SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 212 મહેન્દ્રકુમાર અંબાલાલ SAMBODHI જમીનના પ્રકારો અને ખેતરોઃ વેદમાં નિર્દિષ્ટ ભૂમિના વિવિધ પ્રકારોમાં માટીવાળી-પથરાળ, ટેકરાળ, પહાડી, રેતાળ, ઢોળાવવાળી, સપાટ, નીચાણવાળી, ફળદ્રુપ, ખેડેલી વગેરે પ્રકારની જમીનો મળે છે. વેદોમાં ઠેર-ઠેર, દૂધ, ઘી, અને મધ કે મધુર જળથી છલકાતી ભૂમિ માટે પ્રાર્થના કરાઈ છે. યજુર્વેદ મુજબ “મને પથરાળી, માટીવાળી, નાના ટેકરાવાળી, પહાડી, રેતાળ જમીન અને વનસ્પતિ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થાય.૦ ફળદ્રુપતાની દૃષ્ટિએ જમીનને સર્વા' (ફળદ્રુપ) તથા કષર કહી છે. આ (ખારી કે પડતર) ઉપરાંત વિસ્તાર નામે ભૂમિ વેદમાં પ્રખ્યાત છે. – ખેતરોને ક્ષેત્ર નામે ઓળખવામાં આવતાં, તે પરથી ક્ષેત્રવિદ્, ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રુંજય, ક્ષેત્રિય જેવા શબ્દો વૈદિક સંહિતાઓમાં મળે છે. વૈદિક-સંહિતાઓમાં કૃષિ, કૃષમાણ, કૃષ્ણ, કૃષ્ટપથ્ય, કૃષ્ટિ વગેરે શબ્દો પણ પ્રયોજાયેલ જણાય છે. ખેતી લગભગ સ્થિર એવા ગ્રામ્યજીવન પર અવલંબિત હોવાથી ઉપલબ્ધ જમીનને વ્યવસ્થિત ખેતરોમાં વિભાજીત કરવામાં આવતી. “ઈન્દ્ર – પોતાના મિત્રોને ખેતરો અને ગોચર જમીન આપી.”૧૫ એવા વેદના ઉલ્લેખ પરથી ખેતરો ખાનગી માલિકીનાં હોવાનું કહી શકાય. જમીન લે-વેચ, ફેરબદલી, ભાગ પાડવાની પ્રથા તે સમયે પણ હશે. જમીન-માપણી માટે ચોક્કસ પ્રકારના ગજ કે દાંડાના ઉલ્લેખ ઋગ્વદમાં મળે છે. ખેતરોની ચો-તરફ કરાતી કાંટાળી વાડને અશ્વો ઠેકી જતા હોવાનો ઉલ્લેખ છે. ૧૭ ખેતરોમાં જવા માટે સારા રસ્તા હોવા અંગે પ્રાર્થના કરતાં વેદમાં કહ્યું છે કે, “અમે સારાં ખેતરો, સારાં રસ્તાઓ તથા સારી સમૃદ્ધિ માટે તારું વજન કરીએ છીએ.”૧૮ જમીનની ફળદ્રુપતા અનુસાર ખેતરોને સારાં-નરસાં કહેવામાં આવતાં. મહેનત ન કરનાર ભિખારીને સારાં ખેતર ન આપવાનું કહ્યું છે ૯. વેરાન ખેતરોને ટાલિયા માથા સાથે યાદ કરતાં કહ્યું છે કે – “હે ઇન્દ્ર ! આ અમારી વેરાન જમીન, આ અમારાં શરીર અને મારા પિતાનું મસ્તક – આ સર્વને તું અંકુરિત કર.”૨૦ ખેતીના સાધનો - લોખંડની અણીદાર કોશવાળા લાકડાના હળને વેદકાળમાં ખેતી માટે પ્રમુખ સાધન મનાતું હતું. આવા આખા હળને માટે - “સીર'૨૧ શબ્દ, બળદો જોડવાની ધૂંસરી માટે ‘તાં ત૨૨ શબ્દ, ખેડેલી જમીન (ચાસ માટે) “સીતા’ શબ્દ પ્રયોજાતો. અથર્વવેદમાં હળથી ખેડી શુદ્ધ કરેલ જમીનમાં બીજ વાવી, દાતરડા વડે લણી, ધાન્યને ઘેર લઈ જવાનું વર્ણન છે”. હળ પકડવાના મૂઠ કે ચૂંટાને વેદમાં ‘સૂર’૨૫ કહે છે. જયારે ભૂમિમાં પ્રવેશાવી જમીનને ઉખાડવાના ઉપકરણને “ન' કે સ્ત” તરીકે ઓળખાતું. હાથ વડે ખોદવામાં કોદાળી, પાવડો, ખાંપી કે ખૂરપીનો ઉપયોગ થતો, ઋવેદ મુજબ “અગત્ય કોદાળીથી ખોદતો, પ્રજાસંતાન અને બળની ઇચ્છા કરતો રહ્યો.”૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy