________________
વેદની કૃષિવિદ્યા
મહેન્દ્રકુમાર અંબાલાલ
પ્રાચીનકાળથી જ વેદોને જ્ઞાનનો ખજાનો માનવાની માન્યતા - પ્રવર્તે છે. ખેતી અને પશુપાલન તો છેક વૈદિક ઋષિઓના જમાનાથી – આજથી આશરે છ-સાત હજાર વર્ષ પૂર્વેથી – ભારતમાં પ્રચલિત છે. એ આજે તો પ્રત્યક્ષ પ્રયોગનો વિષય બની રહ્યો છે. વેદકાળમાં જીવનના મુખ્ય આધાર એવા ખેતીના વ્યવસાયને ઉત્તમ ગણવામાં આવતો. વેદગ્રંથોના અનુશીલન પરથી તત્કાલીન યુગના કૃષિ-વિકાસ અંગે જણાય છે. વેદકાળમાં તો સુખ અને સમૃદ્ધિ કૃષિ પર જ અવલંબિત રહેતાં હતાં. યજુર્વેદમાં સારો પાક થાય તે પ્રકારે ખેતી કરવાનો આદેશ અપાયો છે. ઋગ્વદમાં જુગારીના વિલાપના સૂક્તમાં પણ “જુગાર રમશો નહિ; ખેતી કરો; તેમાંથી જે ધન મળે તેમાં આનંદ માણો; તેમાં જ ગાયો અને પત્નીની પ્રાપ્તિ છે.” તેવો ઉપદેશ ભગવાન સૂર્યદેવતાએ આપ્યો છે. વેદ મુજબ “તમે પ્રચુર ધન અને અન્નના સ્વામી છો.” આ પરિસ્થિતિ આજના ઔદ્યોગિક જમાનામાં કોઈને કદાચ પલટાયેલી લાગે પણ તે આભાસ માત્ર છે. દેશનું સાચું ધન ખેતીની પેદાશમાંથી જ ઉદ્દભવે છે.
પ્રસ્તુત લેખમાં ખેડૂત અને ખેતમજૂર, જમીનના પ્રકારો અને ખેતરો, ખેતીનાં સાધનો, કૃષિયોગ્ય પશુઓ, પાકની સમૃદ્ધિ અને ખાતર, સિંચાઈ, પાકના રોગો અને પાક સંરક્ષણ ઇત્યાદી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખેડૂત અને ખેતમજૂરઃ
ઋગ્વદમાં ભૂસ્વામિ અને ભૂશ્રમિકનું પૃથફ-પૃથફ વર્ણન છે. જમીનદાર માટે ક્ષેત્રપતિ અને 'હળ ચલાવનાર માટે “કીનાશ' શબ્દ પ્રયોજાયો છે. વેદકાળમાં જમીનદારો મજૂરોને કામના બદલામાં સુવિધાઓ ચૂકવતા હોવાનો ઉલ્લેખ મળે છે. તો વળી ક્યાંક ક્ષેત્ર વિતરણનો પણ ઉલ્લેખ છે. ખેતીના વ્યવસાયવાળાને બીજી કોઈ પ્રવૃત્તિમાં અવકાશ ન મળવાથી વેદો કે શાસ્ત્રો ન ભણી શકનાર આ ખેડૂતવર્ગ અજ્ઞાન તથા આખાબોલો હોવાનો પડઘો ઋગ્વદમાં સંભળાય છે. જેમકે “આ લોકો નથી આગળ વધતા કે નથી પાછા પડતા, તેઓ નથી બ્રહ્મના જ્ઞાતા કે નથી સોમયજક, તેઓ પાપી વાણી ઉચ્ચારે છે અને વણકરની જેમ માત્ર દોરા વણનારા અજ્ઞાનીઓ છે કે જેઓ માત્ર હળ ચલાવી જાણે છે.” આમ તેમનું જીવન કુદરત સાથે તાલમેલ ધરાવતું બની રહેતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org