઋગ્વદમાં કૂવા માટે જૂ૫૫, ર્ત5, વવ્ર૭, ૮, વાત, અવત°, વિ -૧, સૂત્ર, ૩–૯૩, કારોતરતિ૮૪, વટ૮૫, વગેરે શબ્દો પ્રયોજાયા છે. “મરુતોએ તે દિશામાં કૂવો ખોદી તરસ્યા ગૌતમ માટે ઝરણું વહાવ્યું તથા સહેલાઈથી ન ખૂટે એવા જળવાળા કૂવામાંથી પાણી ખેંચીને સીંચો મૃત ગાય કે ભેંસના ચામડામાંથી સીવેલો ચામડાનો કોસ બનાવી કૂવામાંથી પાણી કઢાતું હશે. ' સિંચાઈના સંદર્ભમાં ઋગ્વદમાં કૂ = જલકર્ષક યંત્ર, અશ્મ = પાકાકૂવા અને મંત્રો -૯ = બંધિયાર કૂવાઓનો સંકેત મળે છે. યજુર્વેદમાં મળતા સુત્ય = પાતળી જલધારાવાળી, પંથ્ય = પાતળી નળીઓ, ટ્ય = પોખરો, તળાવો, નદીઓ વડે ખેતરમાં લઈ જવાતું પાણી, ત્યાં = કૃત્રિમ નળાઓનું પાણી વગેરે કરાયેલ વર્ણનો© પરથી વૈદિક કૃષક નહેરોનું બાંધકામ જાણતો હોવાનું જાણી શકાય છે. ઉપરોક્ત નિર્દેશો પરથી વૈદિક યુગમાં સિંચાઈનાં બધાં સમુચિત સાધનોનો ઉપયોગ થતો હોવાનું જાણી શકાય છે. પાકના રોગ અને પાક સંરક્ષણ ? ઉગતા ધાન્યને મોટી ઈયળ, કાતરા, તીડ, તીતીઘોડા, તમરાં, ઉંદર, કંસારી, પતંગિયાં, ચકલાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy